For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇરાકઃ ISIS જોડાવાના આરોપસર 19 રશિયન મહિલાઓને ઉંમર કેદ

ઇરાકની રાજધાની બગદાદની એક કોર્ટે આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ જોઇન કર્યું હોવાના આરોપસર 19 રશિયન મહિલાઓને ઉંમર કેદની સજા ફટકારી છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

બગદાદઃ ઇરાકની રાજધાની બગદાદની એક કોર્ટે આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ જોઇન કર્યું હોવાના આરોપસર 19 રશિયન મહિલાઓને ઉંમર કેદની સજા ફટકારી છે. રવિવારે બગદાદના સેન્ટર ક્રિમિનલ કોર્ટે પોતાના ફેસલામાં રશિયન મહિલાઓને દોષિત કરાર આપતાં સજા સંભળાવી હતી. કોર્ટ દોષિત મહિલાઓ તેમના બાળકો સાથે રશિયન ભાષામાં વાત કરી રહી હતી. ઇરાકમાં રશિયાના ડિપ્લેમેટે કહ્યું કે કોર્ટના નિર્ણય વિશે દોષિતોના પરિજનોને જાણ કરી દેવામાં આવશે. અજરબાઇજાન અને તજાકિસ્તાનની 6 મહિલાઓને પણ દોષિત કરાર આપવામાં આવી છે.

દગો આપીને ઇરાક લાવ્યા

દગો આપીને ઇરાક લાવ્યા

કોર્ટમાં સુનાવણી દરમિયાન મોટા ભાગની રશિયન મહિલાઓએ કહ્યું કે એમને દગો આપી ઇરાક લાવવામાં આવી હતી. કોર્ટમાં એક મહિલા આરોપીએ કહ્યું કે મારા બાળકને લઇને હું મારા પતિ સાથે તુર્કી રહેવા ગઇ હતી અને બાદમાં મને ખબર પડી કે હું ઇરાકમાં છું. મને ખબર જ ન હતી કે અમે ઇરાક જઇ રહ્યા છીએ. કોર્ટમાં તમામ મહિલાઓએ બૂરખા પહેરી રાખ્યા હતા, લગભગ તમામ પોતાના બાળકો સાથે હતી.

અત્યાર સુધીમાં 560 મહિલા અને 600 બાળકોની ધરપકડ થઇ

અત્યાર સુધીમાં 560 મહિલા અને 600 બાળકોની ધરપકડ થઇ

અન્ય એક દોષિતે અધિકારીઓને કહ્યું કે એમને પહેલાં લાગ્યું હતું કે પતિ રજાના દિવસોમાં ફરવા માટે તુર્કી લઇ જઇ રહ્યા છે. પરંતુ તુર્કી પહોંચ્યા બાદ ખબર પડી કે તે જિહાદી છે. મહિલાએ જણાવ્યું કે મૌસૂલમાં સેનાએ એણના પતિને બાળકો સાથે જ મારી નાખ્યા. ઇરાકમાં આઇએસ પર જીતની ઘોષણા બાદ 560 મહિલાઓ અને 600 બાળકોની ધરપકડ કરી લેવામાં આવી છે, આ તમામની ઓળખ આઇએસ ફાઇટર્સના સંબંધીઓ તરીકે થઇ છે. મોટાભાગની મહિલાઓએ કોર્ટમાં કહ્યું કે એમને દગો આપીને અહીં લાવવામા આવી હતી.

ઇરાકની જેલમાં 20,000 જિહાદી કેદ

ઇરાકની જેલમાં 20,000 જિહાદી કેદ

એક્સપર્ટ્સ મુજબ ઇરાકની જેલમાં આઇએસ આતંકવાદીઓ સાથે જોડાયેલા લગભગ 20,000 લોકો કેદ છે. જો કે, આ મહિને ઇરાકના ન્યાયાલયે આઇએસ સાથે જોડાયેલા 300 લોકોને મોતની સજા ફટકારી છે, જેમાં ડઝનેક વિદેશી નાગરિકો પણ સામેલ છે. ગત કેટલાક મહિનામાં એરાકનો એન્ટી-ટેરર લૉએ જિહાદીઓની મદદ કરનાર અને અટેકમાં સામેલ લોકો વિરુદ્ધ આકરી કાર્યવાહી કરી છે. ઇરાકના એક-તૃતિયાંશ ભાગ પર કબ્જો કરનાર આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટે મૌસૂલ સહિત કેટલાય મોટા શહેર પર કબ્જો કરી લીધો છે. ગત વર્ષે ડિસેમ્બરમાં ઇરાકે આઇએસ પર જીતની ઘોષણા કરી દીધી હતી.

English summary
Iraq: 19 Russian women handed life sentences for joining ISIS
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X