For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના સાથેની જંગ વચ્ચે વાયરલ થઈ રહી છે આ નર્સ કપલની ફોટો, સુરક્ષા કિટ લગાવી એકબીજાને ગળે લગાવ્યા

કોરોના સાથેની જંગ વચ્ચે વાયરલ થઈ રહી છે આ નર્સ કપલની ફોટો, સુરક્ષા કિટ લગાવી એકબીજાને ગળે લગાવ્યા

|
Google Oneindia Gujarati News

ફ્લોરિડાઃ કોરોના મહામારી વિરુદ્ધ દુનિયાભરમાં જંગ છેડાયેલી છે. આ કિલર વયરસથી અત્યાર સુધીમાં વિશ્વભરના 1,50,000 લોકોના મોત થયા છે અને 20 લાખથી વધુ લોકો સંક્રમિત છે. કોરોના વાયરસનો હજી કોઈ ઈલાજ શોધાઈ શકાયો નથી. પરંતુ આના માટેની તૈયારીઓ જોર શોરથી ચાલી રહી છે. આ ખતરનાક વાયરસથી લડવા માટે ડૉક્ટર્સ સૌથી આગળ છે. જેઓ પોતાના જીવની પરવાહ કર્યા વિના રાત દિવસ દર્દીઓના ઈલાજ કરી રહ્યા છે. એટલું જ નહિ બીજી મહામારીઓની સરખામણીએ કોરોનાને હરાવવાનો પ્રયાસ પણ કરી રહ્યા છે. આ કોશિશોની વચ્ચે જ એક નર્સ કપલની ફોટો વાયરલ થઈ રહી છે જેને પ્રેમ અને ઉમ્મીદનું પ્રતીક જણાવવામાં આવી રહ્યું છે. આ તસવીરમાં કપલ સુરક્ષા કિટ પહેરી એક બીજાને ગળે લગાવી રહ્યા છે.

નર્સ પતિ-પત્ની એક જ હોસ્પિટલમાં રહી કામ કરી રહ્યા છે

નર્સ પતિ-પત્ની એક જ હોસ્પિટલમાં રહી કામ કરી રહ્યા છે

5 વર્ષ પહેલા બેન કેયર અને મિંડી બ્રોકના લગ્ન થયા હતા. બંને વ્યવસાયે નર્સ છે અને ફ્લોરિડાના તામ્પા હોસ્પિટલમાં છે. બંને દિવસ રાત કોરોના દર્દીની સેવામાં લાગ્યા છે. તેમની જે તસવીર વાયરલ થઈ રહી છે તેમાં જોઈ શકાય છે કે બંનેએ પીપીઆઈ કિટ પહેરી છે અને એકબીજાને ગળે લગાવે છે.

2007માં સંપર્ક થયો

2007માં સંપર્ક થયો

વર્ષ 2007માં કેયર અને બ્રોકની મુલાાત નર્સિંગ સ્કૂલમાં થઈ હતી. સ્કૂલમાં બંને એક બીજાની બાજુમાં જ બેસતા હતા. બંનેના સીટ નંબર નજીક હોવાથી બંને વચ્ચે નજદીકિયા વધતી ગઈ અને આખરે 2015માં બંનેએ લગ્ન કરી લીધા હતા.

એક જ વસ્તુથી પસાર થઈ રહ્યા છીએ

એક જ વસ્તુથી પસાર થઈ રહ્યા છીએ

કેયરે કહ્યું કે સૌકોઈ ફોટો વિશે વાત કરી રહ્યા છે. આ દર્શાવે છે કે આપણે બધા એક જ વસ્તુમાંથી પસાર થઈ રહ્યા છીએ અને આ આશા તથા પ્રેમનું પ્રતીક છે. બ્રૉકે કહ્યુંઃ આ મહત્વપૂર્ણ છે કે અમે એકસાથે છીએ, અમે એક સાથે કામ કરીએ છીએ, અને અમે હંમેશા એક બીજાનું સમર્થન કરીએ છીએ. અને માત્ર બેન અને હું જ નહિ, બલકે આખી માનવ જાતિએ આ ખતરનાક વાયરસથી લડવા માટે એકજૂટ થવું પડશે.

કોરોનાનું સંક્રમણ દુનિયા માટે પડકાર બન્યું

કોરોનાનું સંક્રમણ દુનિયા માટે પડકાર બન્યું

દુનિયાભરમાં કોરોના વાયરસથી સંક્રમિત લોકોની સંખ્યા સત્તાવાર રૂપે 20 લાખને પાર કરી ગઈ છે. એએફપીએ આ જાણકારી આપી. જે મુજબ દુનિયાભરમાં કુલ સંક્રમિતોની સંખ્યા 20 લાખ 984 છે જેમાંથી 1,28,071 લોકોના મોત થયાં છે.

પિજ્જા ડિલીવરી બૉયમાં મળ્યો કોરોના વાયરસ, દિલ્હીના 72 પરિવારોને ક્વારંટાઈનમાં રાખવામાં આવ્યાપિજ્જા ડિલીવરી બૉયમાં મળ્યો કોરોના વાયરસ, દિલ્હીના 72 પરિવારોને ક્વારંટાઈનમાં રાખવામાં આવ્યા

English summary
Mindy Brock and Ben Cayer, the Florida nurse couple who've united to fight against Coronavirus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X