For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદી જાહેર, દિલ્લી મોખરે, ભારતના ત્રણ શહેરોના નામ

વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ત્રણ ભારતીય શહેરોના નામ પણ છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ આખી દુનિયા ગ્લોબલ વૉર્મિંગ અને જળવાયુ પરિવર્તનથી પરેશાન છે અને જળવાયુ પરિવર્તન પાછળનુ સૌથી મોટુ કારણ પ્રદૂષણ જ છે. વિશ્વની સરકારો હજુ પણ જળવાયુ પરિવર્તનને રોકવા અને પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે એ પગલાં નથી લઈ રહી જેની કડકપણે જરુર છે. આ દરમિયાન વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરોની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ત્રણ ભારતીય શહેરોના નામ પણ છે.

પ્રદૂષણથી પરેશાન દુનિયા

પ્રદૂષણથી પરેશાન દુનિયા

દિલ્લીમાં વાયુ પ્રદૂષણના વધતા સ્તર, આસપાસના રાજ્યોમાં ખેતરની આગમાંથી નીકળતા ધૂમાડાએ ખતરનાક સ્થિતિ બનાવી દીધી છે. શહેરના સ્થાનિક પ્રદૂષણ સ્ત્રોતો જેવા ગાડીઓમાંથી નીકળતા ધૂમાડાના કારણે, સ્વાસ્થ્ય સંબંધી ઈમરજન્સીની ચિંતા પેદા થઈ ગઈ છે. આ દરમિયાન સ્વિત્ઝરલેન્ડ સ્થિત જળવાયુ સમૂહ આઈક્યુએરની વાયુ ગુણવત્તા અને પ્રદૂષણ શહેર ટ્રેકિંગ સેવા, જે સંયુક્ત રાષ્ટ્ર પર્યાવરણ કાર્યક્રમનુ એક ટેકનોલૉજિકલ ભાગીદાર પણ છે તેના રિપોર્ટમાં વિશ્વના 10 સૌથી વધુ પ્રદૂષિત શહેરોમાં ભારતના ત્રણ શહેરોને પણ શામેલ કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે આ શહેરોમાં વાયુ પ્રદૂષણનુ સ્તર ખતરનાક સ્તરથી પણ વધુ સુધી પહોંચી ગયુ છે.

યાદીમાં ભારતના ત્રણ શહેર

યાદીમાં ભારતના ત્રણ શહેર

સૌથી ખતરનાક વાત એ છે કે વિશ્વના સૌથી વધુ પ્રદૂશિત શહેરોની યાદીમાં ભારતની રાજધાની દિલ્લીને મોખરે રાખવામાં આવી છે અને કહેવામાં આવ્યુ છે કે દિલ્લીની હવા દરેક ખતરનાક લેવલને પાર કરી ચૂકી છે. દિલ્લીની એર ક્વૉલિટી ઈંડેક્સ 556 નોંધવામાં આવ્યો છે જે વિશ્વમાં સૌથી વધુ છે. વળી, ભારતના બાકી બે શહેરોની વાત કરીએ તો પહેલા નંબરે રાજધાની દિલ્લી બાદ ચોથા નંબરે એક સમયે ભારતની આર્થિક રાજધાની રહેલી કોલકત્તાનુ નામ છે. જેની એર ક્વૉલિટી ઈંડેક્સ 177 છે. જ્યારે આ યાદીમાં મુંબઈ છઠ્ઠા નંબરે છે. સૌથી રસપ્રદ વાત એ છે કે સૌથી વધુ ખરાબ એર ક્વૉલિટી ઈંડેક્સમાં દિલ્લી પછી પાકિસ્તાનનુ લાહોર શહેર અને ચીનનુ ચેંગદૂ શહેર શામેલ છે.

વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેરોની યાદી

વિશ્વના સૌથી વધુ પ્રદૂષિત શહેરોની યાદી

એર ક્વૉલિટી ઈંડેક્સ મુજબ દિલ્લી પહેલા નંબરે-556, પછી લાહોર - 354, સોફિયા(બુલ્ગેરિયા 178), કોલકત્તા(177), જગરેબ(ક્રોએશિયા 173), મુંબઈ - 169, બેલગ્રેડ, સર્બિયા - 165, ચેંગદૂ - ચીન 465, સ્કોપ્જે, ઉત્તર મેસેડોનિયા(એક્યુઆઈ - 164 અને દસમાં નંબરે ક્રાકો, પોલેન્ડ(એક્યુઆઈ - 160) શહેર શામેલ છે. ખાસ વાત એ છે કે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઑફ ટ્રૉપિકલ મેટ્રોલૉજીની ડિસિઝન સપોર્ટ સિસ્ટમ જે દિલ્લીની એર ક્વૉલિટી માટે પૂર્વાનુમાન વ્યક્ત કરે છે અને પ્રદૂષણના કારણો અને ઘટકોની ઓળખ કરે છે, તેણે કહ્યુ કે શુક્રવારે દિલ્લીમાં વધતા પ્રદૂષણ માટે પડોશી શહેર જેવા જે જઝ્ઝર, ગુરુગ્રામ, બાગપત, ગાઝિયાબાદ અને સોનીપત પણ જવાબદાર છે અને આ જગ્યાઓથી પણ રાજધાની દિલ્લીમાં પ્રદૂષણ પહોંચ્યુ છે.

સૂકુ ઘાસ બાળવાથી પ્રદૂષણ

સૂકુ ઘાસ બાળવાથી પ્રદૂષણ

ડિસિઝન સપોર્ટ સિસ્ટમના વિશ્લેષણ રિપોર્ટથી જાણવા મળ્યુ છે કે શુક્રવારે, ધાનના ઘાસની આગે દિલ્લીના પીએમ 2.5(2.5 માઈક્રોમીટરથી ઓછા વ્યાસસવાળા અલ્ટ્રાફાઈન પાર્ટિકુલેટ મેટર)માં 15 ટકાનુ યોગદાન આપ્યુ છે. વળી, સ્થાનિક વાહનોથી થતા ઉત્સર્જનમાં 25 ટકાની ભાગીદારી હતી. ઘરોમાંથી થતાં ઉત્સર્જનમાં 7 ટકાનુ યોગદાન હતુ. દિલ્લી અને તેના પરિઘમાં કણોના સ્તર અને ઉદ્યોગના ટકા શહેરના પ્રદૂષણ પ્રોફાઈલના 9-10 ટકા છે. કેન્દ્રીય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના વાયુ ગુણવત્તા નિરીક્ષણ કેન્દ્રએ કહ્યુ કે સૂકા ઘાસની આગથી શુક્રવારે હવામાં ઓછામાં ઓછુ 35 ટકા પ્રદૂષક જોવા મળ્યુ.

English summary
India's 3 cities have come in the list of top-10 polluted cities of the world, which shows the level of bad air in India.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X