કાશ્મીરનું "પોપટ"ની જેમ રટણ કરતા પાક.ની ભારતે કરી બોલતી બંધ
પાકિસ્તાનની બોલતી બંધ થઇ ગઇ છે. પહેલા અવરાનવાર કાશ્મીરનું પોપટની જેમ રટણ કરતી અને કાશ્મીરના નામે ભારતને દુનિયાભરમાં બદનામ કરવાનો એક મોકો ન છોડતા પાકિસ્તાનના પોતાના પગમાં હવે રેલો આવ્યો છે. અને આ રેલો ભારત દ્વારા જ લાવવામાં આવ્યો છે. આમ પણ પાકિસ્તાન જોડે કાશ્મીર સિવાય કદી અન્ય કોઇ મુદ્દો હતો જ નહીં. તે હંમેશાથી પોતાને આંતકવાદ પીડિત કહી અમેરિકા જેવા દેશોથી આર્થિક મદદ માંગતો આવ્યો છે. અને વૈશ્વિક સ્તરે વારંવાર કાશ્મીરનું નામ લઇને ભારતને વખોડવાની પાકિસ્તાનને જૂની આદત છે.
પણ હવે પાકિસ્તાનની ના કાશ્મીર બોલી શકે છે ના આતંકવાદ કારણ કે આજ કાલ આ બન્ને મામલે તે જ્યારે જ્યારે બોલવા જાય છે અમેરિકા અને ભારત બન્ને તેને લપડાક લગાવવા બેસી જાય છે. જો કે ચીન અને રશિયા તેમની દૂરથી દિલાસો આપે છે પણ પાકિસ્તાનની મીડિયા પોતે પાકિસ્તાનની સરકારની આ પાંગળી સ્થિતીને કોસે છે.

ત્યારે પાકિસ્તાન પર ફરી એક વાર પલટ વાર કરતા ભારતે સંયુક્ત રાષ્ટ્રની હ્યૂમન રાઇટ કાઉન્સિલ (UNHRC)માં બલૂચિસ્તાનનો મુદ્દો ઉઠાવ્યો છે. ભારતે કહ્યું છે કે પાકિસ્તાન બલૂચિસ્તાન અને પાક અધિકૃત કાશ્મીર (PoK)માં રાજનૈતિક અને સૈન્ય ગતિવિધિઓ દ્વારા માનવઅધિકારોનું ઉલ્લંધન કરે છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ અને રાજદૂત અજીત કુમારે જણાવ્યું કે તેમણે UNHRCમાં મુદ્દો ઉઠાવતા કહ્યું છે કે સંપૂર્ણ જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. અને પાકિસ્તાને તેના પર અયોગ્ય રીત કબ્જો કર્યો છે. જેણે તેને તરત જ ખાલી કરવો જોઇએ.

પોતાના પર ધ્યાન આપે પાક.
અજીત કુમારે જણાવ્યું કે તેમણે સીમા પર મોકલવામાં આવતા આતંકીઓની સમસ્યા ઉઠાવી છે. અને કહ્યું છે કે આતંકી ભીડમાં સામેલ થઇ જાય છે અને તેમનાથી છૂટકારો મેળવવો ખૂબ જ મુશ્કેલ બની જાય છે. UNHRCમાં 33માં સેશનમાં ભારતે કહ્યું કે પાકિસ્તાન માટે તે જ શ્રેષ્ઠ રહેશે કે તે પોતાના આંતરીક પ્રશ્નો પર ધ્યાન આપે અને પાકિસ્તાન અને પીઓકે પણ થઇ રહેલા માનવઅધિકારોના દૂર ઉપયોગ પર રોક લગાવે.
ભારતે પ્રસ્તાવ નકાર્યો
નોંધનીય છે કે ભારત તરફથી આ પ્રતિક્રિયા ત્યારે આવી જ્યારે ભારતીય વિદેશ મંત્રાલયે હાલમાં જ માનવઅધિકારોના મામલે સંયુક્ત રાષ્ટ્રના હાઇ કમિશ્નરના પ્રસ્તાવને નકાર્યો હતો. જેમાં યુએન અધિકારીઓની એક ટીમ કાશ્મીરના ગ્રાઉન્ટ રૂટ હકીકતને જાણવા માટે ભારત મોકલવાની વાત કરવામાં આવી હતી.












Click it and Unblock the Notifications
