Coronavirusથી અત્યાર સુધી 8000 લોકોના મોત, દુનિયાભરમાં 200000 લોકો સંક્રમિત
Coronavirusથી અત્યાર સુધી 8000 લોકોના મોત, દુનિયાભરમાં 200000 લોકો સંક્રમિત
નવી દિલ્હીઃ કોરોનાવાઈરસથી દુનિયાભરના દેશ પરેશાન છે. ચીનથી આ વાયરસની શરૂઆત થઈ અને જલદી જ 137 દેશમાં ફેલાઈ ચૂક્યો છે. આ વાયરસના લપેટામાં આવવાથી અત્યાર સુધીમાં 8000 લોકોના મોત થઈ ચૂક્યાં છે. જ્યારે દુનિયાભરતમાં 2 લાખથી વધુ લોકો કોરોનાવાઈરસથી સંક્રમિત છે.

અત્યાર સુધીમાં 8000 લોકોનાં મોત
રિપોર્ટ મુજબ બુધવારે રાત્રે 12 વાગ્યા સુધી દુનિયાભરમાં કોરોનાવાઈરસથી 8092 લોકોના મોત થઈ ચૂક્યાં છે. જેમાં સૌથી વધુ લોકો યૂરોપના 3422 છે. જે બાદ બીજા નંબરે એશિયાના 3384 લોકો સામેલ ચે. કોરોનાના લપેટામાં આવવાથી પાછલા 24 કલાકમાં 684 લોકોના મોત થઈ ચૂક્યાં છે.

24 કલાકમાં 684 લોકોનાં મોત
આંકડાઓ મુજબ આ વાયરસના કારણે પાછલા 24 કલાકમાં કુલ 78766 મામલા સામે આવ્યા છે, જેમાંથી વધુ 684 લોકોના મોત થઈ ચૂક્યાં ચે. ભારતમાં પણ કોરોનાવાઈરસનું સંક્રમણ તેજીથી ફેલાઈ રહ્યું છે. 24 કલાકમાં ભારતમાં 28 નવા મામલા સામે આવ્યા છે.

હવામાં પણ સક્રિય રહે છે વાયરસ
જ્યારે નવા એક અધ્યયનથી ખુલાસો થયો કે કોરોનાવાઈરસ હવા અને જમીન પર કેટલીય કલાકો સુધી સક્રિય રહે છે. અમેરિકી નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઑફ હેલ્થના શોધકર્તાઓએ આ ગંભીર તીવ્ર શ્વસન સિંડ્રોમ કોરોનાવાઈરસ હવામાં 3 કલાક, તાંબા પર 4 કલાક, કાર્ડબોર્ડ પર 24 કલાક અને પ્લાસ્ટિક તથા સ્ટેનલેસ સ્ટીલ પર 2 કલાક સુધી સક્રિય રહી શકે છે.












Click it and Unblock the Notifications
