Indonesia Earthquake: ઈન્ડોનેશિયામાં જોરદાર ભૂકંપ, રિક્ટર સ્કેલ પર 5.6 તીવ્રતા
Indonesia Earthquake: ઈન્ડોનેશિયામાં ફરી એકવાર ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. જર્મન રિસર્ચ સિસ્મોલોજી સેન્ટર દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, 5.6ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
સેન્ટર ફોર રિસર્ચ સિસ્મોલોજી અનુસાર, ભૂકંપ 10 કિમી (6.21 માઇલ) ની ઊંડાઈએ આવ્યો હતો. ન્યૂઝ એજન્સી રોઈટર્સના જણાવ્યા અનુસાર ઈન્ડોનેશિયાના પશ્ચિમ તિમોરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા વધવાના કારણે લોકો ઘરની બહાર આવી ગયા હતા.

તબાહી મચાવે છે ધરતીકંપ - આ અગાઉ ગયા વર્ષે 21 નવેમ્બરના રોજ 5.6 ની તીવ્રતાના ભૂકંપમાં ઇન્ડોનેશિયામાં ઓછામાં ઓછા 331 લોકો માર્યા ગયા હતા અને પશ્ચિમ જાવાના સિઆનજુર શહેરમાં લગભગ 600 લોકો ઘાયલ થયા હતા. સુલાવેસીમાં 2018 ના ભૂકંપ અને સુનામી બાદ તે ઇન્ડોનેશિયામાં સૌથી ભયંકર હતું, જેમાં લગભગ 4,340 લોકો માર્યા ગયા હતા.
ગત વર્ષે પણ 18 નવેમ્બરના રોજ પણ આવ્યા હતો ભૂકંપ - આ પહેલા પણ ગત વર્ષ 18 નવેમ્બરની સાંજે ઈન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. રિપોર્ટ અનુસાર, ભૂકંપ ભારતીય સમય અનુસાર, સાંજે 7.07 કલાકે આવ્યો હતો.
યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજીકલ સેન્ટર દ્વારા એક અહેવાપમાં જણાવ્યું છે કે, ઇન્ડોનેશિયાના સુમાત્રાના દક્ષિણપશ્ચિમમાં 6.7 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપની ઊંડાઈ 10 કિમી હતી. આ ભૂકંપમાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ આજના ભૂકંપમાં 20 લોકોના મોત થયા છે.












Click it and Unblock the Notifications
