For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં હિન્દૂ છોકરીઓના અપહરણનો મુદ્દો ચર્ચાયો

પાકિસ્તાનમાં અપહરણ થયેલી બે હિંદુ છોકરીઓનો કેસ હવે ચર્ચામાં આવી રહ્યો છે. મંગળવારે ઇસ્લામાબાદ હાઇકોર્ટે સિંધની સરકારને બંને છોકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે.

|
Google Oneindia Gujarati News

પાકિસ્તાનમાં અપહરણ થયેલી બે હિંદુ છોકરીઓનો કેસ હવે ચર્ચામાં આવી રહ્યો છે. મંગળવારે ઇસ્લામાબાદ હાઇકોર્ટે સિંધની સરકારને બંને છોકરીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા આદેશ આપ્યો છે. આ સમાચાર જીઓ ન્યૂઝ દ્વારા આપવામાં આવ્યા છે. અગાઉ ભારતીય વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજએ પણ પાકિસ્તાનને વિનંતી કરી હતી કે બંને છોકરીઓને તેમના પરિવારોને સોંપી દેવી જોઈએ. બંને છોકરીઓ નાબાલિક છે અને સિંધના ઘોટકીથી હોળીના દિવસે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: પાકને અમેરિકાની ચેતવણીઃ હવે ભારત પર હુમલો થયો તો 'બહુ મુશ્કેલ' થઈ જશે

જબરજસ્તી સ્વીકારાવ્યો ઇસ્લામ

જબરજસ્તી સ્વીકારાવ્યો ઇસ્લામ

પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં હોળીના પ્રસંગે બે હિન્દુ કન્યાઓના અપહરણ પછી, તેઓને જબરજસ્તી ઇસ્લામ સ્વીકારાવ્યો હતો. તેમના નામ અનુક્રમે રવિના અને રીના છે. આ પછી બે મુસ્લિમ પુરુષો સાથે તેમના લગ્ન કરાવામાં હતા. સુષ્માએ આ ઘટનાની નિંદા કરી. તેમણે ટ્વીટ કરીને કહ્યું છે કે, "પાકિસ્તાનમાં હિંદુ છોકરીઓનું જબરજસ્તીથી ધર્મપરિવર્તન. આ છોકરીઓની ઉંમર પર કોઈ વિવાદ નથી. રવિના ફક્ત 13 વર્ષની છે, તો રીના 15 વર્ષની છે. પાકિસ્તાનના વડાપ્રધાન પણ એ વાત માનસે નહિ કે આ ઉંમરમાં છોકરીઓનું જબરજસ્તી ધર્મપરિવર્તન કરી શકાય છે અને તેઓના લગ્ન કરાવી શકાય.

સુષ્માએ ન્યાયની માંગ કરી

સુષ્માએ ન્યાયની માંગ કરી

સુષ્માએ આ કેસમાં ન્યાયની માંગ કરી અને કહ્યું કે આ બે છોકરીઓને તેમના ઘરે પાછી મોકલી દેવામાં આવે. પાકિસ્તાનમાં આ કેસમાં પોલીસે સાત લોકોની ધરપકડ કરી હતી. આમાં તે વ્યક્તિ પણ શામેલ છે જેણે છોકરીઓના લગ્ન કરાવ્યા હતા. રવિવારે સિવિલ સોસાયટીના કેટલાક સભ્યો કરાચી પ્રેસ ક્લબની બહાર ભેગા થયા હતા. આ લોકોએ આ બાબતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

સોશિયલ મીડિયાના કારણે સામે આવ્યો કેસ

સોશિયલ મીડિયાના કારણે સામે આવ્યો કેસ

બંને છોકરીઓ એકબીજાની સગી બહેનો છે. આ બાબત ત્યારે ખબર પડી જયારે છોકરીઓના પિતા અને ભાઈઓએ વિડિઓ લઇ અને તેમને સોશિયલ મીડિયા પર અપલોડ કરી. ધીરે ધીરે વિડિઓ વાયરલ બન્યો અને સોશિયલ મીડિયા પર ઝડપથી શેર થવા લાગ્યો. એક અલગ વિડિઓમાં છોકરીઓએ દાવો કર્યો હતો કે તેઓએ ઇસ્લામને પોતાની ઇચ્છાથી અપનાવ્યો હતો. તો વડા પ્રધાન ઇમરાનએ રવિવારે એજન્સીઓને આ બાબતની તાત્કાલિક તપાસ કરવા આદેશ આપ્યો હતો.

ભારતે ચિંતા વ્યક્ત કરી

ભારતે ચિંતા વ્યક્ત કરી

રવિવારે, ભારતએ પાકિસ્તાનને એક સત્તાવાર નોટ લખી હતી. વિદેશી વિભાગ તરફથી લેવામાં આવેલી નોટમાં પાકિસ્તાન સરકાર પાસે લઘુમતી સમુદાયોની સુરક્ષા અને તેમનું કલ્યાણ સુનિશ્ચિત કરવાની માંગ કરવામાં આવી હતી. તો પાકિસ્તાનના હ્યુમન રાઇટ્સ કમિશન કહે છે કે દક્ષિણ સિંધમાં જબરજસ્તી ધર્મપરિવર્તનનો આ કેસ નવો છે છે.

English summary
Islamabad high court has orders the state to ensure protection of two Hindu sisters who abducted from their home
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X