For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતનો હુંકાર, આતંકીઓને આસરો આપનારાનો નાશ કરો

By Super
|
Google Oneindia Gujarati News

terrorist
સંયુક્ત રાષ્ટ્ર, 06 ઑક્ટોબરઃ સંયુક્ત રાષ્ટ્રોના સભ્યોના ભારતે જણાવ્યું છે કે, આતંકવાદને કોઇપણ રીતે યોગ્ય ઠેરવી શકાય નહીં, અને તેને નાબૂદ કરવા માટે આતંકવાદીઓને આસરો આપનારાઓનો નાશ કરવામાં આવે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ અને આતંકવાદ નિરોધક સમિતિના અધ્યક્ષ હરદીપ સિંહ પુરીએ વિશેષ સેવાઓ, સુરક્ષા એજન્સીઓ અને કાયદા પરિવર્તન સંગઠનના પ્રમુખોની 11મી બેઠકમાં કહ્યું કે, આજે આતંકવાદ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા સામે એક સૌથી મોટો ખતરો છે. જે સ્વંયસિદ્ધ સત્ય છે. આતંકવાદને કોઇપણ રીતે સાંખી લેવામાં નહીં આવે.

પુરીએ કહ્યું કે, વૈશ્વિક આતંકવાદથી પ્રભાવકરીતે લડવા માટે સદસ્ય દેશોને રાજકીય ઇચ્છાશક્તિ તથા વ્યાપક આંતરરાષ્ટ્રીય અને ક્ષેત્રીય સહયોગની જરૂરિયાત છે. તેમણે કહ્યું કે, આપણે જોખમની બદલાતી પ્રકૃતિના મુકાબલે અને આતંકવાદીઓને આસરો આપનારાઓ, તેમના નાણાકીય પ્રવાહ તતા તેમને સમર્થન આપનારા નેટવર્કનો નાશ કરવો જોઇએ. તે માટે કાયદાકીય પ્રણાલીને સતત વિસ્તૃત કરવાની જરૂર છે. આપણે કટ્ટરપંથીઓ સાથે લડવા માટે પણ શક્તિશાળી પ્રણાલીની જરૂર છે.

English summary
In a widening rift between the NDA allies in Bihar, the BJP and JD(U), the state BJP has decided to invite the Gujarat Chief Minister Narendra Modi along with other Chief Ministers of the saffron party-ruled states, a senior party leader said today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X