For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇઝરાઇલ-હમાસની વચ્ચે સંઘર્ષવિરામ, ભારતીય મૂળના સૈનિકનું મોત

|
Google Oneindia Gujarati News

israel
ગાઝા/યરુશલેમ, 28 જુલાઇ: માનવીય જરૂરીયાતને લઇને સંયુક્ત રાષ્ટ્રની મધ્યસ્થતાવાળા 24 કલાકના સંઘર્ષ વિરામને શરૂઆતમાં રદિયો આપી દીધા બાદ હમાસ રવિવારે ફરીથી તેના માટે રાજી થઇ ગયું છે.

આ પહેલા સંયુક્ત રાષ્ટ્રના અનુરોધને હમાસ દ્વારા ઠુકરાવ્યા બાદ ઇઝરાઇલે રવિવારે ગાઝા પર ફરીથી હુમલો શરૂ કરી દીધા હતા. જેમાં ગાન યાવને શહેર નિવાસી અને ભારતીય મૂળના 27 વર્ષીય સાર્જેટ(સૈનિક) શનિવારે રાત્રે મોર્ટાર હુમલામાં ગંભીર રીતે ઘાયલ થઇ ગયો અને રવિવારે તેનું મોત થઇ ગયું. છેલ્લા 20 દિવસોથી ચાલી આવતા આ સંઘર્ષમાં 1160થી વધારે ફિલીસ્તીની અને ઇઝરાઇલના 46 સૈનિક અને ત્રણ નાગરિક માર્યા ગયા છે.

લગભગ 6,000 લોકો ઘાયલ થયા છે. હમાસ પ્રવક્તા સામી અબૂ જુહરીએ જણાવ્યું કે રમઝાનની સમાપ્તિના અવસરની તૈયારીઓ અને સંયુક્ત રાષ્ટ્રની મધ્યસ્થતા તથા અમારા લોકોના જીવનની જરૂરીયાતોને લઇને અમે તમામ ફિલીસ્તીનીઓ સાથે રવિવારે બપોરે 2 વાગ્યાથી 24 કલાકના સંઘર્ષ વિરામ માટે રાજી થયા છે.

ઇઝરાઇલે શનિવારે મોડી રાત્રે સંઘર્ષ વિરામને 24 કલાક માટે વધારવાની જાહેરાત કરી હતી, પરંતુ હમાસે એવું કહેતા નકારી નાખ્યું હતું કે ગાઝાથી ઇઝરાઇલી સૈનિકો અને ટેંકોના પીછેહટ વગર કોઇ સંઘર્ષ વિરામ માન્ય નથી બને તથા વિસ્થાપિતોના ઘરે પરત ફરવા સુધી તે માત્ર રોકેટ હુમલાને થોડા સમય સુધી રોકશે.

English summary
Hamas agrees to daylong cease fire, indian origin soldier died.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X