અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, 27ના મોત

કનેક્ટિકટના ન્યૂ ટાઉન શહેરમાં સેન્ડી હૂક એલિમેન્ટરી સ્કૂલમાં ફાયરિંગની ઘટના અમેરિકન સમયાનુસાર શુક્રવારે સવારે અંદાજે 9.30 વાગ્યે બની છે. માહિતી અનુસાર, 20 વર્ષિય યુવક એડમ લાંજા હથિયારો સાથે શાળામાં ઘૂસ્યો હતો, આરોપીએ પહેલા એ સ્કૂલમાં ભણાવતી પોતાની માતાને ગોળી મારી અને બાદમાં અંધાધૂંધ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જેમાં 20 બાળકો સહિત 26 લોકોના મોત નિપજ્યાં હતા. સરકારી અધિકારીઓ તરફથી મળેલી માહિતી અનુસાર હુમલાખોરે પોતાની જાતને પણ ગોળી મારી દીધી હતી.
શાળામાં ફાયરિંગ થયુ હોવાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઇ હતી. કનેક્ટિકટ પોલીસે લેફ્ટિનેન્ટ પોલ વેન્સ અનુસાર, સવારે 9.30 વાગ્યે જ્યારે ન્યૂટાઉન પોલીસને એલિમેન્ટરી સ્કૂલમાં ઇમરજન્સીના જાણ થઇ, ત્યારે પોલીસે કનેક્ટિકટ પોલીસને માહિતગાર કરને મદદ માંગી હતી. બાદમાં તુરત તમામ પોલીસ અધિકારીઓ સ્કૂલે પહોંચી ગયા અને હુમલાખોરને શોધવા લાગી. સ્કૂલના દરેક હિસ્સામાં તપાસ કરવામાં આવી. અમે સૌથી પહેલા બાળકો અને શિક્ષકોને સુરક્ષિત બહાર કાઢ્યા. ઘટના સ્થળે ઘણી મોતો થઇ હતી, તેમા બાળક અને સ્ટાફ બન્ને હતા.












Click it and Unblock the Notifications
