For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

તાલિબાન સાથે અમારા વલણને જી-7, યુએન, નાટોનુ સમર્થનઃ જો બાઈડેન

મંગળવારે જો બાઈડેને જી-7ના નેતાઓ, યુરોપિયન યુનિયન, નાટો અને યુએન સાથે બેઠક બાદ આ કહ્યુ.

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યુ કે અફઘાનિસ્તાનથી બહાર આવવાના અભિયાનને અમે 31 ઓગસ્ટ સુધી ખતમ કરી લઈશુ. જેટલુ જલ્દી અમે આ કામને ખતમ કરીએ એટલુ સારુ છે પરંતુ 31 ઓગસ્ટ સુધી આ અભિયાનને ખતમ કરવુ તાલિબાન પર નિર્ભર કરે છે. જો તે અમને સહયોગ ચાલુ રાખશે અને લોકોને એરપોર્ટ સુધી સરળતાથી આવવા દેશે અને કોઈ પણ પ્રકારની અડચણ નહિ કરે તો આ મિશન જલ્દી ખતમ થશે.

biden

તમને જણાવી દઈએ કે મંગળવારે જો બાઈડેને જી-7ના નેતાઓ, યુરોપિયન યુનિયન, નાટો અને યુએન સાથે બેઠક બાદ કહ્યુ કે બધાએ આ નિર્ણય કર્યો છે કે તાલિબાનને લઈને બધાનુ વલણ એક જેવુ રહેશે. અમે તેમના વર્તાવ પર નજર રાખીશુ અને તેમના કૃત્યોના આધારે અમે એ નિર્ણય કરીશુ કે તાલિબાન કેવુ છે. આ સાથે જ બાઈડેને અફઘાનિસ્તાનથી અમેરિકી સૈનિકોને પાછા બોલાવવાના પોતાના નિર્ણયને યોગ્ય ગણાવ્યો છે અને કહ્યુ કે અમને આશા છે કે જે ગતિએ અફઘાનિસ્તાનથી લોકોને બહાર લાવવાનુ કામ ચાલી રહ્યુ છે તે રીતે અમે 31 ઓગસ્ટ સુધી પૂરુ કરી લઈશુ. બાઈડેને કહ્યુ કે જેટલો વધુ સમય સુધી અમેરિકી સેના અફઘાનિસ્તાનમાં રહેળે સ્થિતિ એટલી જ ખરાબ થઈ શકે છે.

બાઈડેને કહ્યુ કે જી-7, ઈયુ, નાટો, યુએન તાલિબાનને લઈને અમારા વલણને પોતાનુ સમર્થન આપી રહ્યા છે. અમે તાલિબાનને તેમના કૃત્યોથી તે કેવુ છે એનો નિર્ણય લઈશુ. તાલિબાન કયા પ્રકારનુ આગળ વર્તન કરે છે તેના પર અમારી નજર રહેશે. અમેરિકાએ અત્યાર સુધી અફઘાનિસ્તાનથી 14 ઓગસ્ટ બાદથી 70700 લોોકને બહાર લાવવામાં મદદ કરી છે. જુલાઈ બાદથી અમેરિકાએ 75900 લોકોને અફઘાનિસ્તાનથી બહાર કાઢ્યા છે.

English summary
G7 leaders, EU, NATO, United Nation agreed with our approach to Taliban says Joe Biden.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X