For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વેનેજુએલાના રાષ્ટ્રપતિને ઝેર આપીને મારવાની આશંકા

|
Google Oneindia Gujarati News

hugo chavez
કરાકસ, 10 માર્ચ: વેનેજુએલાના રાષ્ટ્રપતિ હ્યુગો શાવેજના નિધન બાદ જાતભાતના તર્કો લગાવવામાં આવી રહ્યા છે. બોલીવિયાના રાષ્ટ્રપતિ એવો મોરાલેસે જણાવ્યું છે કે તેઓ એ વાતને લઇને લગભગ દ્રઢ છે કે સામ્રાજ્યએ વેનેજુએલાના રાષ્ટ્રપતિ હ્યૂગો શાવેજને ઝેર આપી દેવામાં આવ્યું હતું.

શાવેજે વેનેજૂએલાના 14 વર્ષો સુધી નેતૃત્વ કર્યું. બે વર્ષથી કેંસરથી પીડાયા બાદ 58 વર્ષની ઉંમરમાં મોત થઇ ગયું હતું. શાવેજ દરમિયાન ઉપરાષ્ટ્રપતિ રહી ચૂકેલ મદૂરોને કાર્યકારી રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે. મજૂરો પહેલા જ શાવેજની બીમારી માટે વેનેજૂએલાના દુશ્મનોને દોષી ઠેરવી ચૂક્યા છે. તેમણે જણાવ્યું છે કે આ મામલાની તપાસ એક વિશેષ પંચ દ્વારા કરવામાં આવશે.

મોરાલેસ, શાવેસના અંતિમ સંસ્કારમાં સામેલ થવા માટે કરાકસ આવ્યા હતા. તેમણે જણાવ્યું કે તેમને શાવેજની બિમારીની જાણકારી હતી, ભલે તેમણે આ અંગે કોઇ જાણકારી ના આપી હોય. મોરાલેસે જણાવ્યું કે તેમણે એક વખત શાવેજને કોફી માટે ઓફર કરી હતી. ત્યારે શાવેજના અંગરક્ષકોએ વાંધો ઉઠાવ્યો હતો.

આ ઘટનાને યાદ કરતા બોલોવિયાઇ રાષ્ટ્રપતિએ જણાવ્યું કે ત્યારે મારા ભાઇ શાવેજે પોતાના અંગરક્ષકોને કહ્યું કે 'તમે લોકોએ કઇ રીતે વિચારી લીધું કે એવો મને ઝેર આપી શકે છે? ત્યાર બાદ તેમણે કોફી પી લીધી હતી. મોરાલેસે 'સામ્રાજ્ય'ના અર્થનો ખુલાસો નથી કર્યો. સાવેજના અંતિમ સંસ્કારમાં 30થી વધારે દેશોના રાષ્ટ્રાધ્યક્ષો અને શાસનાધ્યક્ષોએ ભાગ લીધો હતો. શાવેજના ઉત્તરાધિકારીની પસંદગી માટે વેનેજુએલામાં 14 એપ્રિલના રોજ રાષ્ટ્રપતિ ચૂંટણી યોજાશે.'

English summary
Bolivian President Evo Morales has said he is "almost certain" that "the empire" had poisoned the late Venezuelan leader Hugo Chavez.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X