For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં દર વર્ષે વધી રહ્યા છે એક લાખ ગધેડા, ઈમરાન સરકારે આની ગણાવી ઉપલબ્ધિ, ચીનમાં એક્સપોર્ટ

પાકિસ્તાનમાં ગધેડાની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે અને દર વર્ષે પાકિસ્તાનમાં ગધેડાની વસ્તી એક લાખ વધી રહી છે.

|
Google Oneindia Gujarati News

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ગધેડાની વસ્તીમાં સતત વધારો થઈ રહ્યો છે અને દર વર્ષે પાકિસ્તાનમાં ગધેડાની વસ્તી એક લાખ વધી રહી છે. પાકિસ્તાન સરકારના નવા રિપોર્ટ મુજબ છેલ્લા ત્રણ વર્ષમાં પાકિસ્તાનમાં ત્રણ લાખ ગધેડા વધી ગયા છે. પાકિસ્તાન સરકારના નવા રિપોર્ટ મુજબ હવે પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા વધીને 56 લાખ થઈ ગઈ છે.

દર વર્ષે એક લાખ નવા ગધેડા

દર વર્ષે એક લાખ નવા ગધેડા

પાકિસ્તાન સરકારના 2020-21ના રિપોર્ટમાં ઈમરાન ખાન સરકારે ગધેડાની સંખ્યા વધવાને દેશ માટે એક ઉપલબ્ધિ ગણાવી દીધી છે અને કહ્યુ છે કે જ્યારથી ઈમરાન ખાનની સરકાર આવી છે, દેશમાં ગધેડાની સંખ્યા વધી રહી છે. નવા રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે નાણાકીય વર્ષ 2020-21માં પણ પાકિસ્તાનમાં એક લાખ ગધેડા વધ્યા છે અને હવે આખા દેશમાં ગધેડાની સંખ્યા વધીને 56 લાખથી વધુ થઈ ગઈ છે. જો કે પાકિસ્તાન સરકારના રિપોર્ટમાં એ પણ કહેવામાં આવ્યુ છે કે પાકિસ્તાનમાં ગધેડાની સંખ્યા જરૂર વધી છે પરંતુ ઘોડા અને ખચ્ચરોની સંખ્યામાં વધારો થયો નથી.

વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ

વિશ્વનો ત્રીજો સૌથી મોટો દેશ

ઈમરાન ખાન સરકારે ગર્વ સાથે દાવો કર્યો છે કે વિશ્વમાં સૌથી વધુ ગધેડાનુ ઉત્પાદન પાકિસ્તાનમાં થઈ રહ્યુ છે અને તે વિશ્વનો ત્રીજો એવો દેશ છે જ્યાં સૌથી વધુ ગધેડા છે. પાકિસ્તાનમાં ગધેડા અને બીજા જાનવરોની ગણતરી કરાવવામાં આવે છે અને આર્થિક સર્વેક્ષણ 2020-21માં જાણવા મળ્યુ છે કે પાકિસ્તાનમાં દર વર્ષે એક લાખ ગધેડા વધી રહ્યા છે જે દેશ માટે ગૌરવની વાત છે. જો કે ઉંટ, ઘોડા, ખચ્ચર સહિત બીજી જાનવરોની વસ્તી વધી શકી નથી અને છેલ્લા 13 વર્ષોથી આ જાનવરોનો ગ્રોથ રેટ સ્થિર છે. પાકિસ્તાની વર્તમાનપત્ર ટ્રિબ્યુનના રિપોર્ટ મુજબ ઈમરાન ખાન સરકારે પહેલા પીએમએલ(એન) અને પીપીપીની સરકારના સમયમાં પણ ગધેડાની વસ્તીમાં લગભગ 4 લાખનો વધારો થયો હતો.

ચીન મોકલવામાં આવે છે ગધેડા

ચીન મોકલવામાં આવે છે ગધેડા

પાકિસ્તાનના એક્સપોર્ટમાં ગધેડા મોટી ભૂમિકા નિભાવે છે અને એકલુ ચીન જ પાકિસ્તાનથી દર વર્ષે લગભગ 80 હજાર ગધેડાને ખરીદે છે. ચીનમાં પાકિસ્તાનથી મંગાવેલા ગધેડાનો ઉપયોગ માંસ ઉત્પાદન સહિત અમુક બીજા કામો માટે પણ કરવામાં આવે છે. ચીનમાં પાકિસ્તાનથી ખાસ કરીને ગધેડાની આયાત કરવામાં આવે છે અને ગધેડાની ચામડીમાંથી નીકળેલા જિલેટીનથી ઘણા પ્રકારની દવાઓનુ પણ ઉત્પાદન કરવામાં આવે છે. જો કે, પાકિસ્તાન સરકારે ઘોડા અને ઘેટા-બકરાની સંખ્યા ન વધવા પર નિરાશા પણ વ્યક્ત કરી છે.

પાકિસ્તાનમાં ગધેડાનો વેપાર

પાકિસ્તાનમાં ગધેડાનો વેપાર

પાકિસ્તાનમાં ગધેડાનો વેપાર વધારવા માટે ચીનની કંપનીઓ સાથે કરાર કરવામાં આવ્યા છે અને કાયદેસર રીતે ચીની કંપનીઓ પાકિસ્તાનમા ગધેડાઓનુ ઉત્પાદન વધારવા માટે રોકાણ કરે છે. પાકિસ્તાનમાં ગધેડાના વેપાર પણ ઘણુ ધ્યાન આપવામાં આવે છે. પાકિસ્તાની વર્તમાનપત્રના જણાવ્યા મુજબ ચીનના લોકો ઈમ્યુનિટી વધારવા માટે ગધેડાના લોહીથી પણ દવાઓ બને છે માટે ચીનની ઘણી કંપનીઓએ પાકિસ્તાનમાં ગધેડા પર રોકાણ કર્યુ છે અને તે ઘણા પૈસા પાકિસ્તાની ગધેડાઓ પર ખર્ચ કરે છે.

English summary
Imran Khan government achievement, population of donkeys in Pakistan is increasing by 1 lakh every year
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X