For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મધ્ય એટલાન્ટિક પહોચ્યું 'સેંડી'તોફાન, અત્યાર સુધી 16ના મોત

|
Google Oneindia Gujarati News

hurricane-sandy
ન્યુયોર્ક, 30 ઑક્ટોબરઃસેંડી તોફાનથી બચવા અમેરિકાના ગીચ વસ્તીવાળા પૂર્વીય તટના લાખો લોકો સુરક્ષિત સ્થાનો પર જતા રહ્યાં છે. મોસમ વિશેજ્ઞોએ ન્યૂયોર્કથી લઇને વોશિંગટન વચ્ચે આ તોફાનથી તબાહી ફેલાવાની આશંકા વ્યક્ત કરી છે. મંગળવારે બપોરે આ તોફાન મધ્ય એટલાન્ટિક ક્ષેત્રમાં પહોંચી ગયું છે. આ તોફાનમાં અત્યારસુધીમાં 16 લોકોના મોત નિપજ્યા છે.

ન્યૂયોર્ક શહેરમા લગભગ તમામ સબવેમાં પાણી ભરાઇ ગયા છે. તોફાનના કારણે શહેરમાં વિજળી આપવામાં સમસ્યાઓ સર્જાઇ રહી છે.

પ્રશાસને નોર્થ કૈરોલિનાથી કનેક્ટિકટ સુધી ઇમરજન્સી જાહેર કરી છે. આ તોફાન વધું શક્તિશાળી થઇ રહ્યું છે, જેનાથી અમેરિકા અત્યારસુધીના સૌથી વિનાશકારી તોફાનો માના એકનો સમાનો કરી રહ્યું છે. તેનાથી છ કરોડ લોકો પ્રભાવિત હોવાની આશંકા છે.

નેશનલ હરીકેન સેન્ટર તરફથી જાહેર ચેતવણી અનુસાર તોફાનની ઝડપ 85 કિ.મી પ્રતિ કલાક છે, જો કે આ ઝડપ વધી રહી છે. એવી ચેતવણી જાહેર કરવામાં આવી છે કે મોડી રાત્રે અથવા આવતીકાલે ભૂંકપ આવી શકે છે. તેનાથી 1300 કિ.મી. લાંબી પૂર્વીય તટરેખાથી લઇને ગેટ્ર લેક્સ સુધી મોટીમાત્રામાં નુક્સાન થઇ શકે છે.

English summary
Sandy battered the US East Coast today with fierce winds and heavy rains, killing at least 16 people and causing a power plant explosion.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X