For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લંડન આતંકી હુમલોઃ ISIS એ સ્વીકારી જવાબદારી, 8ની ધરપકડ

બ્રિટિશ સાંસદ પર થયેલ આતંકી હુમલાની જવાબદારી આઇએસઆઇએસ એ સ્વીકારી છે. લંડન પોલીસ ઓફિસર સહિત આ હુમલામાં 3 લોકોનું મૃત્યુ થયું છે.

By Shachi
|
Google Oneindia Gujarati News

બુધવારે આઇએસઆઇએસ દ્વારા લંડન પર થયેલ આતંકી હુમલા ની જવાબદારી સ્વીકારવામાં આવી હતી. વેસ્ટમિંસ્ટર પર થયેલા આ હુમલામાં ત્રણ લોકોનું મૃત્યુ થયું છે. હુમલા બાદ આની પાછળ આઇએસઆઇએસનો હાથ હોવાની શંકા વ્યક્ત થઇ રહી હતી.

london terror attack

આઇએસઆઇએસની અમાક એજન્સિ દ્વારા કહેવામાં આવ્યું છે કે, આઇએસઆઇએસના એક સૈનિક દ્વારા સંસદના હુમલાને અંજામ આપવામાં આવ્યો છે. નિવેદનમાં કહેવાયું છે કે, અમેરિકાના નેતૃત્વ હેઠળ સીરિયા અને ઇરાક માં તેના સુરક્ષા દળો અને નાગરિકોને નિશાન બનાવવા માટે જે હુમલાઓ શરૂ કરવામાં આવ્યા છે, તેને કારણે આ હુમલો કરવામાં આવ્યો છે. આ નિવેદનમાં જે રીતના શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે, તેના પરથી એ વાત તો સ્પષ્ટ છે કે, આ હુમલામાં તેનો કોઇ સીધો હસ્તક્ષેપ નહોતો. જ્યારે તપાસકર્તાઓએ પહેલેથી જ આને આઇએસઆઇએસના કાવતરાનું નામ આપી દીધું હતું.

આઇએસઆઇએસ આ રીતના હુમલા બાદ તુરંત જ એની જવાબદારી સ્વીકારે છે અને સ્પષ્ટ કરી દે છે કે તેમણે પ્રત્યક્ષ રીતે આ હુમલાને અંજામ નથી આપ્યો, પરંતુ હુમલાખોર તેની વિચારધારા સાથે જોડાયેલો છે.

અહીં વાંચો - શિવસેના સાંસદે કરી એર ઇન્ડિયાના સ્ટાફની પિટાઇઅહીં વાંચો - શિવસેના સાંસદે કરી એર ઇન્ડિયાના સ્ટાફની પિટાઇ

મેટ્રોપોલિટન પોલીસના એજન્ટ આ હુમલાની તપાસ કરી રહ્યાં છે, તેમણે હજુ સુધી કોઇ સંગઠનને આ માટે જવાબદાર નથી ગણાવ્યું. આ મામલે અત્યાર સુધીમાં 8 લોકોની ધરપકડ કરવામાં આવી છે. લંડન અને બર્મિંગમ ખાતેથી આ ધરપકડ કરવામાં આવી, હુમલાખોરોએ અહીંથી જ ગાડી ભાડા પર લીધી હતી.

કઇ રીતે થયો હતો હુમલો

બુધવારે ખૂબ સ્પીડમાં આવતી આતંકી ગાડી નીચે વેસ્ટમિંસ્ટર બ્રિજ પર ચાલી રહેલા લોકોને કચડવામાં આવ્યા. આ બ્રિજ વેસ્ટમિંસ્ટર પેલેસની એકદમ સામે આવેલો છે, આ પેલેસ બ્રિટિશ સંસદ તરીકે ઓળખાય છે. આ ઘટનામાં બે લોકોનું મૃત્યુ થયુ હતું. ત્યાર બાદ, ડ્રાઇવર, પાર્લામેન્ટ કોમ્પલેક્સના થોડા મીટર સુધી દોડતો રહ્યો અને તેણે નજીક પહોંચી એક પોલીસ ઓફિસર પર ચપ્પુથી હુમલો કર્યો હતો. સાથે જ અન્ય પોલીસ કર્મી પર ગોળી છોડી હતી. જે પોલીસ કર્મી પર ચપ્પુથી હુમલો કરવામાં આવ્યો હતો, તેનું ત્યાં જ મૃત્યુ થયું હતું. સાથે જ હુમલાખોર પણ અન્ય પોલીસ કર્મીની ગોળી વાગતાં ત્યાં જ ઠાર મરાયો હતો.

ત્યાર બાદ સંસદ બંધ કરવામાં આવી અને વડાપ્રધાન થેરેસા મેને તુરંત સંસદમાંથી સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા. વેસ્ટમિંસ્ટરની આસપાસ વ્હાઇટ હોલમાં સ્થિત તમામ સરકારી કાર્યાલયો બંધ કરવામાં આવ્યા. સમગ્ર લંડનમાં આતંકવાદી હુમલાને કારણે ભયનું વાતાવરણ છે.

English summary
ISIS claimed the responsibility of London terror attack.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X