For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં 49 વર્ષીય સાંસદે 18 વર્ષની યુવતી સાથે લગ્ન કર્યાં, સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ

પાકિસ્તાનમાં 49 વર્ષીય સાંસદે 18 વર્ષની યુવતી સાથે લગ્ન કર્યાં, સોશિયલ મીડિયા પર થયા ટ્રોલ

By Bbc Gujarati
|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનનાં વડા પ્રધાન ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (પીટીઆઈ)ના 49 વર્ષીય સાંસદ આમિર લિયાકત હુસૈન હાલમાં ખૂબ ચર્ચામાં છે.

આ ચર્ચાનું કારણ છે તેમનાં લગ્ન.

Click here to see the BBC interactive

તાજેતરમાં જ તેમણે ટ્વિટર પર માહિતી આપી હતી કે, તેમણે 18 વર્ષનાં સૈયદા દાનિયા સાથે લગ્ન કર્યાં છે અને આ તેમનાં ત્રીજા લગ્ન છે. બન્નેની ઉંમરમાં લગભગ 31 વર્ષનું અંતર છે.

લિયાકત હુસૈનના ટ્વીટના એક દિવસ પહેલાં જ તેમની બીજી પત્ની સૈયદા તુબા અનવરે એક ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં તેમના તલાક અંગે જાણકારી આપી હતી.

તુબાએ લખ્યું, "ભારે હૃદય સાથે, હું લોકોને મારા જીવનમાં પરિવર્તન વિશે જણાવવા માગું છું. મારા પરિવાર અને નજીકના મિત્રો જાણે છે કે 14 મહિના અલગ રહ્યા બાદ એ તો સ્પષ્ટ જ હતું કે સમાધાનની કોઈ આશા નથી અને મારે અદાલતમાં તલાક લેવાનો વિકલ્પ પસંદ કરવો પડ્યો."

https://www.instagram.com/p/CZw1SgQo2Vy/

તુબા અનવરે આ પોસ્ટમાં લખ્યું, "હું કહી નથી શકતી કે તે કેટલું મુશ્કેલ હતું પરંતુ હું અલ્લાહ પર ભરોસો કરું છું. હું દરેકને અપીલ કરીશ કે આ મુશ્કેલ સમયમાં મારા નિર્ણયનું સન્માન કરે."

લગ્નોને લઈને વિવાદમાં ઘેરાયેલા લિયાકત હુસૈન

વ્યવસાયે ટીવી હોસ્ટ 28 વર્ષીય તુબા અનવર અને લિયાકત હુસૈને 2018માં લગ્ન કર્યાં હતાં. તે સમયે લિયાકત હુસૈનનાં પ્રથમ પત્નીએ દાવો કર્યો હતો કે તેમને ફોન પર તલાક આપી દેવાયા હતા.

લિયાકત હુસૈનનાં પ્રથમ પત્ની સૈયદા બુશરા ઇકબાલે તે સમયે એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટ દ્વારા કેવી રીતે તેમના પતિએ બીજી પત્નીની સામે ફોન પર તેમને તલાક આપી દીધા તે જણાવ્યું હતું અને આરોપ લગાવ્યો હતો કે, લિયાકતે તુબાના કહેવા પર આમ કર્યું હતું.

https://www.instagram.com/p/CJbsHUmBl3q/?utm_source=ig_embed&ig_rid=b94762fe-109f-4735-bfd9-61800284410b

લિયાકત હુસૈને ટ્વિટર જણાવ્યું કે, તેમણે દક્ષિણ પંજાબના લોધરાનમાં રહેતા સઆદત પરિવારનાં 18 વર્ષીય સૈયદા દાનિયા શાહ સાથે લગ્ન કર્યાં છે. લિયાકત હુસૈને પોતાના શુભેચ્છકોને દુઆ માટે અપીલ કરી હતી.

https://twitter.com/AamirLiaquat/status/1491700143330148353

સામાન્ય રીતે, પતિ-પત્ની વચ્ચે 31 વર્ષનો વય તફાવત અસામાન્ય છે. પાકિસ્તાનનો કાયદો 18 વર્ષની ઉંમરે લગ્ન કરવાની છૂટ આપે છે, પરંતુ હુસૈનનાં લગ્નથી પ્રશ્ન ઊભો થયો છે કે, શું પાકિસ્તાનમાં નાની ઉંમરની દુલ્હનોને પ્રાથમિકતા આપવામાં આવે છે અને શું આ દેશમાં આ એક સામાન્ય પ્રથા બની ગઈ છે?

આમિર લિયાકત હુસૈનનાં આ ભલે ત્રીજાં લગ્ન છે પણ ગયા વર્ષે પણ તેમનાં લગ્નની અફવા ઊડી હતી.

https://www.instagram.com/p/COJhTmvlQGQ/?utm_source=ig_embed&ig_rid=6ae9b309-28eb-455e-890c-60e53abbb5c2

વર્ષ 2021માં અભિનેત્રી અને મૉડલ હાનિયા ખાને દાવો કર્યો હતો કે તેઓ લિયાકત હુસૈનનાં પત્ની છે. આ પછી લિયાકત હુસૈને એક વીડિયો સંદેશ જારી કરીને આ અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું હતું. તેમણે વીડિયો મૅસેજમાં કહ્યું કે તેની એક જ પત્ની છે, જેનું નામ તુબા છે.


લોકો શું કહી રહ્યા છે સોશિયલ મીડિયા પર?

સોશિયલ મીડિયા પર જાતભાતની કૉમેન્ટ કરી રહ્યા છે યુઝર

પાકિસ્તાની ટ્વિટર યુઝર સોહનીએ લિયાકત હુસૈનનાં લગ્ન વિશે લખ્યું હતું કે, "દરેક કાનૂની બાબત હંમેશા યોગ્ય હોતી નથી. શું 50 વર્ષના પુરુષ માટે 18 વર્ષની છોકરી સાથે લગ્ન કરવા કાયદેસર છે? હા, પરંતુ પતિની ઉંમર સાથે સરખામણી કરીએ તો કન્યા બાળકી ગણાય? હા. તે જન્મી હતી ત્યારે વરની ઉંમર 32 વર્ષની હતી."

સોહનીએ અન્ય એક ટ્વીટમાં લખ્યું, "જ્યારે તમે તમારા કરતા ઘણી નાની વયના વ્યક્તિ સાથે લગ્ન કરો છો, ત્યારે તમારું વ્યક્તિત્વ અને જીવન સંપૂર્ણ રીતે બની ચૂક્યું હોય છે, પરંતુ 18 વર્ષના કિશોર કે કિશોરીનું નહીં. તમે તમારી ઇચ્છા પ્રમાણે તેને ઢાળી શકો છો અને એટલે જ આમિર જેવા માણસો આમ કરે છે."

https://twitter.com/sohnianika/status/1491815155893743616

આ લગ્નની ટીકા કરવામાં સોહની એકલા નથી. ફલક નામનાં અન્ય એક યુઝરે લખ્યું, "ઘણા મોટી ઉંમરના પુરુષો છોકરીઓને તેમના ઇશારે ચલાવવા માટે તેમની સાથે સંબંધ જોડે છે અને તેઓ તેને એમ કહીને યોગ્ય ઠરાવે છે કે તે "સગીર નથી." શું તેઓ એવું નથી વિચારતા કે જ્યારે તેઓ 25 વર્ષના હતા ત્યારે તે તો માત્ર 10 વર્ષની જ હશે."

https://twitter.com/skylightx/status/1491866919036719104

મહિન ગની લખે છે, "ખરી કમનસીબી એ છે કે મોટા ભાગના પાકિસ્તાની પુરૂષો અમિર લિયાકત જેવા છે. તેઓ પોતાની પત્નીઓ અને બાળકોને તરછોડીને સમાજ પર પ્રભુત્વ મેળવવા માટે આ છોકરી જેવી દુલ્હનને શોધે છે. આ ઝેરીલું વલણ ચાલુ છે અને તદ્દન સ્વીકાર્ય પણ છે."

https://twitter.com/maheenghani_/status/1491982031181565953

કેટલાક ટ્વિટરયુઝર્સે બન્ને વચ્ચેની ઉંમરના તફાવત પર મીમ્સ પણ શેર કર્યા છે.

https://twitter.com/mahnooralit/status/1491746298780913668

https://twitter.com/TheSniperInTown/status/1491738351615025158

જોકે, આલોચના વચ્ચે ઘણા યુઝર્સ એવું પણ કહી રહ્યા છે કે દરેક પાકિસ્તાની પુરુષ આમિર લિયાકત જેવા નથી.


સુંદરતાને કારણે પાકિસ્તાનીઓ નાની વયની દુલ્હન શોધે છે?

બીબીસી ઉર્દૂએ આ મુદ્દે ઘણા લોકો સાથે વાત કરી અને નાની ઉંમરની છોકરી સાથે લગ્ન કરવા પાછળ ઘણાં કારણો સામે આવ્યાં, જેમાં સૌથી પહેલું અને સૌથી મોટું કારણ સૌંદર્ય છે.

કરાચીના રહેવાસી સમીર ખાનનાં ત્રણ બાળકો છે. સમીર ખાને બીબીસીને કહ્યું, "જ્યારે આપણે કોઈ છોકરીને જોવા જઈએ છીએ, ત્યારે આપણે સુંદરતા જોઈએ છીએ, પરંતુ જ્યારે આપણે છોકરી માટે વર જોઈએ છીએ, ત્યારે આપણે છોકરાની ઉંમર નહીં પણ તેના પૈસા અને ભણતર જોઈએ છીએ."

સમીર ખાન કહે છે, "હું મારા પુત્ર માટે નાની ઉંમરની દુલ્હન લાવીશ. જેથી તે લાંબા સમય સુધી સુંદર દેખાય. મને લાગે છે કે 80 ટકા લોકોને સુંદર દુલ્હન જોઈએ છે."

પરંતુ શું સુંદરતા જ એકમાત્ર કારણ છે? આ અંગે સમીર ખાન કહે છે, "નાની ઉંમરની છોકરી શોધવા પાછળનું બીજું એક મોટું કારણ એ છે કે ઉંમર જેટલી નાની હશે, તેટલાં વધુ સમય બાળકો પેદા થશે. જો લગ્નની શરૂઆતમાં બાળકોનું આયોજન ન કરવામાં આવે તો પછી પણ પતિ-પત્ની પાસે તે માટે સમય રહેશે."


"નાની વયની છોકરીઓ સરળતાથી નિયંત્રણમાં આવે છે"

નાની ઉંમરની છોકરીઓ સાથે લગ્નને કેમ પ્રાધાન્ય?

કરાચીનાં આયેશા (નામ બદલ્યું છે) તેમનાં લગ્નનાં અનુભવના આધારે કબૂલ કરે છે કે, નાની ઉંમરની કન્યા શોધવા પાછળનું કારણ એ છે કે પુરુષ સ્વસ્થ રહીને પોતાનાં બાળકોનો સારી રીતે ઉછેર કરી શકશે.

જોકે, આયેશા બીજું કારણ પણ આપે છે. તેઓ કહે છે, "દરેક વ્યક્તિ દુનિયા પર રાજ કરવા માગે છે. ખાસ કરીને સાસુ ઇચ્છે છે કે તેમને એવી દુલ્હન મળે જેમને તે પોતાની રીતે ચલાવી શકે. આ માટે નાની વયની છોકરીઓ જ જોઈએ. મોટી ઉંમરની છોકરીઓ પાસે પોતાના આગવા વિચારો હોય છે અને તે તે રીતે વર્તે છે. તેમને નિયંત્રિત કરવી મુશ્કેલ બને છે."


"હવે સ્થિતિ બદલાઈ રહી છે"

વર્ષોથી રાવલપિંડીમાં મૅરેજ બ્યૂરો ચલાવી રહેલા અફઝલે બીબીસી ઉર્દૂ સાથેની વાતચીતમાં કહ્યું કે, હવે પરિસ્થિતિ અને પ્રાથમિકતાઓ બદલાઈ રહી છે. જ્યારે છોકરાનાં માતા-પિતા અમારી પાસે આવે છે. ત્યારે તેઓ નાની વયની દુલ્હન વિશે વાત કરતાં નથી. તેમણે કહ્યું કે હવે ઘણાં લગ્નોમાં છોકરીઓની ઉંમર વધારે હોય છે.

તેઓ કહે છે કે, આની બીજી બાજુ પણ છે. હવે "પુરુષો પણ નાની વયની છોકરીઓ સાથે લગ્ન કરતાં ગભરાય છે. તેઓ આ યુવાન છોકરીઓની અલગ વિચારસરણી અને વર્તનને સમજી શકતા નથી."


સંશોધન શું કહે છે?

સિંગાપોરની નાન્યાંગ ટેકનૉલૉજિકલ યુનિવર્સિટીની સ્કૂલ ઑફ સોશિયલ સાયન્સના પ્રેમચંદ દોમારજીએ બીબીસી ઉર્દૂને જણાવ્યું કે, "દક્ષિણ એશિયામાં પતિ-પત્ની વચ્ચે સૌથી વધુ વયઅંતર બાંગ્લાદેશમાં જોવા મળે છે, ત્યારબાદ પાકિસ્તાનનો નંબર આવે છે."

દોમારજીના મતે, બાંગ્લાદેશમાં સરેરાશ પતિ તેમની પત્ની કરતાં ઉંમરમાં સાડાં આઠ વર્ષ મોટા છે, જ્યારે પાકિસ્તાનમાં આ અંતર પાંચ વર્ષથી વધુ છે.

તેમના સંશોધન અનુસાર, છેલ્લાં 35 વર્ષથી પાકિસ્તાનની સ્થિતિમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. દોમારજી કહે છે કે, આ અંતર પાછળ આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક પરિબળો કામ કરે છે. જે દરેક દેશમાં અલગ-અલગ હોય છે.

પરંતુ વર્ષ 2018 માં, સંયુક્ત રાષ્ટ્રની એજન્સી યુનિસેફે અહેવાલ આપ્યો હતો કે, છેલ્લા એક દાયકામાં વિશ્વભરમાં 18 વર્ષથી ઓછી વયની છોકરીઓનાં લગ્નમાં 20 ટકાનો ઘટાડો થયો છે.


ફૂટર


https://youtu.be/4ELCvs3PGRs

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

English summary
In Pakistan, a 49-year-old MP married an 18-year-old girl, a troll on social media
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X