For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કારની પાછળની સીટ પર પ્રેમી સાથે સેક્સ કર્યું, હવે બીમાર પડતા વીમા કંપની 40 કરોડ ચૂકવશે!

યુએસની એક મહિલાને કાર વીમા કંપની દ્વારા $5.2 મિલિયનનું ભારે નુકસાન ચુકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહિલાનો દાવો છે કે તેણે કારની પાછળની સીટ પર તેના પૂર્વ બોયફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા.

By Desk
|
Google Oneindia Gujarati News

ન્યુયોર્ક, 10 જૂન : યુએસની એક મહિલાને કાર વીમા કંપની દ્વારા $5.2 મિલિયનનું ભારે નુકસાન ચુકવવાનો આદેશ આપવામાં આવ્યો છે. મહિલાનો દાવો છે કે તેણે કારની પાછળની સીટ પર તેના પૂર્વ બોયફ્રેન્ડ સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા, ત્યારબાદ તેને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ થઈ ગઈ હતી. તે પછી તેણે વીમા માટે દાવો કર્યો હતો.

સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગ

સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ રોગ

આ મામલો અમેરિકાના મિસૌરીનો છે. મહિલાના જણાવ્યા અનુસાર તેણે હ્યુન્ડાઈ જેનેસિસ કારમાં તેના પૂર્વ બોયફ્રેન્ડ સાથે સેક્સ માણ્યું હતું. જે બાદ તેને સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ HPV એટલે કે હ્યુમન પેપિલોમા થયો. પાંચ વર્ષ સુધી કાનૂની લડાઈ લડ્યા પછી જૂન 7 ના રોજ અદાલતે GEICO જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને આ કેસમાં મહિલાને મોટી રકમ ચૂકવવાનો આદેશ આપ્યો છે.

પ્રેમીને એચપીવી ચેપ હતો

પ્રેમીને એચપીવી ચેપ હતો

મહિલાએ ફેબ્રુઆરી 2021 માં GEICO ને જણાવ્યું કે, તેણી અને વીમાધારક 2017 થી પ્રેમ સંબંધમાં હતા. તેણીએ તેના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ પર આરોપ મૂક્યો હતો કે તેનો ભૂતપૂર્વ બોયફ્રેન્ડ જાણતો હતો કે તેને કેન્સર અને એચપીવી ચેપ છે. આમ છતાં તેણે મહિલા સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો. આરોપી દ્વારા કારનો વીમો લેવામાં આવ્યો હોવાની જાણ થતાં મહિલાએ નુકસાની તરીકે વીમાની રકમની માંગણી કરી હતી.

કોર્ટે દાવો માન્ય રાખ્યો

કોર્ટે દાવો માન્ય રાખ્યો

કોર્ટને જાણવા મળ્યું કે મહિલાએ વાહનની અંદર તેના પ્રેમી સાથે સેક્સ કર્યું હતું. જેના કારણે તેને ઈન્ફેક્શન થઈ ગયું. કોર્ટે મહિલાના પૂર્વ બોયફ્રેન્ડને ઈન્ફેક્શન વિશે ન જણાવવા બદલ પણ દોષિત ઠેરવ્યો છે. કોર્ટે GEICO કંપનીને મહિલાને 5.2 મિલિયન ચૂકવવા આદેશ આપ્યો છે. ભારતીય રૂપિયામાં આ રકમ 40 કરોડથી વધુ છે.

કોર્ટે નિર્ણય યથાવત રાખ્યો

કોર્ટે નિર્ણય યથાવત રાખ્યો

ચુકાદા પછી GEICO ફરીથી આ મામલાની સુનાવણી માટે કોર્ટમાં પહોંચ્યું હતું, પરંતુ ત્રણ જજની પેનલે પણ નીચલી કોર્ટના નિર્ણયને માન્ય રાખ્યો હતો.

એચપીવી શું છે?

એચપીવી શું છે?

HPV એટલે કે હ્યુમન પેપિલોમા વાયરસને સામાન્ય રીતે મહિલાઓનો રોગ માનવામાં આવે છે, કારણ કે આ વાયરસ સર્વાઇકલ કેન્સરનું જોખમ વધારે છે. પરંતુ આ વાયરસ પુરુષોમાં પણ સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બની રહ્યો છે. તે કેન્સર નથી પરંતુ કેન્સરનું કારક એજન્ટ છે. પુરૂષોમાં તે ગુદા કેન્સર, જનનાંગનું કેન્સર અને મોઢાના કેન્સરનું કારણ બની શકે છે. નિષ્ણાતોના મતે આ રોગ એટલો સામાન્ય છે કે સેક્સ્યુઅલી એક્ટિવ લોકોને તેમના જીવનમાં એક વાર તે ચોક્કસપણે થાય છે.

English summary
Having sex with a lover in a car, now the sick insurance company will pay 40 crores!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X