For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ભારત-ચીને 1962ના યુદ્ધના પડછાયામાંથી બહાર આવે'

By Super
|
Google Oneindia Gujarati News

india-china-flag
બેઇજિંગ, 5 ડિસેમ્બરઃ ભારત સાથે સરહદ વાર્તામાં સામેલ ચીનના મુખ્ય વાર્તાકાર દાઇ બિન્ગુઓએ નવી દિલ્હી અને બીજીંગ વચ્ચે બે હજાર વર્ષ જૂના સંબંધોનો ઉલ્લેખ કરતા કહ્યું કે, બન્ને દેશોએ 1962ના યુદ્ધના પડછાયામાંથી બહાર આવીને ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરવું જોઇએ.

બન્ને દેશો વચ્ચે 15 પ્રવાસની વાર્તામાં સામેલ થઇ ચુકેલા 71 વર્ષીય દાઇએ કહ્યું કે, ચીન અને ભારત વચ્ચે બે હજાર વર્ષ જુના સંબંધમાં 99.9 ટકા મિત્ર રહ્યા છે, જ્યારે કડવાટ માત્ર 0.1 ટકા હોય છે. દાઇ આગામી વર્ષના માર્ચ મહિનામાં સેવાનિવૃત્ત થવાના છે. તેમણે ભારતના ચાર વરિષ્ઠ અધિકારીઓ બ્રિજેશ મિશ્રા, જે એન દીક્ષિત, એમ કે નારાયણ અને હાલના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર શિવશંકર મેનન સાથે સરહદ મુદ્દે વાર્તા કરી હતી.

'તેમણે કહ્યું,' ભારતમાં વધુમાં વધુ લોકોનું માનવું છે કે બન્ને દેશોએ આગળ વધવાની ભાવના સાથે અતીતના પડછાયામાંથી બહાર નીકળવું જોઇએ. અતીતમાંથી શિખવું જોઇએ, ના કે તે આપણા ઉજ્જવળ ભવિષ્ય બનાવવાના પ્રયાસમાં અવરોધ ઉભૂ કરે. હું આ વિચાર સાથે સંપૂર્ણ રીતે સહમત છું. '

દાઇએ કહ્યું કે, જો સારું હોય તો કંઇ જ અસંભવ નથી. જ્યાં સુધી આપણે દોસ્ત રહેવા પ્રત્યે સમર્પિત હોય, એક બીજાને દુશ્મન ના માનીએ ને સહ-અસ્તિત્વ તથા સમાન સહયોગને વધારો આપીએ છીએ, તો આપણે આપણા માણસો અને માનવતાના હીતમાં ચમત્કાર કરવા માટે સક્ષમ થઇશું.

દાઇએ કહ્યું કે, મારા વિચારોમાં ભારત રણનીતિક રૂપથી સ્વતંત્ર રાષ્ટ્ર છે. તે કોઇના કહેવાથી કે આદેશ પર નહીં ચાલે. ગુટનિરપેક્ષ આંદોલનનું આગેવાન હોવાના કારણે ભારત પોતાની પારંપરિક સ્વતંત્ર વિદેશ નીતિ પર કાયમ રહેશે અને ક્ષેત્ર તથા બહારમાં શાંતિ અને વિકાસમાં યોગદાન આપશે.

English summary
Beijing's chief negotiator in boundary talks Dai Bingguo says, underlining that the two sides should "cast off" the shadow of the 1962 war and build a bright future together.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X