બ્લાસ્ટના 16 કલાક બાદ ફરીથી કાબુલ એરપોર્ટ પરથી ફ્લાઇટ શરૂ થઈ, 108 લોકોન મોત!
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં હમીદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ સામે ગુરુવારે સાંજે બે આત્મઘાતી હુમલા થયા હતા. અત્યાર સુધીમાં આ હુમલામાં 108 લોકોના મોત થયા છે અને 1383 લોકો ઘાયલ થયા છે.
અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં હમીદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ સામે ગુરુવારે સાંજે બે આત્મઘાતી હુમલા થયા હતા. અત્યાર સુધીમાં આ હુમલામાં 108 લોકોના મોત થયા છે અને 1383 લોકો ઘાયલ થયા છે. સમાચાર એજન્સી અનુસાર, આતંકી સંગઠન ISIS ના ખોરાસન ગ્રુપે હુમલાની જવાબદારી સ્વીકારી છે. યુએસ સેન્ટ્રલ કમાન્ડના જનરલ કેનેથ મેકેન્ઝીએ કહ્યું કે મૃતકોમાં 13 મરીન કમાન્ડોનો પણ સમાવેશ થાય છે.

અફઘાનિસ્તાનના કાબુલના હમીદ કરઝાઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિસ્ફોટોના 16 કલાક બાદ ફ્લાઇટ્સ ફરી શરૂ કરાઈ છે અને લોકોને ત્યાંથી એરલિફ્ટ કરવામાં આવી રહ્યા છે. અમેરિકન અખબાર વોલ સ્ટ્રીટ જર્નલ અનુસાર, આ હુમલાઓમાં અત્યાર સુધીમાં 95 અફઘાન અને 13 અમેરિકન સૈનિકો માર્યા ગયા છે, જ્યારે 1,338 લોકો ઘાયલ થયા છે. મીડિયા અહેવાલો અનુસાર, માર્યા ગયેલા 95 અફઘાનમાં 28 તાલિબાન હતા, જે કાબુલ એરપોર્ટની બહાર તૈનાત હતા. આતંકી સંગઠન ISIS ના ખોરાસન ગ્રુપે આ હુમલાની જવાબદારી લીધી છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને કાબુલ એરપોર્ટ હુમલાની નિંદા કરતા કહ્યું કે સૈનિકોના મોત ખૂબ જ દુખદ છે, અમે અન્ય લોકોના જીવ બચાવવામાં અમેરિકન સૈનિકોના બલિદાનને ક્યારેય ભૂલીશું કે માફ કરીશું નહીં. અમે આતંકવાદીઓને શોધીને મારીશું. સૈનિકોના પરિવારો પ્રત્યે અમારી સંવેદના. અમે અમેરિકન નાગરિકોને અફઘાનિસ્તાનમાંથી ઉગારીશું અને અમારા અફઘાન સાથીઓને બહાર કાઢીશું, અમારું મિશન ચાલુ રહેશે, જરૂર પડ્યે અમે વધારાના સૈનિકો પણ મોકલીશું.
આ હુમલા બાદ કાબુલ એરપોર્ટ પર વધુ આતંકવાદી હુમલા થઈ શકે છે. અમેરિકન બ્રોડકાસ્ટ કંપની (ABC) ના મતે એરપોર્ટના ઉત્તર ગેટ પર કાર બોમ્બ બ્લાસ્ટ થવાની સંભાવના છે. આ સ્થિતિમાં કાબુલમાં અમેરિકી દૂતાવાસે નવું એલર્ટ જારી કર્યું છે.












Click it and Unblock the Notifications
