ચીન સાથે 13માં દોરની વાતચીત નિષ્ફળ, PLAએ ત્રણે પોઈન્ટ્સ પરથી હટવાનો કર્યો ઈનકાર, શું હવે વધશે તણાવ?
રવિવારે ભારત-ચીનના વરિષ્ઠ સૈન્ય કમાંડરોની મેરેથૉન વાતચીતનુ કોઈ પરિણામ ન નીકળી શક્યુ અને 13માં દોરની વાતચીત નિષ્ફળ થઈ ગઈ છે.
નવી દિલ્લીઃ રવિવારે ભારત-ચીનના વરિષ્ઠ સૈન્ય કમાંડરોની મેરેથૉન વાતચીતનુ કોઈ પરિણામ ન નીકળી શક્યુ અને 13માં દોરની વાતચીત નિષ્ફળ થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર ચીનની સેનાએ પૂર્વ લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા(એલએસી) પર બાકી બચેલા ટકરાવના ત્રણ પોઈન્ટ્સ પરથી પાછળ હટવાનો ઈનકાર કરી દીધો. ત્યારબાદ બંને દેશોની સેનાઓની વાતચીત પરિણામહીન ખતમ થઈ ગઈ. રિપોર્ટ મુજબ ચીનની સેનાએ સ્પ્રિંગ્ઝ, દેપસાંગ બુલગે અને ચાર્ડિંગ નાલા જંક્શનથી પાછળ હટવાનો ઈનકાર કરી દીધો.

સરહદ પર ચીનની બળજબરી
બંને સેનાઓ દ્વારા જાહેર કરવામાં આવેલ નિવેદનોથી એવુ લાગી રહ્યુ છે કે ચીનની સેના પીએલએ 12માં દોરની વાતચીત, જે સફળ રહી હતી તેનાથી આગળ જવા માટે તૈયાર નથી. ચીન તરફથી જાહેર કરવામાં આવેલ નિવેદનથી જાણવા મળે છે કે જાણે તે કહી રહ્યુ હોય કે જેટલી સંમતિ થઈ ચૂકી છે, ભારતે તેમાં ખુશ રહેવુ જોઈએ. પીપલ્સ લિબરેશન આર્મી(પીએલએ)ના વેસ્ટર્ન થિયેટર કમાંડના પ્રવકતા સીનિયર કર્નલ લૉન્ગ શાઓહુઆએ એક નિવેદનમાં કહ્યુ કે, 'સ્થિતિને ખોટી રીતે સમજવાના બદલે ભારતીય પક્ષે ચીન-ભારત સીમા ક્ષેત્રમાં મળેલી 'કઠોર જીત'ની સ્થિતિ પર ખુશ થવુ જોઈએ.' વળી, ભારત તરફથી આપેલા નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે એલએસી પર તણાવની સ્થિતિ ચીન દ્વારા યથાસ્થિતિને બદલવાની કોશિશો અને દ્વિપક્ષીય સમજૂતીના ઉલ્લંઘનના કારણે બની હતી માટે એ જરૂરી છે કે ચીનની સેના બાકીની જગ્યાઓની જેમ આ ક્ષેત્રોમાં પણ યોગ્ય પગલુ લે, જેથી પશ્ચિમી ક્ષેત્રમાં એલએસી સાથે શાંતિ અને સ્થિરતા જળવાઈ રહે.

ચાલુ રહેશે ભારત-ચીન સીમા વિવાદ
ભારતીય નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે આ બંને દેશોના વિદેશ મંત્રીઓ દ્વારા હાલમાં જ થયેલી દુશાંબે બેઠકમાં આપેલ સલાહ મુજબ થવુ જોઈએ. જ્યાં તે એ વાત પર સંમત થયા હતા કે બંને પક્ષોના બાકી બચેલા મુદ્દાઓને પણ જલ્દી ઉકેલવા જોઈએ. ભારતીય પક્ષે એ વાત પર જોર આપ્યુ કે બાકી ક્ષેત્રોના આવા સમાધાનથી દ્વિપક્ષીય સંબંધોમાં પ્રગતિની સુવિધા થશે. અધિકારીઓ અનુસાર એલએસી પર ચીની પક્ષ સાથે મોલ્ડોમાં રવિવારે સવારે 10.30 વાગે 13માં દોરની વાતચીત શરૂ થઈ હતી. આ છેલ્લા દોરની વાતચીત બે મહિનાથી વધુ સમય બાદ થઈ હતી. જેના કારણે ઓગસ્ટની શરૂઆતમાં ગોગરા(પેટ્રોલ પોઈન્ટ-17એ)માં તૈનાત સૈનિકોની તૈનાતી થઈ, જે સીમા પર અથડામણના ફ્લેશપોઈન્ટમાંનુ એક હતુ. અધિકારીઓનુ કહેવુ હતુ કે હૉટ સ્પ્રિન્ગ્ઝમાં તૈનાત ચીની સૈનિકોની વાપસી જ આ બેઠકનો મુખ્ય એજન્ડા હતો.

સીમા પર ભારે તણાવ
તમને જણાવી દઈએ કે ભારત અને ચીનની સેના વચ્ચે સરહદ પર ઘણા તણાવની સ્થિતિ છે અને બંને દેશોએ ભારે સંખ્યામાં સૈનિકોની તૈનાતી એલએસી પર કરી રાખી છે. ચીન અને ભારત, બંને દેશોની સેનાઓ એલએસી પર ઘણુ ઝડપથી નિર્માણ કાર્ય કરી રહી છે અને આવનારી ઠંડીને લઈને રિપોર્ટ છે કે બંને દેશો તરફથી લગભગ દોઢ-દોઢ લાખથી વધુ સૈનિક એલએસી પર પ્રચંડ ઠંડીમાં હાજર રહેશે. વળી, ચીન તરફથી ભારતને ધમકી પણ આપવામાં આવી છે. ચીનના સરકારી મીડિયાએ ધમકી આપીને કહ્યુ છે કે લાગે છે કે ભારતે ગયા વર્ષે જૂનની ઘટના બાદ કંઈ શીખ્યુ નથી. તમને જણાવી દઈએ કે આ વર્ષે ફેબ્રુઆરીમાં બંને પક્ષોએ લદ્દાખમાં પેંગોંગ ત્સોથી સૈનિકો અને હથિયારો પાછા ખેંચી લીધા. પરંતુ હજુ પણ એલએસી પર બંને દેશો તરફથી 50,000થી 60,000 સૈનિક હાજર છે અને પૂર્વ લદ્દાખમાં વિધ્વંસક હથિયારોનો જથ્થો પણ તૈનાત છે.












Click it and Unblock the Notifications
