For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હું અવકાશયાત્રા પર છું, ધરતી પર આવીને કરીશ લગ્ન, કહીંને મહિલાના 24 લાખ લૂંટ્યા

એક જાપાની મહિલાની આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં કામ કરી રહેલા રશિયન અવકાશ યાત્રીના રૂપમાં પોતાને રજૂ કરીને એક વ્યક્તિ કથિત રીતે 4.4 મિલિયન યેન એટલે કે 24.8 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી.

|
Google Oneindia Gujarati News

એક જાપાની મહિલાની આંતરરાષ્ટ્રીય અંતરિક્ષ સ્ટેશનમાં કામ કરી રહેલા રશિયન અવકાશ યાત્રીના રૂપમાં પોતાને રજૂ કરીને એક વ્યક્તિ કથિત રીતે 4.4 મિલિયન યેન એટલે કે 24.8 લાખ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. ટીવી અસાહીના રિપોર્ટ અનુસાર આ ઠગ જે પોતે સ્પેસમાં છે અને ધરતી પર આવીને પીડિત 65 વર્ષીય મહિલા સાથે લગ્ન કરવાની વાત કરીને તેની પૈસાની માગ કરી હતી.

મળતી માહિતી મુજબ શિગા પ્રાંતમાં રહેનારી મહિલાની આ ફેક એસ્ટ્રોનોટ સાથે જૂન મહિનામાં ફેક એસ્ટ્રોનોટના ઇન્સ્ટાગ્રામ પર મુલાકાત થઇ હતી. તેની પ્રોફાઇલમાં અંતરિક્ષના ફોટોગ્રાફ્સ પણ હતા, જેના કારણે આ મહિલા ભોળવાઇ ગઇ હતી અને તેને લાગ્યું કે આ માણસ સ્પેસ સ્ટેશનમાં કામ કરી રહ્યો છે.

ફેક એસ્ટ્રોનોટે 65 વર્ષની મહિલા પાસેથી લૂંટ્યાં લાખો રૂપિયા

ફેક એસ્ટ્રોનોટે 65 વર્ષની મહિલા પાસેથી લૂંટ્યાં લાખો રૂપિયા

એક રિપોર્ટ અનુસાર બંનેએ એકબીજા સાથે મેસેજ દ્વારા વાત કરવાનું શરૂ કર્યું અને જાપાનીઝ મેસેજિંગ એપ્લિકેશન દ્વારા વાતચીત કરતા હતા.

ટૂંક સમયમાં ફેક એસ્ટ્રોનોટે મહિલાને કહ્યું કે, તે તેના પ્રેમમાં પડી ગયો છે અને તેની સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો હતો. આ વ્યક્તિ મહિલાને મેસેજ કરતો રહ્યો કે, તે તેને પ્રેમ કરે છે અને તેની સાથે જાપાનમાં નવું જીવન શરૂ કરવા માગે છે.

લેન્ડિંગ ફી ચૂકવવી પડશે

લેન્ડિંગ ફી ચૂકવવી પડશે

ફેક એસ્ટ્રોનોટે આ મહિલાને કહ્યું કે, તેને પૃથ્વી પાસે પાછા ફરવા અને તેની સાથે લગ્ન કરવા માટે પૈસાની જરૂર છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તેણે દાવો કર્યો હતો કે, રોકેટને જાપાન લઈ જઈ શકે તે માટે લેન્ડિંગ ફી ચૂકવવી પડશે.

15 દિવસમાં લગભગ 25 લાખ રૂપિયા મોકલ્યા

15 દિવસમાં લગભગ 25 લાખ રૂપિયા મોકલ્યા

મહિલા કથિત રીતે તેના માટે સંમત થઈ ગઈ અને તેને પૈસા મોકલવા લાગી હતી. યોમિયુરી શિમ્બુનના જણાવ્યા અનુસાર, તેણે 19 ઓગસ્ટ અને 5 સપ્ટેમ્બર વચ્ચે કુલ 4.4 મિલિયન યેન પાંચ હપ્તામાં ટ્રાન્સફર કર્યા હતા.

આંતરરાષ્ટ્રીય રોમાંસ કૌભાંડ

આંતરરાષ્ટ્રીય રોમાંસ કૌભાંડ

પુરુષે વધુ પૈસાની માંગણી કર્યા પછી મહિલાને શંકા ગઈ હતી. અહેવાલ જણાવે છે કે, તેણીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી, જે આ કેસનેઆંતરરાષ્ટ્રીય રોમાંસ કૌભાંડ તરીકે ગણી રહી છે.

English summary
I'm on a space flight, I'll get married on earth, Fake Astronaut Robs woman of 24 lakhs
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X