ડાયનાસોરોની જાણીતી નાસભાગ, જે થઇ જ નથી!

કરોડો વર્ષ પહેલા ઉત્તર પૂર્વીય ઓસ્ટ્રેલિયાના આ વિસ્તારમાં પાણીનું એક કુંડ હતું. સૌથી વધારે નાના ડાયનાસોર, જેમનો આકાર મરઘાથી લઇને ઓસ્ટ્રિચની બરાબર હતા, અહીં આરામથી પાણી પી રહ્યાં હતા. અચાનક એખ માંસભક્ષી ડાયનાસોર ઝાડીઓની પાછળની નિકળ્યું અને પોતાના દાંત અને પંજાને ચમકાવતો આ નાના ડાયનાસોર તરફ આગળ વધ્યો. નાના-નાના ડાયનાસોર પોતાનો જીવ બચાવીને ભાગે છે અને તેમના પગોના નિશાન આ જમીન પર પડી જાય છે. તેને ડાયનાસોરોની નાસભાગ કહેવામાં આવે છે. જેનો સમાવેશ 2004માં ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય સ્મારકમાં સામેલ કરવામાં આવી છે.
આ પગોના નિશાનને 1970માં એક ખાણ પ્રબંધકે જોયા હતા, જેમણે વિચાર્યું કે આ પક્ષીઓના પગના નિશાન છે. વર્ષ 1970માં તેની ઓળખ ડાયનાસોરના પદચિન્હોના રૂપમાં કરવામાં આવી અને પછી આ વિસ્તારમાં ખોદકામ કરવામાં આવ્યું. ત્રણથી ચાર હજાર પદચિન્હો શોધવા માટે 60 ટનથી વધારે પથ્થરો કાઢવામાં આવ્યા. વર્ષ 1984માં વૈજ્ઞાનિકોએ નિષ્કર્ષ કાઢ્યું કે આ નિશાન ડાયનાસોરોની નાસભાગના કારણે બન્યા છે. પરંતુ હવે આ નિષ્કર્ષ સામે પ્રશ્નાર્થ ચિન્હ છે.
ક્વીન્સલેન્ડ વિશ્વવિદ્યાલયમાં જીવાશ્મ વિજ્ઞાનના છાત્ર અને યુવા વૈજ્ઞાનિક એન્થની રોમિલિયો અને તેમના સાથી લેખકોએ આ નિષ્કર્ષે ખોટું ગણાવ્યું છે. જાન્યુઆરીમા જનરલ ઓફ વેર્ટબ્રેટ પેલિઅન્ટોલોજી અથવા કશેરૂકી જીવાશ્મ વિજ્ઞાન પર જનરલમાં છપાલેયા શોધપત્રમાં રોમિલિયો અને તેમના સાથી વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે, લાર્ક ક્વૈરીમાં ક્યારેક નાસભાગ થઇ નહોતી. રોમિલિયોનું કહેવું છેકે નાસભાગનો નિષ્કર્ષ કાઢનારા વૈજ્ઞાનિકોએ તથ્યોની ખોટી વ્યાખ્યા કરી દીધી છે. તેઓ કહે છે કે નાસભાગની કહાણીમાં આવનારા વિશાળ હુમલાખોર ડાયનાસોર, માંસભક્ષી હતો જ નહીં, માંસભક્ષી ડાયનાસોરના પગ લાંબા, પાતળી આંગળીઓ વાળા હતા, જ્યારે શાકાહારી ડાયનાસોરના પગ નાની આંગળીઓ વાળા અને ગણા પહોળા હતા.
રોમિલિયા કહે છે કે લાર્ક ક્વૈરીમાં પગોના નિશાન શાકાહારીઓના છે. તેમના મતે આ શાકાહારી ડાયનાસોર મુટાબ્રાસોરસ હોવાની સંભાવના છે. તેઓ કહે છે કે, નાના ડાયનાસોરોને શાકાહારી ડાયનાસોરથી ડરીના ભાગવાની જરા પણ જરૂરિયાત નહોતી. કારણ કે તે ભાગી નહોતા રહ્યાં તે તરી રહ્યાં હતા. વૈજ્ઞાનિકોએ પગના નિશાન વચ્ચેના અંતર પર એવું નિષ્કર્ષ કાઢ્યું હતું કે, તેઓ ભાગી રહ્યાં હતા.
રોમિલિયાનું એવું તર્ક છે કે આ જાનવર તરી રહ્યા હતા તેથી પાણીની અંદર માટીમાં તેમના પગોના નિશાન દૂર-દૂર છે. તેમના અનુસાર ડાયનાસોર કોઇ માંસભક્ષીથી બચવા માટે નહીં પરંતુ નદીમાં ઘણા દિવસ અથવા તો ઘણા સપ્તાહો સુધી તરી રહ્યા હતા. રોમિલિયાના નિષ્કર્ષથી જીવાશ્મ વૈજ્ઞાનિકોમાં એક નવી ચર્ચા ઉભી થઇ ગઇ છે. કેટલાક માને છે કે રોમિલિયાની વાતમા દમ છે તો કેટલાક તેની ટીકા પણ કરે છે.












Click it and Unblock the Notifications
