For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતે UNSCમાં પ્રથમ વખત કર્યું રશિયા વિરુદ્ધ મતદાન

યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)માં યુક્રેન પર "પ્રક્રિયાગત મત" દરમિયાન ભારતે બુધવારના રોજ પ્રથમ વખત રશિયા વિરુદ્ધ મતદાન કર્યું હતું.

|
Google Oneindia Gujarati News

યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ (UNSC)માં યુક્રેન પર "પ્રક્રિયાગત મત" દરમિયાન ભારતે બુધવારના રોજ પ્રથમ વખત રશિયા વિરુદ્ધ મતદાન કર્યું હતું. 15-સભ્ય યુએન સિક્યુરિટી કાઉન્સિલે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીને આ સમયગાળા દરમિયાન વીડિયો-ટેલિકોન્ફરન્સ દ્વારા મીટિંગને સંબોધિત કરવા આમંત્રણ આપ્યું હતું. રશિયન સેનાએ ફેબ્રુઆરીમાં યુક્રેન પર આક્રમણ કર્યું હતું.

unsc

જે પછી ભારતે યુક્રેનના મુદ્દે પહેલીવાર રશિયા વિરુદ્ધ મતદાન કર્યું છે. અત્યાર સુધી નવી દિલ્હી યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં યુક્રેનના મુદ્દાને ટાળી રહી છે, જેનાથી અમેરિકા સહિત પશ્ચિમી દેશો નારાજ છે. યુક્રેન પર હુમલા બાદ પશ્ચિમી દેશોએ રશિયા પર આકરા આર્થિક અને અન્ય પ્રતિબંધો લગાવ્યા છે.

યુક્રેન પર રશિયાના હુમલાની ભારતે નિંદા કરી નથી. નવી દિલ્હીએ રશિયા અને યુક્રેનને મુત્સદ્દીગીરી અને વાતચીતના માર્ગ પર પાછા ફરવાની વારંવાર અપીલ કરી છે અને બંને દેશો વચ્ચેના સંઘર્ષને સમાપ્ત કરવાના તમામ રાજદ્વારી પ્રયાસોમાં સહકાર વ્યક્ત કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, ભારત બે વર્ષ માટે UNSCનું અસ્થાયી સભ્ય છે. તેમનો કાર્યકાળ ડિસેમ્બરમાં પૂરો થશે. યુક્રેનની આઝાદીની 31મી વર્ષગાંઠ પર છ મહિના સુધી ચાલેલા યુદ્ધની સમીક્ષા કરવા બુધવારના રોજ સુરક્ષા પરિષદે એક બેઠક યોજી હતી.

મીટિંગ શરૂ થતાં, સંયુક્ત રાષ્ટ્રમાં રશિયાના રાજદૂત, વેસિલી એ. નેબેન્ઝિયાએ, વીડિયો ટેલિ-કોન્ફરન્સ દ્વારા મીટિંગમાં ઝેલેન્સકીની ભાગીદારી અંગે પ્રક્રિયાગત મતની વિનંતી કરી. આ પછી 13 સભ્યોએ તેની તરફેણમાં મતદાન કર્યું, જ્યારે રશિયાએ આ આમંત્રણની વિરુદ્ધમાં મતદાન કર્યું અને ચીને મતદાન કર્યું નહીં.

English summary
India voted against Russia for the first time in the UNSC
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X