For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'ધ કાશ્મીર ફાઈલ્સ' પર ઈઝરાયેલી પ્રમુખની ટિપ્પણી બાદ થયો હોબાળો, રાજદૂતે કહ્યુ, શરમ આવવી જોઈએ

વિવાદિત ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ પર ઈઝરાયેલી ફિલ્મ મેકર અને ગોવામાં આયોજિત ફિલ્મ ફેસ્ટીવલના જ્યૂરી નદાવ લેપિડના નિવદેન પર ઈઝરાયેલના રાજદૂતે આકરી પ્રતિક્રિયા આપી.

|
Google Oneindia Gujarati News

The Kashmir Files Row: વિવાદિત ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સ પર ઈઝરાયેલી ફિલ્મ મેકર અને ગોવામાં આયોજિત ફિલ્મ ફેસ્ટીવલના જ્યૂરી નદાવ લેપિડના નિવદેન પર ઈઝરાયેલના રાજદૂતે આકરી પ્રતિક્રિયા આપીને કહ્યુ કે, 'તમને શરમ આવવી જોઈએ.' પોતાના દેશના જ ફિલ્મ નિર્માતાને ઝાટકીને રાજદૂતે કહ્યુ કે, 'જે વસ્તુની તમને સમજ નથી, એ વસ્તુ પર ના બોલો.'

ઈઝરાયેલી રાજદૂતની આકરી પ્રતિક્રિયા

ઈઝરાયેલી રાજદૂતની આકરી પ્રતિક્રિયા

ભારતમાં ઇઝરાયેલના રાજદૂત નૉર ગિલૉને ભારતના 53માં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવમાં 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને 'પ્રોપાગાન્ડા' અને 'અશ્લીલ' કહેવા બદલ તેના દેશબંધુ અને ફિલ્મ નિર્માતા પર આકરા પ્રહારો કર્યા. ગિલૉને કહ્યુ કે IFFI 2022માં જ્યુરી ચીફ રહેલા લેપિડને કાશ્મીર ફાઇલ્સ પરની તેમની ટિપ્પણી બદલ શરમ આવવી જોઈએ અને કોઈપણ ઐતિહાસિક ઘટના પર ટિપ્પણી કરતા પહેલા એ ઘટનાનો ઊંડો અભ્યાસ કરવો જોઈએ. ઈઝરાયેલના રાજદૂતે કહ્યુ કે ઈઝરાયેલના ફિલ્મ નિર્માતાનુ નિવેદન અસંવેદનશીલ અને અભિમાનથી ભરેલુ છે અને એ મુદ્દા પર નિવેદન છે, જે ભારત માટે ખુલ્લો ઘા છે. ઇઝરાયેલના રાજદૂતે ઠપકો આપતા કહ્યુ કે, ભારતમાં તમારી ટિપ્પણીઓ જોઈને ખૂબ જ દુઃખ થયુ છે. જે શિન્ડલર્સ લિસ્ટ, હોલોકાસ્ટ અને ખરાબ વસ્તુઓ પર શંકા કરે છે. ઇઝરાયેલના રાજદૂતે કહ્યુ કે, 'હું આવા પ્રકારના નિવેદનોની સ્પષ્ટપણે નિંદા કરુ છુ. આનુ કોઈ ઔચિત્ય નથી. આ અહીં કાશ્મીર મુદ્દાની સંવેદનશીલતા દર્શાવે છે.'

'ભારતીય સમ્માનનુ કર્યુ અપમાન'

ઇઝરાયેલના રાજદૂતે જ્યુરીના જજ તરીકે નદાવ લેપિડ પર આકરી ટિપ્પણી કરી અને કહ્યુ, 'તમે ભારતીય આમંત્રણ, ભારતીય વિશ્વાસ, ભારતીય સન્માન અને મહાન આતિથ્યનુ અપમાન કર્યુ છે. તેમણે કહ્યુ, 'ભારતીય સંસ્કૃતિમાં એવુ કહેવાય છે કે મહેમાન ભગવાન સમાન છે. તમે @IFFIGoa ખાતે જ્યૂરી પેનલની અધ્યક્ષતા માટેના ભારતીય આમંત્રણની સાથે ભારતે આપેલા વિશ્વાસ, સન્માન અને આતિથ્યનો તમે દુરુપયોગ કર્યો છે.' તમને જણાવી દઈએ કે 'ધ કાશ્મીર ફાઇલ્સ' 22 નવેમ્બરે IFFI ખાતે ભારતીય પેનોરમા વિભાગના ભાગ રૂપે પ્રદર્શિત કરવામાં આવી હતી. જે અંગે ઈઝરાયેલના ફિલ્મ નિર્માતા નદાવ લેપિડે ફિલ્મ ફેસ્ટિવલમાં ધ કાશ્મીર ફાઈલ્સની એન્ટ્રી પર આશ્ચર્ય વ્યક્ત કર્યુ હતુ અને કહ્યુ હતુ કે આ ફિલ્મની એન્ટ્રીથી હું 'ડિસ્ટર્બ અને આઘાત પામ્યો છુ.' આ સાથે તેમણે ફિલ્મ ફેસ્ટિવલમાં ધ કાશ્મીર ફાઇલ્સની એન્ટ્રીને 'કલાત્મક પ્લેટફોર્મ માટે અયોગ્ય' ગણાવી હતી.

કેવી રીતે શરુ થયો વિવાદ

કેવી રીતે શરુ થયો વિવાદ

ગોવામાં IFFIની 53મી આવૃત્તિના સમાપન સમારોહ દરમિયાન જ્યુરી ચીફ અને ઇઝરાયેલી ફિલ્મ નિર્માતા લેપિડે કહ્યુ કે, 'સામાન્ય રીતે હું કાગળમાંથી વાંચતો નથી, પરંતુ આ વખતે હું ચોક્કસ બનવા માંગુ છુ. હું ફેસ્ટિવલના ડિરેક્ટર અને હેડનો પ્રોગ્રામિંગની તેમની સિનેમેટિક સમૃદ્ધિ, વિવિધતા અને જટિલતા માટે આભાર માનુ છુ. આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં 15 ફિલ્મો આવી હતી, જેમાં 14 ફિલ્મો સિનેમેટિક ગુણવત્તા ધરાવતી હતી અને વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. પરંતુ 15મી ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સથી અમે બધા હેરાન અને આશ્ચર્યચકિત થઈ ગયા હતા. તે અમને એક પ્રોપાગાન્ડા, અશ્લીલ ફિલ્મ જેવી લાગી, જે આવા પ્રતિષ્ઠિત ફિલ્મ ફેસ્ટિવલના કલાત્મક સ્પર્ધા વિભાગ માટે અયોગ્ય છે.'

કોણ છે ફિલ્મ મેકર નદાવ લેપિડ?

કોણ છે ફિલ્મ મેકર નદાવ લેપિડ?

નદાવ લેપિડ IFFIના આંતરરાષ્ટ્રીય સ્પર્ધા વિભાગના જ્યૂરી પ્રમુખ હતા. નદાવ લેપિડ એક લેખક અને દિગ્દર્શક છે જેમની ફિલ્મ 'સિનોનિમ્સ' એ 2019માં 69માં બર્લિન ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ગોલ્ડન બેર એવોર્ડ જીત્યો હતો. ગોવામાં આયોજિત IFFI ઇવેન્ટ દરમિયાન તેમણે કહ્યુ, 'મને આ મંચ પર તમારી સાથે આ લાગણીઓને ખુલ્લેઆમ શેર કરવામાં સંપૂર્ણપણે સહજ લાગે છે કારણ કે ઉત્સવમાં આપણે જે ભાવના અનુભવી છે, તેમાં કળા વિશે ટીકા કરવાની અને તેની ચર્ચા કરવાની ભાવનાને સ્વીકારવામાં આવી છે.' તમને જણાવી દઈએ કે જ્યારે ઇઝરાયેલના ફિલ્મ નિર્માતા ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ પર ટિપ્પણી કરી રહ્યા હતા ત્યારે કાર્યક્રમમાં યુનિયન જેવા ઘણા મહાનુભાવો માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુર, આશા પારેખ, અક્ષય કુમાર અને રાણા દગ્ગુબાતી હાજર રહ્યા હતા.

IFFI સાથે પહેલા જોડાઈ ચૂક્યો છે સંબંધ

ઇઝરાયેલના શહેર તેલ અવીવમાં જન્મેલા, નદાવ લેપિડે 2011માં ફિચર ફિલ્મ "પોલીસમેન" દ્વારા દિગ્દર્શક તરીકેની શરૂઆત કરી હતી, જેણે તે વર્ષે લોકાર્નો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં વિશેષ જ્યુરી પુરસ્કાર જીત્યો હતો. આ સાથે તેમનો ભારતીય ફિલ્મો સાથે જૂનો સંબંધ છે અને તેમની ફિલ્મ "ધ કિન્ડરગાર્ટન ટીચર" ને વર્ષ 2014માં IFFI ખાતે એવોર્ડ મળ્યો છે. તેમની ફિલ્મની અભિનેત્રી સરિત લેરીને શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળી ચૂક્યો છે. આ ફિલ્મ 2014ના કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ઇન્ટરનેશનલ ક્રિટીક્સ વીકમાં પણ દર્શાવવામાં આવી હતી. વર્ષ 2016માં, લેપિડને ઇન્ટરનેશનલ ક્રિટિક્સ વીકની જ્યુરીના સભ્ય તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. લેપિડની લેટેસ્ટ ફીચર ફિલ્મ "Ahead's Knee" (2021)ને ગયા વર્ષે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં Palme d'Or માટે સ્પર્ધા કરવા માટે પસંદ કરવામાં આવી હતી અને આ ફિલ્મને 'મેમોરિયા' ફિલ્મ સાથે જોઈન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો.

English summary
Israel apologizes after the uproar of controversial comments on 'The Kashmir Files'
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X