પ્રેમિકાઓ ખોલી ઐયાશ નેતાઓના કૌભાંડની પોલ

આવો જ એક મામલો જી યિંગનાનનો છે. તેમણે તેમના પૂર્વ પ્રેમીને લાખો માઇક્રોબ્લોગ યુઝર્સની સામે ક્ષોભજનક સ્થિતિમાં મુકી દીધા છે. 26 વર્ષની આ યુવતીના પ્રેમીની ઓળખ ફાન યુના રૂપમાં થઇ છે, જે સરકારી લેખાગારના ઉપ નિદેશક છે. યિંગનાને પોતાના પ્રેમી સાથેની પોતાની તસવીરો અને વીડિયોને ઇન્ટરનેટ પર જારી કરી દીધા. તસવીરોમાં ફાન યુને સ્વિમિંગ પૂલમાં યુવતી સાથે મસ્તી કરતો દર્શાવવામાં આવ્યો છે. કેટલીક તસવીરો ખરીદી કરતી વેળાની છે. યિંગનાને એકાઉન્ટમાં લખ્યું છે કે તેણે તેના પ્રેમીની પોલ એટલા માટ ખોલી કે તેને ખબર પડી ગઇ હતી કે તેનો પ્રેમી પરણેલો છે અને તેને એક પુત્ર પણ છે. યિંગનાનને એક ચીની સમાચારપત્રને જણાવ્યું કે મને નહોતી ખબર કે તે આટલું મોટું ખોટુ બોલ્યો છે. તેં હંમેશા મને લગ્ન કરવાના વચનો આપતો હતો, પરંતુ લોકોને સૌથી મોટો ઝાટકો એ વાતનો લાગ્યો છે, જે તેના પૈસા સાથે જોડાયેલો છે.
યિંગનાન અનુસાર તેનો પ્રેમી તેને રોજ 60 હજારથી વધુ પોકેટમનીના રૂપમાં આપતો હતો. તેણે યિંગનાનને એક લક્ઝરી કાર પણ આપી હતી અને એક એપાર્ટમેન્ટ આપવાનું વચન પણ આપ્યું હતું. યિંગનાન અનુસાર તેણે શરૂઆતમાં સરકારી અધિકારીઓને ફોન પર ફરિયાદ કરી હતી કે, ફાન યુ કદાચ ભ્રષ્ટાચાર કરી રહ્યો છે, પરંતુ તેમને ત્યાંથી કોઇ જવાબ મળ્યો નહીં, ત્યાર બાદ તેણે બધા આરોપોને ઇન્ટરનેટ પર સાર્વજનિક કરી દીધા. ત્યારબાદ ફાન યુને તેના પદ પરથી હટાવી લેવામાં આવ્યો છે અને તેના પરના ભ્રષ્ટાચારના ઓરોપોની તપાસ થઇ રહી છે.












Click it and Unblock the Notifications
