For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ગુલ આગા શેરજઈ: અફઘાનિસ્તાનનું એ બુલડોઝર જેણે હવે તાલિબાનની વફાદારીના સોગંદ ખાધા

ગુલ આગા શેરજઈ: અફઘાનિસ્તાનનું એ બુલડોઝર જેણે હવે તાલિબાનની વફાદારીના સોગંદ ખાધા

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News
ગુલ આગા શેરજઈ

જો આપ અફઘાનિસ્તાનમાં રહી ચૂક્યા હો અથવા છેલ્લા 20 વર્ષોમાં અફઘાનિસ્તાનની રાજનીતિ અને સ્થિતિને નિકટથી જોઈ રહ્યા હો તો તમે ચોક્કસપણે 'અફઘાનિસ્તાનના બુલડોઝર'ને જાણતા જ હશો.

હવે આ બુલડોઝર અફઘાનિસ્તાન જ નહીં પણ 'ઇસ્લામિક અમીરાત'નું પણ બુલડોઝર કહેવાય છે.

તેમણે રવિવાર રાત્રે તાલિબાન પ્રત્યે વફાદારીના શપથ લીધા છે. તાલિબાનનું કહેવું છે કે, ગુલ આગા શેરજઈ હવે તાલિબાનની સરકારમાં સામેલ છે.

વર્ષ 2011માં જ્યારે 'નેટો' દળનું નેતૃત્ત્વ કરતા અમેરિકાએ તાલિબાનને ખદેડી મૂકવા માટે અફઘાનિસ્તાન પર હુમલો કર્યો ત્યારે ગુલ આગા શેરજઈ પ્રથમ વૉરલૉર્ડ હતા જેમણે અમેરિકાનું સમર્થન કર્યું.

દક્ષિણના પ્રાંત કંદહારમાં તેઓ સીઆઈએ સાથે મળીને તાલિબાન વિરુદ્ધ લડાઈમાં જોડાઈ ગયા.

અફઘાનિસ્તાનમાં તાલિબાનની સત્તા આવી તે પૂર્વે તેઓ કંદહાર પ્રાંતના ગવર્નર હતા અને વર્ષ 2001માં તાલિબાનને સત્તાથી હઠાવવામાં આવ્યું ત્યાં સુધી તેઓ કંદહારની બહાર જ રહ્યા.

પરંતુ તાલિબાનને સત્તામાંથી હઠાવ્યા બાદ તેઓ ફરીથી કંદહાર પરત આવ્યા હતા અને ગવર્નરપદ સંભાળી લીધું હતું.

તેઓ સીઆઈએ અને પૂર્વ અફઘાનિસ્તાની રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈના નિકટની વ્યક્તિ છે.

એટલે જેવું તાલિબાન સત્તાથી બેદખલ થયું કે તેમને કંદહાર મળી ગયું અને 2003 સુધી તેઓ ગર્વનરપદે રહ્યા. એ પછી તેઓ નંગરહારના ગવર્નર બન્યા.


ગુલ આગા શેરજઈને બુલડોઝર કેમ કહેવામાં આવે છે?

ગુલ આગા શેરજઈ અને સૈન્ય અધિકારી

પૂર્વ ગવર્નર અને અફઘાન સરદાર ગુલ આગા શેરજઈના નિકટના મિત્રો અનુસાર તેમણે વર્ષ 2005થી 2013 સુધી નંગરહારના ગવર્નરપદે નંગરહાર પ્રાંતમાં બુલડોઝરનો ખિતાબ મેળવ્યો હતો.

તેમના મિત્રોનું કહેવું છે કે જ્યારે ગવર્નરપદે ગુલ આગા શેરજઈ નંગરહાર પ્રાંતના દૂરના વિસ્તારોમાં પ્રવાસ કરતા હતા ત્યારે સામાન્ય લોકોની સૌથી મોટી અને એકમાત્ર માગ રોડ બનાવવાની રહેતી હતી.

રસ્તો ન હોવાથી અથવા બંધ હોવાથી થતી મુશ્કેલીને લોકો તેમની સમક્ષ રજૂ કરતા હતા. શેરજઈ માત્ર માગ નહોતા માનતા પણ તરત કામ શરૂ કરાવી દેતા હતા.

ગવર્નર શેરજઈ મોટાભાગે આ દુર્ગમ વિસ્તારોમાં પોતાના પ્રવાસ દરમિયાન ગ્રામીણોને રોકડ અને મશીનો આપી અને તેમને રાહ ન જોવી પડે એ રીતે જલદીથી કામ શરૂ કરાવી દેતા અને બુલડોઝર તથા અન્ય મશીનરી સાથે માર્ગ નિર્માણ શરૂ થઈ જતું હતું.

ગુલ આગા શેરજઈની એક ખાનગી નિર્માણ (કન્સ્ટ્રક્શન) કંપની પણ હતી અને સૂત્રો અનુસાર તેઓ મોટા ભાગે રસ્તા બનાવવાના કામ માટે પોતાની કંપનીના બુલડોઝર અને અન્ય મશીનરીનો ઉપયોગ કરતા હતા. એ જ કારણ છે કે તેઓ બુલડોઝર તરીકે ઓળખાવા લાગ્યા.

રસપ્રદ વાત એ છે કે ગુલ આગા શેરજઈએ ખુદ બુલડોઝર કહેવામાં આવ્યા સામે કોઈ વાંધો નથી ઉઠાવ્યો અને અફઘાનિસ્તાનમાં વર્ષ 2014ની રાષ્ટ્રપતિપદની ચૂંટણી દરમિયાન તેમનું ચૂંટણી ચિહ્ન પણ બુલડોઝર જ હતું.

લાંબી કદકાઠી ધરાવતા ગુલ આગા શેરજઈને ક્યારેક ટાઇમ મૅગેઝિને 'જબ્બા ધ હટ'નું પણ નામ આપ્યું હતું.

ગુલ આગા શેરજઈના એક નજીકના મિત્ર અનુસાર કંદહાર બાદ તેઓ લાંબા સમયથી રાષ્ટ્રપતિ હામિદ કરઝાઈ પાસે હેરાત, કંદહાર અથવા નંગરહારના ગવર્નરપદની માગ કરી રહ્યા હતા. તેમણે કરઝાઈને કહ્યું હતું કે મને અન્ય કોઈ પ્રાંતનું ગવર્નરપદ નથી જોઈતું.

શેરજઈના નિકટના સહયોગી અનુસાર તેઓ એ ત્રણેય પ્રાંતમાં એટલા માટે રસ ધરાવે છે કેમ કે ઈરાન અને પાકિસ્તાન સાથેનો વેપારી માર્ગ આ ત્રણેય પ્રાંતોમાંથી પસાર થાય છે. આ વેપારી ચોકીઓ દ્વારા ગેરકાનૂની કમાણી થઈ શકે છે.

ગુલ આગા શેરજઈ તાલિબાનના કટ્ટર વિરોધીઓમાં સામેલ હતા અને તેમને 'તાલિબાનના કસાઈ' કહેવામાં આવતા હતા.

વર્ષ 2001માં જ્યારે તાલિબાનને ખદેડી મૂકવામાં આવ્યા હતા ત્યારે તેમણે તાલિબાન અને અલ-કાયદાના અમુક લડાકુઓની હત્યામાં ભૂમિકા ભજવી હતી.


સંગીત પ્રેમી બુલડોઝર

ગુલ આગા શેરજઈ

અફઘાનિસ્તાનના બુલડોઝરના નામથી જાણીતા ગુલ આગા શેરજઈના નિકટતમ સહયોગીઓ અનુસાર તેઓ સંગીત પ્રેમી છે અને કેટલાક પ્રસંગે ખુદ પણ ગીત ગીત ગાતા છે.

'રાકા જામ રાકા જામ' ગુલ આગા શેરજઈ દ્વારા ગાવામાં આવેલું એક પશ્તો ગીત છે જે કેટલાય વર્ષો પહેલાં વાઇરલ થયું હતું.

આ ગીતના ઘણા ચાહકો છે પરંતુ નંગરહારના ગવર્નરપદ સમયના તેમના નિકટના મિત્રનું કહેવું છે કે જ્યારે શેરજઈ બુલેટપ્રુફ ગાડીમાં લૉંગ ડ્રાઇવ પર જતા હતા ત્યારે તેઓ આ ગીત ગાતા હતા.

તેમના મિત્રો જણાવે છે કે સફર દરમિયાન તેઓ પૂછતા કે ગીત કેવું છે, મજા આવે છે કે નહીં? અને અમે કહેતા કે હા મજા આવી રહી છે.

તેઓ કહે છે કે અમે અને અમારા અન્ય મિત્રો તેમની ગાયકીથી દંગ રહી જતા હતા.

નંગરકાહના ગવર્નર હતા એ સમયે તમની નજીકના મિત્રનું એવું પણ કહેવું છે કે આ લોકો કાબુલથી નંગરહાર સુધી એક જ ગાડીમાં શેરજઈની સાથે યાત્રા કરતા હતા.

તેઓ જણાવે છે, "આવી જ એક યાત્રા દરમિયાન જલાલાબાદ પાસે રસ્તો બનાવવાનું કામ ચાલી રહ્યું હતું. ગવર્નર શેરજઈએ જોયું કે એક મજૂર રસ્તાના કિનારે માટી ઉઠાવીને તેને રેતીમાં ભેળવી રહ્યો હતો"

"ગવર્નરે નીચે જઈને મજૂરનો કૉલર પકડ્યો અને અન્ય સામગ્રીમાં માટીની ભેળસેળ કરવા બદલ તેને ઘણો ઠપકો આપ્યો."

શેરજઈના મિત્ર અનુસાર જ્યારે તે મજૂરને ઠપકો આપી રહ્યા હતા ત્યારે કન્સ્ટ્રક્શન કંપનીનો ઇન્ચાર્જ ત્યાં આવી પહોંચ્યો જે એક ચીનનો નાગરિક હતો. ગવર્નર શેરજઈએ તેને પણ કૉલરથી પકડી લીધો અને તેને પણ ઠપકો આપ્યો. પછી તેને ખબર પડી કે આ ગવર્નર શેરજઈ છે.


'અફઘાનિસ્તાનનું બુલડોઝર હવે તાલિબાનનું બુલડોઝર બની ગયું'

https://www.youtube.com/watch?v=RotUN8rTfBE

તાલિબાનના સમર્થકોએ સોશિયલ મીડિયા પર એવા વીડિયો શૅર કર્યા છે જેમાં ગુલ આગા શેરજઈ તાલિબાન નેતા ખલીલફર્રહમાન હક્કાની પ્રત્યે વફાદારીના સોગંદ ખાતા જોવા મળ્યા છે.

આ પૂર્વે જ્યારે તાલિબાને કાબુલ પર કબજો કર્યો હતો ત્યારે આગા શેરજઈએ એક વીડિયો શૅર કરી તાલિબાનને શુભેચ્છા પાઠવી હતી અને તેમનું સ્વાગત કર્યું હતું.

તાલિબાન તરફથી બહાર પાડવામાં આવેલા વીડિયોમાં મુફ્તી જાકિર તેમને વફાદારીની સોગંદ ખવડાવ્યા બાદ તકબીરનું સૂત્ર ઉચ્ચારે છે. અને કહે છે કે જનાબ શેરજઈએ એલાન કર્યું છે કે તેઓ અફઘાનિસ્તાનના બુલડોઝર છે. જવાબમાં શેરજઈએ માથું હલાવી કહ્યું કે હા સાચી વાત છે.

મુફ્તી જાકિર કહે છે, "હવે હું કહું છું કે અમે બધા ઇસ્લામી અમીરાત અને અમીર-ઉલ-મોમીનીનના જાનિબથી સમગ્ર અફઘાનિસ્તાનનું નિર્માણ કરનાર બુલડોઝર હોઈશું."

ત્યાર બાદ ગુલ આગા શેરજઈ, ખલીલફર્રહમાન હક્કાની અને અન્ય તમામ હાજર લોકો ઇન્શા અલ્લાહ કહેતા નજરે પડે છે.

તાલિબાન નેતાઓનું કહેવું છે કે તેમણે હવે કોઈ પણ અફઘાન રાજનેતા પ્રત્યે કોઈ દુશ્મની નથી અને તમામ અફઘાની રાજનેતાઓ માટે 'જાહેર સામાન્ય માફીનું' એલાન કરી દીધું છે.

જોકે તાલિબાન પર પોતાના જ અમુક વિરોધીઓના આત્મસમર્પણ બાદ હત્યાનો આરોપ પણ લાગી રહ્યો છે. તાલિબાને તેનું કુપ્રચાર ગણાવી ખંડન કરી દીધું છે.


કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

https://www.youtube.com/watch?v=aN0n1AMY4Ns

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
Gul Aga Sherjai: Afghanistan's bulldozer who now swears allegiance to the Taliban
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X