નેપાળમાં ફરી 7.3ની તિવ્રતાનો ભૂકંપ, 57ના મોત

કાઠમાંડૂ, 13 મે: મંગળવારે બપોરે આવેલા ભૂકંપના આંચકાએ ફરીથી નેપાળવાસીઓની ઊંઘ હરામ કરી નાખી છે. 25 એપ્રિલના રોજ આવેલા ભયાનક ભૂકંપનું દુ:ખ હજી આંખમાંથી ઓસર્યું નથી કે એકવાર ફરી 12 મેના રોજ તેમની પર કુદરતે કહેર વર્તાવ્યો છે. નેપાળમાં મંગળવારે આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા 70 લોકોના મોત થઇ ગયા છે તથા 1,129થી પણ વધારે લોકો ઘાયલ થઇ ગયા છે. જ્યારે 25 એપ્રિલના રોજ આવેલ ભૂકંપમાં આઠ હજારથી પણ વધારે લોકોના મોત થઇ ચૂક્યા છે.

નેપાળ ઉપરાંત ભૂકંપે ઉત્તર ભારતમાં પણ કહેર વર્તાવ્યો છે, ભૂકંપથી ભારતના રાજ્યો-બિહાર અને ઉત્તર પ્રદેશમાં 17 લોકોના મોત થઇ ગયા છે. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.3 માપવામાં આવી છે અને તેનું કેન્દ્ર કોદારી હતું, જ્યાંથી દોખલાનું અંતર 130 કિલોમીટર છે. આ ઘટનામાં તિરાડો પડેલી ઇમારતો પત્તાની જેમ ધરાશાયી થઇ ગઇ, ભૂસ્ખલનથી માર્ગોમાં તિરાડો પડી ગઇ. કાઠમાંડૂમાં વીજળી અને ઇંટરનેટ સેવા ઠપ થઇ ગઇ.

અત્રે નોંધનીય છે કે નેપાળના ગૃહ મંત્રાલય તરફથી જે જાણકારી મળી રહી છે તે અનુસાર ભૂકંપથી નેપાળના દોલખામાં 19, સિંધુપાલચોકમાં પાંચ, કાઠમાંડુમાં ચાર, સિંધૂલીમાં બે તથા લલિલપુર, સુંસરી, રૌથાત, ધનુષા તથા સરલાહીમાં એક એક વ્યક્તિના મોત થઇ ગયા છે.

ભૂકંપ પીડિતોની હાલત નેપાળમાં છે ખરાબ...

નેપાળમાં ફરી 7.3ની તિવ્રતાનો ભૂકંપ, 57ના મોત

મંગળવારે બપોરે આવેલા ભૂકંપના આંચકાએ ફરીથી નેપાળવાસીઓની ઊંઘ હરામ કરી નાખી છે. 25 એપ્રિલના રોજ આવેલા ભયાનક ભૂકંપનું દુ:ખ હજી આંખમાંથી ઓસર્યું નથી કે એકવાર ફરી 12 મેના રોજ તેમની પર કુદરતે કહેર વર્તાવ્યો છે.

70 લોકોના મોત

નેપાળમાં મંગળવારે આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા 70 લોકોના મોત થઇ ગયા છે તથા 1,129થી પણ વધારે લોકો ઘાયલ થઇ ગયા છે. જ્યારે 25 એપ્રિલના રોજ આવેલ ભૂકંપમાં આઠ હજારથી પણ વધારે લોકોના મોત થઇ ચૂક્યા છે.

નેપાળને બચાવવા પ્રાર્થના

આર્ટિસ્ટે પોતાની કળા દ્વારા નેપાળને બચાવવાની પ્રાર્થના કરી હતી.

પત્તાની જેમ પડી ગઇ બિલ્ડિંગ

આ ઘટનામાં તિરાડો પડેલી ઇમારતો પત્તાની જેમ ધરાશાયી થઇ ગઇ, ભૂસ્ખલનથી માર્ગોમાં તિરાડો પડી ગઇ. કાઠમાંડૂમાં વીજળી અને ઇંટરનેટ સેવા ઠપ થઇ ગઇ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X