For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક ફેસબુક પોસ્ટથી શ્રીલંકામાં ભડકી હિંસા, મુસ્લિમો અને મસ્જિદો પર હુમલા

એક ફેસબુક પોસ્ટથી શ્રીલંકામાં ભડકી હિંસા, મુસ્લિમો અને મસ્જિદો પર હુમલા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ શ્રીલંકામાં સોમવારે મસ્જિદો અને મુસ્લિમોના ઘર અને દુકાનો પર એકઠી થયેલી ભીડે હિંસા કર્યા બાદ દેશભરમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. દેશભરમાં રાતના કર્ફ્યૂનું એલાન કરવામાં આવ્યું છે. સોમવારે કોલંબો અને આજુબાજુના જિલ્લાઓમાં મુસ્લિમ વિરોધી હિંસા બાદ સરકારે સોમવારે રાત માટે દેશ ભરમાં કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. રિપોર્ટ મુજબ પુત્તલમ જિલ્લામાં દબંગોએ 45 વર્ષના દૂકાનદાર પર ધારદાર હથિયારોથી હુમલો કરી દીધો હતો. આ ઘાયલ શખ્સને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેનું મૃત્યુ થઈ ગયું. આ વિસ્તારોમાં દબંગોએ મસ્જિદ સળગાવી દીધી અને મુસ્લિમોના ઘર પર હુમલા કર્યા. પોલીસે જણાવ્યું કે આ લોકો ડંડા ઉપરાંત ધારદાર હથિયારોથી સજ્જ હતા.

ફેસબુક પોસ્ટથી હિંસા વધી

ફેસબુક પોસ્ટથી હિંસા વધી

ડેલી મેલ મુજબ શ્રીલકામાં થયેલ આ હિંસા એક ફેસબુક પોસ્ટ બાદ શરૂ થઈ. આ ફેસબુક પોસ્ટમાં એક મુસલમાન દુકાનદારે લખ્યું, "વધુ ના હંસો, એક દિવસ તમે રોશો." આ ફેસબુક પોસ્ટ જાહેર થયા બાદ શ્રીલંકા ઉત્તર પશ્ચિમ ચિલાવમાં તણાવ ફેલાઈ ગયો. ઈસાઈ સમુદાયના કેટલાક લોકોએ મુસલમાન સમુદાયની દુકાનો, ઘર અને મસ્જિદોને ટાર્ગેટ કર્યાં. હાલાત બગડતા જોઈ પ્રશાસને તુરંત સોશિયલ મીડિયા પર પ્રતિબંધ લગાવી દીધો છે.

વડાપ્રધાને દેશને સંબોધિત કર્યો

વડાપ્રધાને દેશને સંબોધિત કર્યો

હાલાત બગડતા જોઈ પીએમ રાનિલ વિક્રમસિંઘેએ દેશને સંબોધિત કર્યો વિક્રમસિંઘેએ કહ્યું કે સુરક્ષાબળો અને પોલીસની શક્તિઓમાં વધારો કરવામાં આવ્યો છે. વિક્રમસિંઘે કહ્યું, "ઉત્તર પશ્ચિમ પ્રાંતમા કેટલાક સંગઠનો અશાંતિ ફેલાવી રહ્યા છે, તેમણે તોડફોડ કરી. સુરક્ષા બળોએ હાલાત કાબૂમાં લીધા છે, આ સંગઠન દેશભરમાં અશાંતિ ફેલાવી રહ્યા છે માટે દેશભરમાં કર્ફ્યૂ લગાવવાનો નિર્ણય લીધો છે."

આંખો ખોલો, રાજનૈતિક પ્રોપગેંડાનો શિકાર ન બનો

આ દરમિયાન શ્રીલંકાના ક્રિકેટર કુમાર સાંગાકારાએ એક ટ્વીટ કરી દેશના લોકોને હિંસા છોડવાની અપીલ કરી છે. સાંગાકારાએ પોતાની ભાવુક અપીલમાં કહ્યું છે કે દેશના લોકોએ પોતાની આંખો ખોલવી જોઈએ અને વિચારવું જોઈએ કે વિભાજનકારી રાજનૈતિક એજન્ડાના શિકાર થઈ રહ્યા છે.

NTJના સભ્યોનો પુનર્વાસ થાય

NTJના સભ્યોનો પુનર્વાસ થાય

આ વચ્ચે શ્રીલંકાના મુસ્લિમ સાંસદ કાર મસ્તાને કહ્યું કે નેશનલ તવાહીદ જમાતના સભ્યોએ તુરંત સરેન્ડર કરવું જોઈએ અને તેમનો પુનર્વાસ કરવો જોઈએ. તેમણે તર્ક આપ્યો છે કે શ્રીલંકાની સરકારે લિટ્ટેના સભ્યોનો પણ પુનર્વાસ કર્યો હતો અને તેમણે આ નીતિ જ નેશનલ તવાહીદ જમાતના સભ્યો સાથે પણ અપનાવવી જોઈએ. જણાવી દઈએ કે દેશમાં 21 એપ્રિલે ત્રણ ચર્ચ અને ત્રણ લક્ઝુરિયસ હોટલમાં થયેલ આત્મઘાતી હુમલામાં 253 લોકોના મૃત્યુ થયાં હતાં અને 500થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હુમલા બાદ દેશમાં હિંસાની ઘટનાઓ વધી ગઈ છે.

કમલ હાસનના ‘હિંદુ આતંકી'વાળા નિવેદન પર ભડક્યુ ભાજપ, ધરપકડની માંગકમલ હાસનના ‘હિંદુ આતંકી'વાળા નિવેદન પર ભડક્યુ ભાજપ, ધરપકડની માંગ

English summary
hate spread all over sri lanka, imposed nationwide curfew after attacks.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X