Israel Hamas war news: અમે ગાઝાની ભૂગોળ બદલીશું, ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાની ગર્જના
Israel Hamas war news: વર્તમાન સમયમાં ઇઝરાયેલ અને ફિલિસ્તિનના સંબંધો વણસી રહ્યા છે. હમાસના હુમલા બાદ ઈઝરાયેલ દ્વારા યુદ્ધની જાહેરાત કરી દેવામાં આવી છે. આ વચ્ચે ઇઝરાયેલના સંરક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે, તેમણે હમાસ સામેની તેમની લડાઇમાં ઇઝરાયેલ સંરક્ષણ દળોના સૈનિકો પર તમામ નિયંત્રણો મુક્ત કર્યા છે.
પેલેસ્ટિનિયન આતંકવાદી સંગઠન હમાસના હુમલા બાદ બુધવારના રોજ પાંચમાં દિવસે પણ ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. ઈઝરાયેલ હમાસના ઠેકાણાઓને નષ્ટ કરીને બદલો લઈ રહ્યું છે.

હમાસના નેતૃત્વને નિશાન બનાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટે જણાવ્યું હતું કે, અમે ગાઝાનો ભૂગોળ બદલી નાંખીશું. હવે ગાઝા ક્યારેય પહેલા જેવું દેખાશે નહીં.
ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટે જણાવ્યું હતું કે, તેમણે હમાસ સામેની લડાઈમાં સૈનિકોને સંપૂર્ણ સ્વતંત્રતા આપી છે. તેમના પર કોઈપણ પ્રકારના પ્રતિબંધો નથી. તમામ પ્રતિબંધો દૂર કરવામાં આવ્યા છે. જે કોઈ શિરચ્છેદ કરવા આવશે, મહિલાઓની હત્યા કરશે અને નરસંહારમાં બચી ગયેલા લોકોને મારી નાખશે, અમે તેને ખતમ કરીશું.
ઈઝરાયેલના સંરક્ષણ મંત્રી યોવ ગાલાંટે મંગળવારના રોજ ગાઝા પટ્ટી સાથેની ઇઝરાયેલની સરહદ પર પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, હમાસ ગાઝામાં પરિવર્તન ઈચ્છે છે. તેમણે જે વિચાર્યું હતું, તેનાથી તે 180 ડિગ્રી ફેરફાર હશે. તેઓ આ ક્ષણ માટે અફસોસ કરશે. ગાઝા જે રીતે હતું તે રીતે ક્યારેય પાછું નહીં આવે.












Click it and Unblock the Notifications
