જુઓ દુનિયાના શક્તિશાળી નેતાઓ અને તેમની ઓફિસ

દુનિયાના સૌથી શક્તિશાળી રાજનેતાથી જોડાયેલી તમામ નાની મોટી ખબરો વિષે જાણવા માટે તમામ લોકોને ઉત્સુકતા હોય છે. તે શું કરે છે અને કેવી રીતે બાકીના દેશોના નેતા જોડે વાતચીત કરે છે તે જાણવાની ઇચ્છા આપણને હંમેશા હોય છે.

ત્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ બરાક ઓબામા, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રૂસના રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુટિન અને જર્મન ચાન્સેલર એન્જેલા માર્કેલ જેવા દુનિયાના મોટા અને નામી નેતાઓની ઓફિસ અંદરથી કેવી હોય છે. તેની શું શું ખાસિયતો હોય છે તે વિષે આજે અમે તમને અમારા આ ફોટોસ્લાઇડરમાં બતાવાના છીએ.

નોંધનીય છે કે હાલમાં જ આ તમામ નેતાઓના નામ દુનિયાના સૌથી શક્તિશાળી નેતાઓમાં સામેલ કરવામાં આવ્યા છે. કહેવાય છે કે વ્યક્તિનો પહેલું તેની આસપાસની વસ્તુઓ પર નિર્ભર કરે છે. ત્યારે તે કેવા ફોટા તેમની ઓફિસમાં સજાવે છે. કેવી રીતેનું ફર્નીચર રાખે છે તે વિષે રસપ્રદ અને રોચક માહિતી મેળવો નીચેના આ ફોટોસ્લાઇડરમાં. અને જુઓ દુનિયાના શક્તિશાળી નેતાઓની ઓફિસની અંદરની તસવીરો અને જાણો તેમના વિષે કંઇક ખાસ...

બરાક ઓબામા

બરાક ઓબામા

વાઇટ હાઉસમાં આવેલ ઓવલ રૂમ અમેરીકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાનું અધિકૃત કાર્યાલય છે. સામાન્ય રીતે ઓબામા અહીં 8 વાગે સવારે પહોંચી જાય છે અને સાંજે 6 વાગ્યા સુધી કામ કરે છે. નોંધનીય છે કે આ ઓફિસમાં સ્પેસના એસ્ટ્રોનોટ્સ સાથે કોન્ટેક્ટ કરવા સુધીની પણ સુવિધા હાજર છે.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓફિસ રાયસીના હિલ્સના સાઉથ બ્લોકમાં આવેલી છે. જો કે કેટલાક લોકોને તેવો ખોટો ભ્રમ છે કે સાત રેસકોર્સ રોડ પર પીએમનું જે અધિકૃત નિવાસ છે તે જ તેમની ઓફિસ છે.

વ્લાદીમીર પુટિન

વ્લાદીમીર પુટિન

દુનિયાના સૌથી શક્તિશાળી વ્યક્તિ છે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિન જેમની ઓફિસ રાજધાની મોસ્કો સ્થિત તેમના અધિકૃત નિવાસ ક્રૈમલિનમાં છે. જ્યાં હેલીપેડથી લઇને જીમ જેવી સુવિધાઓ છે. વધુમાં આ ઓફિસ વ્હાઇટ હાઉસ જેટલુ જ મહત્વ ધરાવે છે.

એન્જેલા માર્કેલ

એન્જેલા માર્કેલ

જર્મનીની ચાન્સેલર એન્જેલા માર્કેલની ઓફિસ પેલેસ સ્કમબર્ગમાં આવી છે. અહીં જ તેમનું અધિકૃત નિવાસ છે. જર્મનીના સૌથી મોટા શહેર બોનમાં સ્થિત તેમનું આ નિવાસ સ્થાન 18મી સદીમાં નિર્માણ પામ્યું છે.

ડેવિડ કેમરુન

ડેવિડ કેમરુન

બ્રિટેનના પ્રધાનમંત્રી ડેવિડ કેમરુનનું અધિકૃત નિવાસ સ્થાન 10 ડાઉનિંગ સ્ટીટના ત્રીજા માળ પર છે. અને તેમનું ઓફિસ પણ અહીં જ છે. આ બિલ્ડીંગનું નિર્માણ આજથી 331 વર્ષ પૂર્વ વર્ષ 1684માં થયું હતું.

ફ્રેંકોઇસ હોલાંદ

ફ્રેંકોઇસ હોલાંદ

ફ્રાંસના રાષ્ટ્રપતિ ફ્રેંકોઇસ હોલાંદનું અધિકૃત નિવાસ હાલની રાજધાની પેરિસમાં આવેલ એલ્સી પેલેસમાં છે. 18મી સદીથી આજ દિવસ સુધી આ મહેલના ગોલ્ડન રૂમમાં ફેંચ પ્રેસિડન્ટન બેસે છે.

શી જિનપિંગ

શી જિનપિંગ

ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગે વર્ષ 2014માં જ્યારે દેશના લોકોને નવ વર્ષની શુભેચ્છા પાઠવી હતી. ત્યારે તેમની ઓફિસની ખૂબ ચર્ચા થઇ હતી. નોંધનીય છે કે ત્યારે પહેલી વારે ચીનના લોકો અને દુનિયાએ તેમની ઓફિસ જોઇ હતી.

કિમ જોંગ ઉન

કિમ જોંગ ઉન

નોર્થ કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન ભલે હેયરસ્ટાઇલ અને અન્ય વાતોને લઇને આવે દિવસે બેન લગાવતા હોય પણ પોતાની ઓફિસના ફોટોગ્રાફ જાહેર કરવા માટે તે ખચકાતા નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X