પુતિન વિશ્વના સૌથી તાકાતવર નેતા, પીએમ મોદી 9માં સ્થાને
ફોર્બ્સ મેગેઝીન તરફથી દુનિયાની સૌથી તાકાતવાર વ્યક્તિઓનું લીસ્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આ લીસ્ટમાં રૂસના રાષ્ટ્રપતિ વ્લાદીમિર પુતિનને પહેલુ સ્થાન મળ્યું છે. તો ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને નવમુ સ્થાન મળ્યું છે. સાથે જ અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામા ત્રીજા સ્થાન પર છે.
આ સતત ત્રીજી વખત છેકે જ્યારે રાષ્ટ્રપતિ પુતિનને પહેલુ સ્થાન મળ્યું છે. મેગેઝીને તેમને દુનિયાના એવા નેતા ગણાવ્યા છેકે તેઓ જે ઇચ્છે છે તે કોઇની પણ દરકાર કર્યા વગર કરીને રહે છે.
તો આગળની સ્લાઇડ પર ક્લીક કરો અને જાણો કે આખરે ફોર્બ્સના આ લીસ્ટમાં કોણ ક્યા નંબર પર છે. અને કયા નેતા માટે ફોર્બ્સે શું લખ્યુ છે.

પુતિન-જે વિચારે છે, તે કરે છે
63 વર્ષીય પુતિન નંબર વન છે. મેગેઝીનનું માનવુ છેકે તેઓ જે વિચારે છે, તે કરીને બતાવે છે. તેઓ એક નીડર નેતા છે. સિરીયામાં ISIS પરની કાર્યવાહી તાજુ ઉદાહરણ છે.

અંજેલા માર્કેલ-ધરતીની તાકાતવાર મહિલા
61 વર્ષીય અંજેલા માર્કેલ છેલ્લા 10 વર્ષથી જર્મનીની કમાન સંભાળીને બેઠા છે. ફોર્બ્સે તેમને દુનિયાના સૌથી તાકાતવાર મહિલાઓમાં સ્થાન આપ્યું છે. જે પ્રમાણે તેમણે ગ્રીસ સંકટનો મુકાબલો કર્યો છે, તે ખરેખર સરાહનીય છે.

બરાક ઓબામા-પ્રભાવ ઓછો થઇ રહ્યો છે
અમેરિકા દુનિયાનો સૌથી મોટી અર્થવ્યવસ્થા ધરાવતો તાકાતવાર દેશ છે. પરંતુ ફોર્બ્સ લખે છેકે પોતાના કાર્યકાળના અંતિમ તબક્કા સુધી આવતા આવતા રાષ્ટ્રપતિ બરાક ઓબામાની ચમક હવે ફીક્કી પડી ગઇ છે. માર્કેલ અને પુતિનની સામે તે નબળા લાગી રહ્યાં છે.

પોપ ફ્રાંસિસ
પોપ ફ્રાંસિસ ચોથા નંબર પર છે. મેગેઝીનમાં જણાવ્યા મુજબ દુનિયાની એક મોટી વસ્તીના તેઓ ધાર્મિક નેતા છે.

શી જીનપીંગ-આશ્ચર્યમાં મૂકનાર નેતા
શી જીનપીંગ અંગે મેગેઝીનમાં લખવામાં આવ્યું છેકે તેઓ આશ્ચર્યચકિત કરી દેતા નેતા છે. તેમનામાં દુનિયાના એક સારા નેતા બનવાના તમામ ગુણો છે.

બિલ ગેટ્સ-દુનિયાની તસવીર બદલી રહ્યાં છે
લીસ્ટમાં છઠ્ઠા નંબરે માઇક્રોસોફ્ટના કો ફાઉન્ડર બીલ ગેટ્સ છે. મેગેઝીનમાં લખવામાં આવ્યું છેકે તેઓ પોતાની પત્ની સાથે મળીને દુનિયામાંથી ગરીબીને ઓછી કરવાના પ્રયત્નો કરી રહ્યાં છે.

જૈનેટ યેલેન-દુનિયાની નજર
ફોર્બ્સના લીસ્ટમાં 7માં નંબર પર અમેરિકાની ફેડરલ રીઝર્વના ચેરપર્સન જૈનેટ યેલેન છે. મેગેઝીનના જણાવ્યા મુજબ દુનિયાભરની નજરો ડિસેમ્બરમાં ફેડરલ રીઝર્વના વ્યાજના નવા દરો પર છે, જેની જવાબદારી તેમના પર છે.

ડેવિડ કેમરૂન
બ્રિટેનના પીએમ ડેવિડ કેમરૂનનો આ લીસ્ટમાં આઠમો નંબર છે. તેમના વિશે લખવામાં આવ્યુ છેકે આ વર્ષે ફરી એક વખત સત્તા સંભાળનાર 49 વર્ષીય કેમરૂન દુનિયાના લોકપ્રિય નેતા છે. તેઓ દેશમાં આર્થિક સુધારાઓને આગળ વધારી રહ્યાં છે.

નરેન્દ્ર મોદી
ભારતના પીએમ નરેન્દ્ર મોદીને મેગેઝીનમાં 9મું સ્થાન મળ્યું છે. જો કે મેગેઝીને તેમના વખાણ તો કર્યા છે પણ સાથે લખ્યુ છેકે દુનિયાભરના નેતાઓ સાથે હાથ મિલાવવાથી કંઇ નહીં થાય. તેમણે કેટલાક ચોક્કસ પગલા પણ ભરવા પડશે.

લૈરી પેજ
ગુગલના CEO લૈરી પેજને લીસ્ટમાં 9મું સ્થાન મળ્યુ છે. મેગેઝીન જણાવે છેકે તેઓ રોજેરોજ નવા આઇડીયા માટે વિચારે છે.
-
Gold Rate Today: 18 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Petrol Diesel Price: 18 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather Today: યુપી-એમપી સહિત 6 રાજ્યોમાં વરસાદની આશંકા, રાજસ્થાનમાં હીટવેવનું એલર્ટ જાહેર -
IPL 2026 : સનરાઈઝર્સની કમાન ઈશાન કિશના હાથમાં, સ્ટેન્ડઈન કેપ્ટન નિયુક્ત -
IPL 2026 First Match: પહેલી મેચ ક્યારે અને ક્યાં રમાશે? આ બે ટીમો વચ્ચે થશે પ્રથમ મુકાબલો -
ગરમી વચ્ચે માવઠાની આફત, આ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી -
રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે આવશે, જાણો પુરો કાર્યક્રમ -
અશાંત ધારામાં મોટા ફેરફાર: વિધાનસભામાં રજૂ થશે નવું સુધારા વિધેયક -
ગેસ પુરવઠો ખોરવાતા મોરબી સિરામિક ઉદ્યોગમાં વેકેશનની જાહેરાત, આટલા દિવસ બંધ રહેશે -
ગુજરાતમાં જલ્દી બદલાઈ જશે લગ્ન અને લીવ ઈનના નિયમો, અહેવાલ સોંપાયો -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં સતત ઘટાડો, જાણો 10 ગ્રામનો લેટેસ્ટ રેટ -
જામનગર પંથકમાં કમોસમી વરસાદ, કાલથી આ જિલ્લાઓમાં આગાહી











Click it and Unblock the Notifications
