Video: ઝેહાદી જ્હોનનો વીડિયો, 'લંડનમાં આવી લોકોના માથા કાપીશ'
નવી દિલ્હી, 24 ઓગસ્ટ: લોકોના માથા કાપીને આતંકવાદ ફેલાવનાર આતંકી સંગઠન આઇએસઆઇએસનો ખતરનાક ઝેહાદી જ્હોનનો નવો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં પહેલીવાર તેનો આખો ચહેરો દેખાઇ રહ્યો છે. વીડિયો 1 મિનિટ 17 સેકેંડનો છે જેમાં ઝેહાદી જ્હોન પોતે દાવો કરી રહ્યો છે કે તે ટૂંક સમયમાં બ્રિટેન આવશે અને લોકોના માથા કાપવાનો પોતાનો ધંધો ચાલુ રાખશે.

આ વીડિયોમાં આતંકીએ માત્ર પોતાનું નામ જ પોતાના મોઢે બોલ્યો નથી પરંતુ તેણે પોતાના ઇરાદાઓ પણ સ્પષ્ટ કરી દીધા છે. તેણે જણાવ્યું કે 'હું મોહમ્મદ એમવાજી છું, હું ટૂંક સમયમાં બ્રિટેન આવીશ અને લોકોના માથા કાપીશ.' અત્રે નોંધનીય છે કે ઝેહાદી જ્હોન ઉર્ફ મોહમ્મદ એમવાઝી બ્રિટેનમાં કમ્પ્યુટર પ્રોગ્રામિંગનો અભ્યાસ કરનાર 26 વર્ષનો યુવક છે. ગયા વર્ષે ઓગસ્ટમાં અમેરિકન નાગરિક જેમ્સ ફોલેની હત્યા કરીને તે ચર્ચામાં આવ્યો હતો, તેના વિશે કહેવામાં આવે છે કે તે બ્રિટિશ અંગ્રેજી બોલે છે.
જુઓ વીડિયો...












Click it and Unblock the Notifications
