For Daily Alerts
ભારત-પાક. સેના અધિકારીઓએ કરી હોટલાઇન પર વાતચીત
ઇસ્લામાબાદ, 14 ઓક્ટોબર: સરહદ પર ચાલી રહેલા હાલના તણાવ ભરેલા વાતાવરણના પ્રયાસમાં ભારત અને પાકિસ્તાનના વરિષ્ઠ સેના અધિકારીયોએ મંગળવારે હોટલાઇન પર વાતચીત કરી હતી.
એક પાકિસ્તાની સેના અધિકારીએ જણાવ્યું કે સેના સ્તરની નિયમિત વાતચીત હેઠળ પાકિસ્તાનના સૈન્ય સંચાલન નિર્દેશક (ડીએમઓ)એ પોતાના ભારતીય સમકક્ષ સાથે વાતચીત કરી છે.
અધિકારીએ જણાવ્યું કે પાકિસ્તાને નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પર સતત 'અકારણ ગોળીબાર'ને લઇને પોતાની ચિંતાથી ભારતને જાણ કરી હતી. છેલ્લા ઘણા દિવસોથી સરહદ પર ચાલી રહેલી અજંપાભરી આ સ્થિતિમાં આ પહેલી એવી તક છે જ્યારે આ તણાવને ઓછું કરવાના પ્રયાસ હેઠળ બંને દેશોના સેન્ય અધિકારીઓએ વાતચીત કરી છે.લગભગ બે દિવસની ચુપ્પી બાદ પાકિસ્તાન સૈનિકોએ સોમવારે બે વાર સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન કર્યું અને ભારતની દસ મહત્વની ચોકિયોને નિશાનો બનાવતા ભારે ગોળીબાર કર્યો. બંને દેશોની વચ્ચે એક ઓક્ટોબરથી આંતરરાષ્ટ્રીય સીમા અને નિયંત્રણ રેખા પર તણાવ ચાલું છે.
અત્રે નોંધનીય છે કે ન્યૂયોર્કમાં મળેલી હાલની યૂએનજીએની સભામાં પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફે કાશ્મીર મુદ્દાને ઊઠાવ્યો હતો, જ્યારે તેના જવાબમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યું હતું કે 'ભારત પાકિસ્તાન સાથે શાંતિવાર્તા ઇચ્છે છે પરંતુ આતંકવાદના ઓછાયા હેઠળ નહીં. તેમજ કાશ્મીર મુદ્દાને યૂએનમાં ઊઠાવવાથી તેની કેટલી અસર થશે તેમાં ઘણાને શંકા છે.' યૂએન દ્વારા કાશ્મીર મુદ્દા પર દખલગીરી નહી કરવાના નિર્ણય પર એવું ચોક્કસ કહી શકાય કે મોદીના વિચાર અને યૂએનના વિચાર એક સમાન છે.