For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના સામે જંગમાં ઈઝરાયેલને એંટીબૉડી બનાવવામાં મળી સફળતા

કોરોના વાયરસના ઈલાજ વિશે ઈઝરાયેલ તરફથઈ એક મોટુ નિવેદન આવ્યુ છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના ઈલાજ વિશે ઈઝરાયેલ તરફથઈ એક મોટુ નિવેદન આવ્યુ છે. ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી નફતાલી બેનેટ્ટે કહ્યુ છે કે દેશના ડિફેન્સ બાયોલોજિકલ રિસર્ચ ઈન્સ્ટીટ્યુટમાં કોવિડ-19 માટે એંટીબૉડીને તૈયાર કરવામાં સફળતા મળી છે. તેમની માનીએ તો તેમણે ખુદને આને ડેવલપ થતા જોયુ છ. તેમણે જણાવ્યુ કે રિસર્ચર્સે ડેવલપમેન્ટ ફેઝ પૂરો કરી લીધો છે અને હવે તે આની પેટન્ટ કરાવવાની તૈયારીમાં છે જેથી સંભવિત ઈલાજ માટે મોટપાયે આનુ ઉત્પાદન થઈ શકે.

antibody

શરીરમાં જ વાયરસને કરી શકે છે ખતમ

બેનેટ્ટના જણાવ્યા મુજબ ઈઝરાયેલ ઈન્સ્ટીટ્યુટ ફૉર બાયોલૉજિકલ રિસર્ચ (આઈઆઈબીઆર)ના સિક્રેટ યુનિટની વિઝિટ કરવામાં આવી હતી. આ યુનિટ પ્રધાનમંત્રી કાર્યાલય હેઠ નેસ જિયોનામાં કામ કરે છે. તેમની માનીએ તો જે એંટી બૉડી તૈયાર કરવામાં આવ્યુ છે તે શરીરમાં હાજર વાયરસને એક મોનોક્લોનલ રીતે કામ કરે છે અને જે લોકો બિમાર છે તેમના શરીરની અંદર જ વાયરસને ખતમ કરી શકે છે. બેનેટ્ટેની ઑફિસ તરફથી આ અધિકૃત નિવેદનમાં આ વાત કહેવામાં આવી છે. નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે એન્ટી-બૉડીનુ ડેવલપમેન્ટ પૂરુ થઈ ચૂક્યુ છે. ઈન્સ્ટ્યુટ હવે આ પેટન્ટ કરાવવાની દિશામાં આગળ વધી રહ્યુ છે. રિસર્ચ હવે ઈન્ટરનેશન કંપનીઓના સંપર્ક કરાવવાની તૈયારીમાં છે જેથી વ્યાપારિક સ્તરે એંટીબૉડીનુ ઉત્પાદન કરી શકાય. બેનેટ્ટે કહ્યુ, 'આ મહાન ઉપલબ્ધિ માટે મને આ ઈન્સ્ટીટ્યુટ પર ગર્વ છે. તેમની રચનાત્મકતા અને યહૂદી દિમાગના કારણે આ મહાન ઉપલબ્ધિ મળી શકી છે.'

પીએમે આપ્યા 60 મિલિયન ડૉલર

અત્યાર સુધી એ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે આ એટીૉબૉડીને બેનેટ્ટે સામે રજૂ કરવામાં આવ્યુ છે કે નહિ. કોઈ માહિતી પણ પૂરી પાડવામાં આવી નથી. નિવેદનમાં એ અંગેની પણ કોઈ માહિતી નથી કે આ એંટી-બૉડીને કોઈ હ્યુમન ટ્રાયલ થયુ છે કે નહિ. પ્રધાનમંત્રી બેંજામિન નેતન્યાહુ સોમવારે લગભગ 60 મિલિયન ડૉલરની રકમ આપવાનુ એલાન એક આંતરરાષ્ટ્રીય કૉન્ફરન્સમા કર્યુ છે. આ કૉન્ફરન્સનો હેતુ કોરોના વાયરસની લડાઈ સામે ફંડ એકઠુ કરવાનો છે. નેતન્યાહુએ કહ્યુ હતુ, 'મને પૂરો ભરોસો છે કે ઈઝરાયેલના અગ્રણી સંસ્થાન, દુનિયામાં પ્રતિષ્ઠા મેળવેલ અમારા વૈજ્ઞાનિક અને કંઈક નવુ કરવાની અમારી સંસ્કૃતિના કારણે અમે આ સ્થિતિનો ઉકેલ કાઢી લઈશુ.'

આ પણ વાંચોઃ દેશમાં 24 કલાકમાં 3900થી વધુ કોરોનાના કેસ, 195 લોકોના મોતઃ આરોગ્ય મંત્રાલયઆ પણ વાંચોઃ દેશમાં 24 કલાકમાં 3900થી વધુ કોરોનાના કેસ, 195 લોકોના મોતઃ આરોગ્ય મંત્રાલય

English summary
Israel defense Minister says his country gets a significant breakthrough in developing antibody to Coronavirus.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X