For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

દિશા રવિના સમર્થનમાં ગ્રેટા થનબર્ગે કર્યુ ફરીથી વિવાદિત ટ્વિટ, ઉઠાવ્યો માનવાધિકારનો મુદ્દો

ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વિટ કરનાર ક્લાઈમેટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ટ્વિટ કરીને માનવાધિકારનો મુદ્દો ઉઠાવ્યો છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વિટ કરનાર ક્લાઈમેટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે ટૂલકિટ મામલે ધરપકડ કરાયેલ એક્ટિવિસ્ટ દિશા રવિના સમર્થનમાં ટ્વિટ કરીને માનવાધિકારનો મુદ્દો ઉઠાવ્યો છે. ગ્રેટા થનબર્ગે ટ્વિટ કરીને કહ્યુ છે કે બોલવાની આઝાદી લોકતંત્રનો મૂળ ભાગ હોવો જોઈએ. તેની સાથે સમજૂતી ન કરી શકાય.

Greta Thunberg

દિશા રવિના સમર્થનમાં ગ્રેટા થનબર્ગ

ખેડૂત આંદોલનના સમર્થનમાં ટ્વિટ કર્યા બાદથી જ ક્લાઈમેટ ચેંજ સ્વીડનની એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ સતત ચર્ચામાં છે અને તેના જ ટૂલકિટને લઈને ભારતમાં હોબાળો મચેલો છે. દિલ્લી પોલિસે ટૂલકિટ મામલે એફઆઈઆર નોંધીને દિશા રવિની ધરપકડ કરી હતી અને પટિયાલા હાઉસ કોર્ટે દિશા રવિને 3 દિવસની કસ્ટડીમાં મોકલી દીધી છે. ત્યારબાદ ગ્રેટા થનબર્ગે દિશા રવિના સમર્થનમાં ટ્વિટ કરીને લખ્યુ છે કે ફ્રીડમ ઑફ સ્પીચ ડેમોક્રેસીનો મૂળ સિદ્ધાંત છે. શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન અને જનસભા કરવી લોકોનો માનવાધિકાર છે અને આ કોઈ પણ લોકતંત્રનો મૂળ હિસ્સો હોવો જોઈએ. સ્વી઼ડનની રહેવાસી 17 વર્ષની ક્લાઈમેટ ચેંજ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગે એક ટ્વિટ FRIDAY FOR FUTUREનો જવાબ આપીને માનવાધિકારનો મુદ્દો ઉઠાવ્યો છે, આ ટ્વિટના જવાબમાં તેણે #StandWithDishaRavi હેશટેગ આપ્યુ છે.

tweet

ન્યાયિક કસ્ટડીમાં દિશા રવિ

તમને જણાવી દઈએ કે દિલ્લી પોલિસે દિશા રવિને 13 ફેબ્રુઆરીએ ધરપકડ કરી હતી. દિશા રવિએ ગ્રેટા થનબર્ગના એ ટ્વિટને શેર કર્યુ હતુ જેમાં ગ્રેટા થનબર્ગે ભૂલથી ટૂલકિટ શેર કરી દીધી હતી. દિશા રવિને દિલ્લીની પટિયાલા હાઉસ કોર્ટે ત્રણ દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી છે. દિલ્લી પોલિસનો આરોપ છે કે દિશા રવિ સાથે સાથે શાંતનુ મલિક અને નિકિતા જૈકબે ખેડૂત આંદોલન સાથે જોડાયેલ ગ્રેટા થનબર્ગના આ ટ્વિટને એડિટ કર્યુ હતુ. આ ટૂલકિટ દ્વારા દિલ્લીમાં કેન્દ્ર સરકાર સામે ખેડૂત આંદોલનને આગળ લઈ જવાનો પ્લાન હતો. દિલ્લી પોલિસે કહ્યુ કે દિશા રવિ પોલિસ કસ્ટડી દરમિયાન પોલિસના સવાલોના જવાબ આપવાથી કતરાઈ રહી છે માટે શાંતનુ રવિ સાથે સામ સામે બેસાડીને તેની પૂછપરછ કરવામાં આવે. દિલ્લી પોલિસે 22 ફેબ્રુઆરીએ શાંતનુ મલિકને નોટિસ આપીને દિલ્લી પોલિસ સામે હાજર થવા માટે કહેવામાં આવ્યુ છે.

Coronavirus: મહારાષ્ટ્રના આ 6 જિલ્લાઓએ સરકારની વધારી ચિંતાCoronavirus: મહારાષ્ટ્રના આ 6 જિલ્લાઓએ સરકારની વધારી ચિંતા

English summary
Greta Thunberg has raised the issue of human rights by tweeting in support of activist Disha Ravi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X