For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: હાફિઝ સઇદે ભારત પર લગાવ્યો 'જળ આતંકવાદ'નો આરોપ

|
Google Oneindia Gujarati News

hafiz saeed
લાહોર, 9 સપ્ટેમ્બર: ભારતને 26/11 જેવું દુ:ખ આપનાર અને દેશમાં આતંકવાદી ઘટનાઓને અંજામ આપવાની ઘણી કોશીશોમાં સામેલ લશ્કર-એ-તૈયબાના પ્રમુખ હાફિઝ સઇદે ભારત પર પાકિસ્તાનમાં પાણી દ્વારા આતંકવાદ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.

સઇદે આરોપ લગાવ્યો છે કે ભારત પાકિસ્તાનની વિરુદ્ધ જળ આતંકવાદ કરી રહ્યું છે. સઇદની માનીએ તો ભારતે ખોટો બાંધ બનાવીને અને પાકિસ્તાની નદીઓની દિશા વાળી દીધી છે. આ પાકિસ્તાન પર યુદ્ધ થોપવા જેવું છે, અને સરકારને તેનો જવાબ આપવા માટે રાષ્ટ્રને તૈયાર કરવું જોઇએ. એટલું નહીં આતંકી સરગનાએ મોદીને પણ કાશ્મીરીઓની મદદ કરી શકવામાં નિષ્ફળ ગણાવ્યા છે.

જોકે પાકિસ્તાન વડાપ્રધાન નવાઝ શરીફે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ પત્રનો જવાબ લખીને મોકલ્યો છે, જેમાં પાક અધિકૃત કાશ્મીરમાં પૂર પ્રભાવિતોની મદદનો પ્રસ્તાવ કર્યો હતો. નવાઝ શરીફે મોદીના પ્રસ્તાવ પર આભાર વ્યક્ત કર્યો છે.

સાથે જ નવાઝ શરીફે જણાવ્યું છે કે વિસ્તારમાં શાંતિ અને વિકાસના એજન્ડામાં આપદા પ્રબંધનના વિસ્તારમાં પણ સહયોગને સામેલ કરવો જોઇએ. અત્રે બતાવી દઇએ કે જમ્મુ-કાશ્મીરની જેમ પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં પણ પૂરથી ભારે તબાહી મચી ગઇ છે. પાકિસ્તાનમાં પણ પૂરના કારણે હજારો લોકોના મોત થયા છે.

વીડિયોમાં જુઓ હાફિઝે શું કહ્યું...

English summary
Hafiz Saeed blames India for the horrible flood in Pakistan. Saeed says that India is now invading terrorism through water into Pakistan and says Nawaz Sharif should reply India hard instead of writing letter to Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X