For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પ્રમુખ બરાક ઓબામાને અભિનંદનઃ રોમની

By Super
|
Google Oneindia Gujarati News

mitt_romney
વોશિંગટન, 7 નવેમ્બરઃ અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં બરાક ઓબામાએ 290 મતો મેળવ્યા છે. આ સામે મિટ રોમની માત્ર 203 મતો મેળવી શક્યા છે. પ્રેસિડેન્ટ બનવા માટે જરૂરી 270નો જાદુઇ આંક ઓબામાએ ખૂબ ઝડપથી મેળવી લીધો હતો. બરાક ઓબામાને પુનઃ રાષ્ટ્રપતિ બનવા બદલ તેના પ્રતિસ્પર્ધી મિટ રોમનીએ અભિનંદન પાઠવ્યા હતા અને પોતાની હારનો તેમણે સ્વિકાર કર્યો હતો. જો કે, આ તકે તેમણે ચૂંટણી દરમિયાન તેમનો સાથ આપનાર તેમના પત્ની અને સમર્થકોનો આભાર માન્યો હતો.

તેમણે પોતાના નિવેદનમાં કહ્યું કે, હું રાષ્ટ્રપતિ બન્યો હોત તો મારી પત્ની એક સારી પ્રથમ અમેરિકન મહિલા બની હોત. જો કે, તેવું સંભવ બન્યું નથી. મને ચૂંટણી દરમિયાન સાથ-સહકાર આપવા બદલ હું તેનો આભાર માનું છું.

તેમણે કહ્યું કે, મે બરાક ઓબામા સાથે ફોન પર વાત કરી છે અને તેમને વિજયી થવા બદલ અભિનંદન પાઠવ્યા છે. મે તેમને, તેમના પત્ની અને તેમના બાળકોને પણ અભિનંદન પાઠવ્યા છે. હું દુઆ કરુ છુ કે આપણા રાષ્ટ્રને ગાઇડ કરવામાં તેઓ સફળ થાય.

'' મને અમેરિકામાં વિશ્વાસ છે અને અમેરિકાના લોકોમાં વિશ્વાસ છે,'' તેમ રોમનીએ ઉમેર્યું હતું.

English summary
Romney said, I have just called President Obama to congratulate him on his victory. I wished him, his wife, his daughters.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X