For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સસરા નારાયણ મૂર્તિ અને પત્નીનો છે રશિયામાં વેપાર, ઈંફોસિસ પર ઘેરાયા બ્રિટનના નાણામંત્રી ઋષિ સુનક

ભારતીય મૂળના બ્રિટિશ નાણામંત્રી અને ઈંફોસિસ કંપનીના સંસ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ ઋષિ સુનકને હાલમાં બ્રિટનમાં ઈંફોસિસ કંપનીને લઈને ઘણા સવાલ પૂછવામાં આવી રહ્યા છે.

|
Google Oneindia Gujarati News

લંડનઃ ભારતીય મૂળના બ્રિટિશ નાણામંત્રી અને ઈંફોસિસ કંપનીના સંસ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ ઋષિ સુનકને હાલમાં બ્રિટનમાં ઈંફોસિસ કંપનીને લઈને ઘણા સવાલ પૂછવામાં આવી રહ્યા છે. ત્યારબાદ પહેલી વાર ઋષિ સુનકે પોતાના ઉપર ઉઠી રહેલા સવાલો પર જવાબ આપ્યો છે અને કહ્યુ છે કે પત્નની બિઝનેસ સાથે તેમને કોઈ લેવા-દેવા નથી.

ઋષિ સુનક પર ઉઠી રહ્યા છે સવાલ

ઋષિ સુનક પર ઉઠી રહ્યા છે સવાલ

બ્રિટનના નાણામંત્રી અને દેશના આગલા પ્રધાનમંત્રી બનવા તરફ પગ માંડનાર ભારતીય મૂળના ઋષિ સુનક યુક્રેન યુદ્ધને લઈને ઘેરાઈ ગયા છે અને તેની પત્નીના વેપારના કારણે તેને સવાલ પૂછવામાં આવી રહ્યા છે. ઈંફોસિસ કંપનીના રશિયામાં વેપાર હોવાના કારમે ઋષિ સુનકની ટીકા કરવામાં આવી રહી છે કારણકે ઈંફોસિસ કંપનીમાં તેમના પત્ની અક્ષતા મૂર્તિનો પણ હિસ્સો છે. બ્રિટિશ ન્યૂઝ ચેનલ 'સ્કાઈ ન્યૂઝ' સાથે વાત કરીને ઋષિ સુનકે સ્પષ્ટ રીતે પોતાના પર લાગેલા આરોપોને નકારી દીધા છે અને કહ્યુ છે કે પત્નીના વેપાર સાથે તેમને કોઈ મતલબ નથી. ઋષિ સુનકને સવાલ પૂછવામાં આવ્યો હતો કે બ્રિટને રશિયા પર ઘણા પ્રતિબંધ લગાવ્યા છે પરંતુ તે ખુદ પ્રતિબંધોનુ પાલન કેમ નથી કરી રહ્યા?

ઋષિ સુનકે કહ્યુ - મતલબ નથી

ઋષિ સુનકે કહ્યુ - મતલબ નથી

સ્કાઈ ન્યૂઝ સાથે એક ઈન્ટરવ્યુ દરમિયાન ઈંફોસિસના સંસ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ ઋષિ સુનકે કહ્યુ કે, 'હું એક ચૂંટાયેલ નેતા છુ અને હું અહીં વાત કરવા માટે છુ કે હું કઈ-કઈ વસ્તુઓ માટે જવાબદાર છુ. મારી પત્નીના કામ માટે હું જવાબદાર નથી.' પરંતુ પછી તેમને આગલો સવાલ પૂછવામાં આવ્યો, તે રશિયા પર પ્રતિબંધ માટે બીજાને સલાહ આપી રહ્યા છે પરંતુ પોતાના પરિવારને રશિયા સામે પગલુ લેવા માટે સલાહ કેમ નથી આપી રહ્યા? સ્કાઈ ન્યૂઝના એંકરે ઋષિ સુનકને પૂછ્યુ કે, 'તેમના પત્ની ચૂંટાયેલા રાજનેતા નથી પરંતુ એક દેશ તરીકે જો બ્રિટન પોતાના ટેક્સપેયર્સને યુક્રેનની મદદ કરવા માટે કહી રહ્યો છે પરંતુ તમારા પરિવારને રશિયા પાસેથી સંભવિત લાભ થઈ શકે છે.'

'ઈન્ફોસિસ માટે અમે જવાબદાર નથી'

ઋષિ સુનકે આ સવાલના જવાબમાં કહ્યુ કે, 'મને નથી લાગતુ કે આ કોઈ મામલો છે. કંપનીઓના સંચાલન ઉપર નિર્ભર છે. અમે મહત્વપૂર્ણ પ્રતિબંધ લગાવ્યા છે અને જે કંપનીઓ માટે અમે જવાબદાર છે, તે એનુ પાલન કરી રહ્યા છે કારણકે તેમને પુતિનની આક્રમકતા માટે એક ખૂબ મજબૂત સંદેશ મોકલવો જોઈએ, પરંતુ ઈંફોસિસ અમારી અંદર નથી.' તેમને જ્યારે પૂછવામાં આવ્યુ કે, 'શું તમે જાણો છો કે ઈંફોસિસ રશિયામાં છે?' જેના પર ઋષિ સુનકે કહ્યુ કે, 'મને બિલકુલ ખબર નથી કારણકે મારે એ કંપની સાથે કોઈ લેવા-દેવા નથી.' તમને જણાવી દઈએ કે બ્રિટનના નાણામંત્રી હોવાના નાતે ઋષિ સુનકે એક નિવેદન આપ્યુ છે જેમાં રશિયામાં રોકાણ કરતી કંપનીઓને ખૂબ સાવધાન રહેવાના નિર્દેશ આપવામાં આવ્યા છે કારણકે આનાથી પુતિન શાસનનુ સમર્થન થાય છે. ઋષિ સુનક પોતાના આ નિવેદન બાદ બ્રિટનમાં જોરદાર ઘેરાઈ ગયા છે અને ઈંફોસિસને લઈને તેમને સવાલો પૂછવામાં આવી રહ્યા છે.

રશિયામાં વેપાર પર ઈંફોસિસનુ નિવેદન

રશિયામાં વેપાર પર ઈંફોસિસનુ નિવેદન

તમને જણાવી દઈએ કે ઈંફોસિસે પહેલા કહ્યુ હતુ કે તેમની પાસે રશિયાની બહારના કર્મચારીઓની એક નાની ટીમ છે પરંતુ સ્થાનિક રશિયન ઉદ્યમો સાથે તેમને કોઈ સક્રિય વ્યાવસાયિક સંબંધ નથી અને રશિયામાં ઈંફોસિસના ઑપરેશન ઘણા દેશોને પોતાની સેવાઓ આપે છે. જો કે, ઈંફોસિસ કંપની તરફથી યુક્રેન યુદ્ધમાં શાંતિની અપીલ કરવામાં આવી છે. ઈંફોસિસ કંપનીએ કહ્યુ કે, 'મુશ્કેલીના સમયમાં ઈંફોસિસ કંપનીના એક મુખ્ય પ્રાથમિકતા પીડિતોને સમર્થન આપવાનુ છે અને કંપનીએ યુક્રેન યુદ્ધના પીડિતો માટે રાહત પ્રયાસો માટે 1 મિલિયન અમેરિકી ડૉલરનુ વચન આપ્યુ છે. '

English summary
Indian origin British Finance Minister Rishi Sunak is being questioned over the business of Infosys in Russia.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X