For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઈમરાનના મંત્રીએ કહ્યુ, રાજકીય મુદ્દાઓનો ઉકેલ કોર્ટમાં નહિ જનતા વચ્ચે આવે છે

પાકિસ્તાનમાં ચાલી રહેલ રાજકીય સંકટ પર ઈમરાન ખાન સરકારમાં મહત્વના મંત્રી ફવાદ ચૌધરીએ ખુલીને વાત કરી.

|
Google Oneindia Gujarati News

ઈસ્લામાબાદઃ પાકિસ્તાનમાં ચાલી રહેલ રાજકીય સંકટ પર ઈમરાન ખાન સરકારમાં મહત્વના મંત્રી ફવાદ ચૌધરીએ ખુલીને વાત કરી. તેમણે ઈમરાન ખાનને લોકપ્રિય નેતા ગણાવીને કહ્યુ કે તેમને દેશની જનતા એક વાર ફરીથી ચૂંટીને સંસદમાં મોકલશે. નોંધનીય વાત છે કે પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ વર્તમાન સંસદને ભંગ કરી દીધી છે. એવામાં ત્રણ મહિનાની અંદર પાકિસ્તાનમાં ફરીથી ચૂંટણી થવી અનિવાર્ય છે. વળી, ચૂંટણી પંચના મોટા અધિકારીનુ કહેવુ છે કે ત્રણ મહિનામાં ચૂંટણી કરાવવી સંભવ નથી. આના માટે ઓછામાં ઓછા છ મહિનાના સમયની જરુર છે.

fawad chaudhary

ચૂંટણી અધિકારીએ કહ્યુ કે ખૈબર પખ્તુનવામાં નવા સંસદીય ક્ષેત્રનો વિસ્તાર થયો છે જેનાથી સીટોમાં પણ વધારો થયો છે માટે આ જિલ્લાઓને સંસદીય ક્ષેત્રમાં લાવવાની પ્રક્રિયા લાંબી છે કે જે પડકારરૂપ કામ છે. આમાં સમય લાગે છે. આમાં લોકોની મુશ્કેલીઓ સાંભળવા માટે ઓછામાં ઓછો એક મહિનાનો સમય આપવામાં આવે છે. આ આખી પ્રક્રિયાને પૂરી કવરા માટે ઓછામાં ઓછા ત્રણ મહિનાની જરુર છે જે બાદ જ સામાન્ય ચૂંટણી કરાવી શકાય છે.

બહારના દેશોના ઈશારે સરકાર કરવામાં આવી અસ્થિર

ફવાદ ચૌધરીએ કહ્યુ કે અમારા તરફથી કોઈ પણ નેતાને ખરીદવાની કોશિશ કરવામાં આવી નથી. વિપક્ષે પહેલા વિદેશી તાકાતના ઈશારે નેતાઓને ખરીદવાની કોશિશ કરી અને આ લોકો અમારા પર અલગ-અલગ આરોપ લગાવી રહ્યા છે. ફવાદે કહ્યુ કે વિપક્ષ વિરુદ્ધ અમારી પાસે મોટો પુરાવા છે કે આ લોકો બહારની દેશના ઈશારે કામ કરી રહ્યા છે. અમારી પાસે એ વાતના પણ પુરાવા છે કે દેશમાં સત્તા પરિવર્તનમાં બહારની તાકાતોનો હાથ છે.

પાકિસ્તાનમાં વિકાસ દર પહેલાથી ઘણો સારો

મારે કહેવુ જોઈએ કે કોઈ પણ લોકતંત્રમાં સંકટ આવવા પર જનતા પાસે જવુ જ સૌથી લોકતાંત્રિક રસ્તો હોય છે. કોઈ પણ લોકતંત્રમાં લોકો જનતા વચ્ચે જાય છે અને તેમની પાસે જ સત્તા પરિવર્તનનો અધિકાર હોય છે. ઈમરાન ખાનના નવા પાકિસ્તાનના નારા પર ફવાદ ચૌધરીએ કહ્યુ કે પાકિસ્તાન લોકતાંત્રિક દેશ છે, આજનુ પાકિસ્તાન પહેલાથી ઘણુ સાર છુ. પાકિસ્તાન 5.6 ટકાના દરથી વિકાસ કરી રહ્યો છે, અમે 5.5 મિલિયન નોકરીઓ આપી છે છેલ્લા 5 વર્ષમાં, કોઈ પણ સરકારે આવુ કર્યુ નથી.

અમને સંપ્રભુ હોવાનો અધિકાર

ઈમરાન સરકાર પર ભ્રષ્ટાચારના આરોપો પર ફવાદ ચૌધરીએ કહ્યુ કે અમારા દુશ્મન પણ અમારા પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી નથી શકતા. આ કદાચ પહેલી સરકાર છે જેમાં એક પણ રૂપિયાનો ભ્રષ્ટાચાર નથી થયો. વિદેશ નીતિની વાત કરીએ તો અમને કોઈ પણ દેશની જેમ સંપ્રભૂ હોવાનો અધિકાર છે. અમારા દેશમાં સત્તા ફેરફારનો નિર્ણય જનતા જ કરશે. અમારા 20 સાંસદોએ પક્ષપલટો કર્યો છે પરંતુ બધાને ખબર છે કે આ કેવી રીતે થયુ, બજાર ખોલવામાં આવ્યુ, પૈસાથી લોકોને ખરીદવામાં આવ્યા.

સેનાની શું છે ભૂમિકા

પાકિસ્તાનમાં ચાલી રહેલ આ આખા રાજકીય સંકટ પર સેનાની ભૂમિકાના સવાલ પર ફવાદ ચૌધરીએ કહ્યુ કે આ રાજકીય લડાઈ છે, સેનાનુ આમાં કોઈ કામ નથી. ઈમરાન ખાન ઘણા લોકપ્રિય છે પાકિસ્તાનમાં, મને ભરોસો છે કે તે ભારતમાં પણ ઘણા લોકપ્રિય છે. ઈમરાન ખાનની પાર્ટી લોકોની તાકાતથી સત્તામાં આવી હતી અને અમે એક વાર ફરીથી સત્તામાં આવીશુ. અમે હંમેશાથી કહ્યુ છે કે અમે લોકોના વોટથી સરકારમાં આવ્યા છે, સેનાની સત્તામાં કોઈ દખલ નતી. ઈમરાન ખાનની પાર્ટી લોકોની તાકાત પર ભરોસો રાખે છે અને અમે હંમેશા આના પર કાયમ રહીશુ.

ચૂંટણી અને સુપ્રીમ કોર્ટ પર કહી આ વાત

સાચુ કહુ તો અમારા તરફથી કોઈ નથી કહી રહ્યુ કે તે કાયદો પોતાના હાથમાં લે, લોકો શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરી રહ્યા છે. આ ચૂંટણી અભિયાન છે, જ્યારે તમે પોતાની પાર્ટીના કાર્યકર્તાઓને કહો છો કે તે પ્રચાર કરશે. ચૂંટણી 90 દિવસની અંદર થવાની છે એવામાં કાર્યકર્તા રસ્તા પર છે. જ્યારે ફવાદ ચૌધરીને પૂછવામાં આવ્યુ કે જો સુપ્રીમ કોર્ટનો ચુકાદો તમારી વિરુદ્ધ આવે તો શું થશે તો તેમણે કહ્યુ કે બધા દેશ અને રાજકીય પક્ષ સુપ્રીમ કોર્ટથી બંધાયેલા છે, એવામાં અમે પણ સુપ્રીમ કોર્ટથી બંધાયેલા છે. પરંતુ રાજકીય મુદ્દાઓનુ સમાધાન કોર્ટમાં નહિ પરંતુ જનતા વચ્ચે નીકળે છે. ચૂંટણી થશે અને ત્યારબાદ જ કોઈ પણ પ્રકારના સવાલ ઉઠાવવામાં આવી શકે છે.

English summary
Imran Khan key minister Fawad Chaudhary says people's verdict is last verdict.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X