For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ક્રાઈસ્ટચર્ચ આતંકી હુમલામાં શામેલ ટારેન્ટ પર ચાલશે 50 લોકોની હત્યાનો કેસ

15 માર્ચના રોજ ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ સ્થિત બે મસ્જિદોમાં થયેલા આતંકી હુમલામાં શામેલ દોષી પર 50 લોકોની હત્યા કરવાનો કેસ ચલાવવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

15 માર્ચના રોજ ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ સ્થિત બે મસ્જિદોમાં થયેલા આતંકી હુમલામાં શામેલ દોષી પર 50 લોકોની હત્યા કરવાનો કેસ ચલાવવામાં આવશે. ન્યૂઝીલેન્ડ પોલિસ તરફથી જણાવવામાં આવ્યુ છે કે આ અઠવાડિયો દોષી બ્રેનટૉન હેરીસન ટારેન્ટને કોર્ટમાં હાજર કરવામાં આવશે. ક્રાઈસ્ટચર્ચ સ્થિત અલ નૂર અને લિનવુડ મસ્જિદ પર આતંકી હુમલો થયો હતો. હુમલાને 28 વર્ષના ટારેન્ટે અંજામ આપ્યો હતો. આ આતંકી હુમલામાં ભારતીયો સહિત 50 લોકોના મોત થઈ ગયા હતા. આ પહેલા ટારેન્ટ પર માત્ર એક મર્ડર કેસ હેઠળ જ કેસ ચલાવવામાં આવી રહ્યો હતો. હવે પોલિસનું માનવુ છે કે શુક્રવારે જ્યારે ટારેન્ટને કોર્ટમાં હાજર કરવામાં આવશે તો નવા આરોપોમાં તેને બધી મોતો અને ઘાયલો માટે દોષી ગણવામાં આવશે.

Christchurch

હાલમાં ઑકલેન્ડની જેલમાં હુમલાખોર

ન્યૂઝીલેન્ડ પોલિસ તરફથી જાહેર કરેલ નિવેદનમાં કહેવામાં આવ્યુ છે, 'ક્રાઈસ્ટચર્ચ હુમલાના સિલસિલામાં ધરપકડ કરાયેલ વ્યક્તિ પર 50 હત્યાઓ અને 39 લોકોની હત્યા કરવાની કોશિશો હેઠળ કેસ ચાલશે.' પોલિસે એ પણ જણાવ્યુ કે ટારેન્ટ સામે વધુ આરોપો નક્કી કરવા પર પણ વિચાર ચાલી રહ્યો છે. જે નવા આરોપ ટારેન્ટ સામે નક્કી થઈ શકે છે તેમાં તેને કટ્ટરપંથી અને ધાર્મિક ઉન્માદી ગણાવાઈ શકે છે. જો કે પોલિસે આ વિશે કોઈ ખાસ માહિતી આપી નથી કે આ આરોપ કયા પ્રકારના છે. એ વાતની પણ સંભાવના છે કે ક્રાઈસ્ટચર્ચ હાઈ કોર્ટ હુમલાને આતંકી હુમલો માનીને ટારેન્ટ પર કાર્યવાહી કરે. 28 વર્ષના ટારેન્ટને વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં હાજર કરવામાં આવશે. તેને હાલમાં ઑકલેન્ડની જેલમાં કડક સુરક્ષા હેઠળ રાખવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી 2019: સર્વેએ વધારી યુપીમાં ભાજપની મુશ્કેલીઓઆ પણ વાંચોઃ લોકસભા ચૂંટણી 2019: સર્વેએ વધારી યુપીમાં ભાજપની મુશ્કેલીઓ

English summary
New Zealand police has said that gunman accused in Christchurch terror attack to face 50 murder charges.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X