For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈમરાન ખાને પાકિસ્તાનમાં તત્કાલ ચૂંટણીની કરી માંગ

સોમવારે પાકિસ્તાનના પ્રધાનમંત્રી તરીકે શહબાઝ શરીફના શપથ લીધાના થોડા કલાકો બાદ જ પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાને દેશમાં તત્કાલ ચૂંટણીની માંગ કરી છે.

|
Google Oneindia Gujarati News

ઈસ્લામાબાદઃ સોમવારે પાકિસ્તાનના 23માં પ્રધાનમંત્રી તરીકે શહબાઝ શરીફના શપથ લીધાના થોડા કલાકો બાદ જ પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાને દેશમાં તત્કાલ ચૂંટણીની માંગ કરી છે. પાકિસ્તાન તહરીફ-એ-ઈંસાફ(PTI)ના અધ્યક્ષ ઈમરાન ખાને ટ્વિટર પર કહ્યુ, 'લોકોને નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણીના માધ્યમથી નક્કી કરવા દો કે તે કોને પોતાના પ્રધાનમંત્રી બનાવવા માંગે છે.'

imran khan

ઈમરાન ખાને ટ્વિટ કરીને વધુમાં કહ્યુ કે, 'અમે તત્કાલ ચૂંટણીની માંગ કરી રહ્યા છે કારણકે આગળ વધવાની આ જ એકમાત્ર રીત છે - નિષ્પક્ષ અને સ્વતંત્ર ચૂંટણીના માધ્યમથી લોકોને નિર્ણય લેવા દો કે તે કોને પ્રધાનમંત્રી ઈચ્છે છે.' વળી, સોમવારે અન્ય એક ટ્વિટમાં તેમણે કહ્યુ, 'બુધવારે હું પેશાવરમાં એક જલસો આયોજિત કરીશ - એક વિદેશી-પ્રેરિત શાસન પરિવર્તનના માધ્યમથી હટાવાયા બાદ આ મારો પહેલો જલસો હશે. હું ઈચ્છુ છુ કે અમારા બધા લોકો આવે કારણકે પાકિસ્તાન એક સ્વતંત્ર, સંપ્રભુ રાજ્ય તરીકે બનાવવામાં આવ્યુ હતુ નહિ કે વિદેશી શક્તિઓની સ્થિતિ કઠપૂતળી તરીકે.'

ઉલ્લેખનીય છે કે ઈમરાન ખાનના નેતૃત્વવાળી પાકિસ્તાન તહરીક-એ-ઈંસાફ(પીટીઆઈ) સરકાર સામે શનિવારે મોડી રાતે દેશની નેશનલ અસેમ્બલીમાં અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થયુ હતુ જેમાં 174 સભ્યોએ એ પ્રસ્તાવના પક્ષમાં પોતાનો મત આપ્યો હતો અને ઈમરાન ખાન સરકારને પાકિસ્તાન સરકારને સત્તામાંથી બહાર ફેંકી દીધી હતી. સોમવારે પાકિસ્તાન મુસ્લિમ લીગના નેતા શહબાઝ શરીફે સોમવારે પાકિસ્તાનના નવા પ્રધાનમંત્રી તરીકે શપથ લીધા. સેનેટના અધ્યક્ષ સાદિક સંજરાનીએ રાષ્ટ્રપતિ ડૉ. આરિફ અલ્વીની અનુપસ્થિતિમાં 70 વર્ષીય શહબાઝને પદના શપથ અપાવ્યા. રાષ્ટ્રપતિ ડૉ. આરિફ અલ્વી પીએમએલ-એન નેતાના શપથ લેતા પહેલા 'અસ્વસ્થતા'ના કારણે રજા પર જતા રહ્યા.

English summary
Former PM Imran Khan demanded immediate election in Pakistan
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X