Iran-Israel Conflict : ઇઝરાયેલમાં તબાહી મચાવવાની તૈયારીમાં ઈરાન? ભારતીયો માટે એડવાયઝરી જાહેર
Iran-Israel Conflict : ગાઝામાં હજારો નિર્દોષ લોકોના નરસંહાર માટે જવાબદાર ઈઝરાયેલે હવે ઈરાનને ઉશ્કેર્યુ છે. હમાસ નેતાની હત્યા બાદ ઈરાન યુદ્ધની તૈયારી કરી રહ્યું છે.
ઈરાનના એક અખબારે દાવો કર્યો છે કે આ વખતે ઈરાની હુમલો ઈઝરાયેલના આંતરિક વિસ્તારને નિશાન બનાવશે, જેમાં હાઈફા અને ઈઝરાયેલની રાજધાની તેલ અવીવ પર પણ હુમલો થઈ શકે છે.

અહેવાલો છે કે સંઘર્ષ વધવાની સંભાવના છે અને આ માટે રત સરકારે 2 ઓગસ્ટના રોજ ઇઝરાયેલમાં રહેતા ભારતીયો માટે અપડેટ એડવાઇઝરી જારી કરી છે.
ભારત દ્વારા જારી કરાયેલ અપડેટ એડવાઈઝરીમાં તેમને બિનજરૂરી મુસાફરી ટાળવા અને પ્રવર્તમાન સુરક્ષા પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જાગ્રત રહેવા કહેવાયુ છે.
બુધવારે તેહરાનમાં હમાસના નેતા ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ આ એડવાઈઝરી જારી કરવામાં આવી છે. જો કે ઈઝરાયેલે આ હત્યાની જવાબદારી સ્વીકારી નથી અને અમેરિકાએ કોઈપણ સંડોવણીનો ઈન્કાર કર્યો છે.
ઈરાને ઈઝરાયેલ અને અમેરિકાને અતિથિની હત્યા માટે જવાબદાર ઠેરવ્યા છે અને તેની સાર્વભૌમત્વના ઉલ્લંઘન માટે બદલો લેવાની ધમકી આપી છે.
ગુરુવારે એર ઇન્ડિયાએ સાવચેતીના પગલા તરીકે તેલ અવીવના બેન ગુરિયન એરપોર્ટ પરની તેની ફ્લાઇટ્સ સ્થગિત કરવાનો નિર્ણય પણ લીધો છે. તેલ અવીવમાં ભારતીય દૂતાવાસ દ્વારા જારી કરાયેલ એડવાઈઝરી ગોલાન હાઈટ્સમાં હિઝબુલ્લાહ હુમલા બાદ ઈઝરાયેલની કાર્યવાહી બાદ આ સપ્તાહની શરૂઆતમાં લેબનોનમાં ભારતીયો માટે જારી કરાયેલ ટ્રાવેલ એડવાઈઝરીને અનુસરે છે.












Click it and Unblock the Notifications
