Israel Hamas War: ગાઝામાં IDFના હુમલા તેજ, આકાશમાં ધૂમાડાના ગોટા, ઈન્ટરનેટ ઠપ્પ, જુઓ Video
Israel Hamas War: ઈઝરાયલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ઉત્તર ગાઝામાં સ્થિતિ વણસી ગઈ છે. IDFએ હમાસ પર હુમલાઓ તેજ કર્યા છે. ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સના પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હગારીના જણાવ્યા અનુસાર સેનાએ છેલ્લા કેટલાક કલાકોમાં ગાઝા પટ્ટીમાં હવાઈ હુમલા કર્યા છે.
અહેવાલો અનુસાર, હમાસના અડ્ડા ઈઝરાયેલની વાયુસેનાના નિશાના પર છે. જો કે, આ દરમિયાન જાનહાનિને રોકવા માટે પગલાં પણ લેવામાં આવી રહ્યા છે. આઈડીએફએ દક્ષિણ ગાઝાના પેલેસ્ટિનિયનોને ઉત્તર તરફ જવાની અપીલ કરી છે.

ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સના પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે પાયદળ શુક્રવારે રાત્રે તેમની પ્રવૃત્તિને વધુ તીવ્ર બનાવી રહ્યા છે. હગારીના જણાવ્યા અનુસાર, IDF ઉત્તર ગાઝામાં ગાઝા સિટી અને આસપાસના વિસ્તારો પર હુમલો કરવાનું ચાલુ રાખશે.
પેલેસ્ટિનિયન મીડિયા આઉટલેટ્સના અહેવાલો અનુસાર IDFએ ઉત્તરી ગાઝામાં ભારે બૉમ્બમારો કર્યો છે. ધ ટાઈમ્સ ઑફ ઈઝરાયેલના અહેવાલ મુજબ ગાઝા સિટી ઉપર ધુમાડાના ગોટેગોટા અને જ્વાળાઓ જોવા મળી હતી. ગ્લોબલ ઈન્ટરનેટ મોનિટર નેટબ્લોક્સે ટ્વિટર પર શેર કરેલી પોસ્ટમાં જાહેરાત કરી હતી કે ગાઝા પટ્ટીમાં પ્રાથમિક ઈન્ટરનેટ પ્રદાતા નેટસ્ટ્રીમે સેવાઓ પૂરી પાડવાનું બંધ કરી દીધું છે તેમ જેરુસલેમ પોસ્ટે અહેવાલ આપ્યો છે.
અગાઉ, ઇઝરાયેલ ડિફેન્સ ફોર્સિસ (IDF)ના પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ શુક્રવારે (27 ઓક્ટોબર) જણાવ્યું હતું કે હમાસ આતંકવાદી જૂથની કામગીરી મુખ્યત્વે ગાઝા શહેરની શિફા હૉસ્પિટલમાંથી ચલાવવામાં આવી રહી છે. શિફા, ગાઝા પટ્ટીની સૌથી મોટી હોસ્પિટલ, પાસે ઘણા ભૂગર્ભ સંકુલ છે જેનો ઉપયોગ તેઓ ઇઝરાયેલ સામે સીધા હુમલા માટે કરી રહ્યા છે.
પીએમ બેન્જામિન નેતન્યાહુએ પણ શિફા હૉસ્પિટલને લઈને આવો જ આરોપ લગાવ્યો હતો. "હમાસ-આઈએસઆઈએસ બીમાર છે. તેઓએ તેમના આતંક માટે હૉસ્પિટલોને હેડક્વાર્ટરમાં ફેરવી દીધી છે. અમે ગુપ્ત માહિતી બહાર પાડી છે જે તે સાબિત કરે છે તેમ નેતન્યાહુએ ટ્વિટર પર પોસ્ટ કર્યું.
હગારીએ એમ પણ કહ્યું હતું કે, અમારી પાસે મજબૂત પુરાવા છે કે 7 ઓક્ટોબરના હત્યાકાંડ પછી સેંકડો આતંકવાદીઓ છુપાઈને હૉસ્પિટલમાં ઘૂસ્યા હતા. હગારીએ હમાસ પર 1,500 પથારી અને લગભગ 4,000 સ્ટાફ ધરાવતી હૉસ્પિટલનો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ઇઝરાયેલ પાસે એવી બાતમી છે કે હૉસ્પિટલની બહારથી ભૂગર્ભ બેઝ સુધી અનેક સુરંગો છે જેથી હમાસના અધિકારીઓને હૉસ્પિટલમાં પહોંચવા માટે અંદર જવાની જરૂર ન પડે.
IDFએ આરોપ લગાવ્યો હતો કે હમાસની આંતરિક સુરક્ષા શિફા હૉસ્પિટલની અંદર કમાન્ડ સેન્ટર ધરાવે છે, જ્યાંથી તે ઇઝરાયેલ પર રોકેટ છોડે છે અને શસ્ત્રોનો સંગ્રહ કરે છે. તે જ સમયે, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ઇઝરાયેલ અને પેલેસ્ટિનિયન આતંકવાદીઓ હમાસ વચ્ચે તાત્કાલિક માનવતાવાદી યુદ્ધવિરામની હાકલ કરી છે અને ગાઝા પટ્ટી સુધી પહોંચવા અને નાગરિકોની સુરક્ષા માટે માનવતાવાદી સહાયની માંગ કરી છે.
#WATCH | Heavy shelling lit up the night on the Gaza side of the border area with Israel yesterday as the Israeli army expanded its military operation into the enclave.
— ANI (@ANI) October 27, 2023
(Video Source: Reuters) pic.twitter.com/Ly4JQEQJKd
#WATCH | As Israeli ground invasion looms, humanitarian crisis deepens in Gaza.
— ANI (@ANI) October 27, 2023
(Video Source: Reuters) pic.twitter.com/YX48LmczmJ
#WATCH | Explosions seen in Gaza skyline as Israel intensifies ground operations.
— ANI (@ANI) October 27, 2023
(Video Source: Reuters) pic.twitter.com/iM47b56iel
-
Iran War Updates: સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી ભારત માટે ગુડ ન્યૂઝ, એકસાથે કેટલા ટેન્કર થશે રવાના? જાણો લેટેસ્ટ અપડેટ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
શાહરૂખ-સલમાનને પછાડી બોક્સ ઓફિસ પર 'ધુરંધર' બન્યો રણવીર સિંહ, ટોપ 5માં સામેલ છે આ ફિલ્મો -
LPG Crisis: શું તમને પણ નથી મળી રહ્યો સિલિન્ડર? સરકારે એલપીજી સંકટને લઈને આપ્યું મોટું અપડેટ -
ઇરાન યુદ્ધના ભણકારા ભારતમાં, પ્રીમિયમ પેટ્રોલના ભાવમાં 2.09 રૂપિયાનો વધારો -
છેલ્લા 24 કલાકમાં 121 તાલુકામાં કમોસમી વરસાદ, જાણો સૌથી વધુ ક્યાં? -
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર 1 લાખની લાંચ લેતા ઝડપાયા -
Gujarat Weather: રાજ્યમાં કરા સાથે કમોસમી વરસાદની આગાહી, 80થી વધુ તાલુકામાં નોંધાયો વરસાદ -
ગુજરાતમાં હજુ માવઠાની રાહત નહીં, 22 માર્ચ પછી વધુ એક સિસ્ટમનો ખતરો -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: યુદ્ધ વચ્ચે સોનામાં મોટો ઘટાડો, 7000 રુપિયા સસ્તું, કેમ ઘટી રહ્યા છે ભાવ? જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ











Click it and Unblock the Notifications
