For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉત્તર કોરિયામાં ભૂખમરાની સ્થિતિ, કિમ જોંગે દેશવાસીઓને કહ્યુ - 2025 સુધી ઓછુ ખાવ

ઉત્તર કોરિયામાં ભૂખમરા અને બેરોજગારીનુ સંકટ દિવસેને દિવસે વિકટ બની રહ્યુ છે.

|
Google Oneindia Gujarati News

ફિયોંગયાંગઃ ઉત્તર કોરિયામાં ભૂખમરા અને બેરોજગારીનુ સંકટ દિવસેને દિવસે વિકટ બની રહ્યુ છે. લોકોને પેટ ભરીને જમવાનુ નસીબ નથી થઈ રહ્યુ. આવા સમયે દેશની જનતાની મદદ કરવાના બદલે તાનાશાહ કિમ જોંગ ઉને વિચિત્ર ફરમાન જાહેર કર્યુ છે. કિમ જોંગ ઉને આદેશ આપ્યો છે કે વર્ષ 2025 સુધી ઓછુ જમો. કિમ જોંગ ઉને ખાદ્યાન્ન સંકટ માટે ઘણા કારણોને જવાબદાર ગણાવ્યા છે. જોંગે કહ્યુ કે કૃષિ ક્ષેત્ર ખાદ્યાન્નની યોજનામાં નિષ્ફળ સાબિત થયુ છે.

Kim Jong Un

એક સૂત્રએ રેડિયો ફ્રી એશિયાને કહ્યુ કે બે સપ્તાહ પહેલા કિમે કહ્યુ છે કે ભોજનનુ આ સંકટ વર્ષ 2025 સુધી ચાલી શકે છે. અધિકારીઓનુ કહેવુ છે કે ઉત્તર કોરિયા અને ચીન વચ્ચે વેપારની ફરીથી શરૂઆત વર્ષ 2025 પહેલા ખતમ થતી નથી દેખાઈ રહી. ઉત્તર કોરિયામાં સપ્લાઈની ભારે કમીના કારણે ખાવાપીવાની કિંમતો ખૂબ વધી ગઈ છે. સ્થિતિ એ છે કે ઉત્તર કોરિયાઈ લોકોની ડિમાન્ડ પૂરી નથી થઈ રહી. કિમ જોંગ ઉન પોતાના આ તુગલકી આદેશ દ્વારા ઉત્તર કોરિયામાં ખાદ્યાન્ન સંકટનો ઘટાડવા માંગે છે.

ઉત્તર કોરિયામાં લોકો ચોખાની સરખામણીમાં મકાઈનો ઉપયોગ વધુ કરે છે. મકાઈ ચોખાના મુકાબલે સસ્તી હોય છે માટે તેની ખપત પણ વધુ હોય છે. હાલમાં રાજધાની પ્યોંગયાંગમાં એક કિલો ચોખાની કિંમત ડિસેમ્બર 2020 બાદ પોતાના સર્વોચ્ચ સ્તરે છે. જો કે, ભાવમાં ચડાવ-ઉતાર થતો રહે છે. બજાર ભાવ પર નજર રાખીને આર્થિક ગતિવિધિઓનો અંદાજ લગાવી શકાય છે. ઉત્તર કોરિયા બાબતોના જાણકાર બેન્યામિન સિલ્બસ્ટાઈન કહે છે કે ઉત્તર કોરિયામાં મોટાભાગના લોકો ખાદ્ય સામગ્રી અને બીજી જરૂરિયાતનો સામાન બજારમાંથી જ ખરીદે છે.

તમને જણાવી દઈએ કે સંયુક્ત રાષ્ટ્રના એક સ્વતંત્ર તપાસકર્તાએ કહ્યુ હતુ કે ઉત્તર કોરિયાએ કોવિડ-19 સામેની લડત માટે ઉઠાવેલા પગલાં અને બગડતી આર્થિક સ્થિતિના કારણે બગડેલ વૈશ્વિક સંબંધોના કારણે ઉત્તર કોરિયા આજે વૈશ્વિક સમુદાયથી અલગ પડી ગયુ છે. ટૉમસ ઓજિયા ક્વિંટાનાએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના માનવાધિકાર સમિતિને જણાવ્યુ કે ઉત્તર કોરિયામાં ખાદ્યાન્ન સંકટ છે, લોકોની આજીવિકા પર અસર પડી છે અને ભૂખમરાની સ્થિતિ છે. ડેમોક્રેટિક પીપલ્સ રિપબ્લિક ઑખ કોરિયાએ મહામારીની રોકથામ માટે સીમાઓ બંધ કરી દીધી જેની ઉત્તર કોરિયાના લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર પડી કારણકે દેશનો સ્વાસ્થ્ય સંબંધી માળખુ રોકાણની કમી અને મેડિકલ સામગ્રીના પુરવઠામાં કમીનો સામનો કરી રહ્યુ છે. સરકારના આત્મઘાતી પગલાંના કારણે લોકો આત્મહત્યા કરી રહ્યા છે અને દેશમાંથી પલાયન કરી રહ્યા છે.

English summary
Hunger situation in North Korea, Kim Jong Un tells countrymen - eat less by 2025
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X