For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરટેકર પીએમની નિયુક્તિ થવા સુધી ઈમરાન ખાન બની રહેશે પાકિસ્તાનના પ્રધાનમંત્રી

જ્યાં સુધી કેર ટેકર પ્રધાનમંત્રીની નિયુક્તિ ના થઈ જાય ત્યાં સુધી ઈમરાન ખાન પાકિસ્તાનના પ્રધાનમંત્રી બની રહેશે.

|
Google Oneindia Gujarati News

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં રાજકીય સંકટનો દોર ચાલુ છે. જે રીતે પાકિસ્તાનના પ્રધાનમંત્રી ઈમરાન ખાને રવિવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન જ ન થવા દીધુ તે બાદ વિપક્ષ તેમની સામે સુપ્રીમ કોર્ટ પહોંચી ગયુ. કેબિનેટ ડિવિઝન તરફથી એક નિવેદન જાહેર કરીને કહેવામાં આવ્યુ કે નેશનલ અસેમ્બલીને ભંગ કરી દેવામાં આવી છે અને હવે ઈમરાન ખાન પ્રધાનમંત્રી નથી. ત્યારબાદ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ ઈમરાન ખાનને કેરટેકર પ્રધાનમંત્રી નિયુક્ત થવા સુધી પ્રધાનમંત્રી નિયુક્ત કર્યા છે. એવામાં જ્યાં સુધી કેર ટેકર પ્રધાનમંત્રીની નિયુક્તિ ના થઈ જાય ત્યાં સુધી ઈમરાન ખાન પાકિસ્તાનના પ્રધાનમંત્રી બની રહેશે.

Imran Khan

પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ ટ્વિટ કરીને લખ્યુ, જ્યાં સુધી કેર ટેકર પ્રધાનમંત્રીને પાકિસ્તાનના બંધારણની કલમ 224એ હેઠળ નિયુક્ત કરવામાં ન આવે ત્યાં સુધી ઈમરાન અહેમદ ખાન નિયાજી તરીકે પ્રધાનમંત્રી બની રહેશે. નોંધનીય વાત છે કે પાકિસ્તાન સરકાર તરફથી જાહેર કરાયેલ સર્ક્યુલરમાં કહેવામાં આવ્યુ હતુ કે ઈમરાન ખાન હવે પ્રધાનમંત્રી નથી. રાષ્ટ્રપતિએ નેશનલ અસેમ્બલીને ભંગ કરી દીધી હતી અને કહ્યુ કે હવે દેશમાં ફરીથી ચૂંટણી થશે. આ પ્રસ્તાવને રાષ્ટ્રપતિએ સ્વીકાર કરી લીધો હતો.

તમને જણાવી દઈએ કે હવે જ્યારે વિપક્ષ આ સમગ્ર મામલાને લઈને પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમાં પહોંચી ગયા છે જેના પર કોર્ટ પોતાનો ચુકાદો આપશે. જો કોર્ટ અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ ન કરાવવાના નિર્ણયને ખોટો ગણાવે તો ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી શકે છે, ત્યાં સુધી કે તેમને જેલ પણ જવુ પડી શકે છે. વાસ્તવમાં કલમ 5નો હવાલો આપીને અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ ના કરાવીને અસેમ્બલીને જ ભંગ કરી દેવામાં આવી છે. આર્ટિકલ 5 હેઠળ વિપક્ષ કોઈ બહારની શક્તિથી પ્રભાવિત થઈને અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ કરે તો આ સ્થિતિમાં તેને ફગાવવામાં આવી શકે છે પરંતુ આ વાત પર નિર્ણય સુપ્રીમ કોર્ટ જ કરશે કે વર્તમાન સ્થિતિમાં આર્ટિકલ 5નો ઉપયોગ યોગ્ય છે કે નહિ.

English summary
Imran Khan appointed PM of Pakistan till new care taker prime minister is appointed
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X