who is Hashim Safiddi: હિજ્બુલ્લાહના નવા ચીફને ઈઝરાયલે કર્યો ઠાર, જાણો કોણ છે હાશિમ સફીદ્દી?

Israeli-Iran war, who is Hashim Safiddi? - ઈઝરાયલ દ્વારા ઈરાન પર સતત હુમલો કરવામાં આવી રહ્યા છે. જેના જવાબમાં ઈરાન પણ ઈઝરાયલ પર હુમલો કરી રહ્યું છે.

હિજ્બુલ્લાહ પ્રમુખ હસન નસરુલ્લાહના મોત બાદ એવી શક્યતા હતી કે, તેમના ઉત્તરાધિકારી માનવામાં આવતા હાશિમ સફિદ્દીનને પણ ઈઝરાયલે ઠાર કર્યો છે.

જોકે, આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ઈઝરાયલ દ્વારા કરવામાં આવેલા દાવામાં જણાવવામાં આવ્યું છે કે, તેમણે એક હુમલા હાશિમ સફિદ્દીનને ઠાર કર્યો છે.

ઇઝરાયલી મીડિયા દ્વારા લેબનીઝ અહેવાલોને ટાંકીને દાવો કરવામાં આવ્યો છે કે, IDF એ બેરૂતના દહીહ ઉપનગરમાં હાશિમ સફીઉદ્દીનને નિશાન બનાવ્યું હતું.

Israeli-Iran war who is Hashim Safiddi

એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, ઇઝરાયલના તાજેતરના હુમલાઓમાં લેબનોનના દક્ષિણી બેરૂતમાં હિઝબુલ્લાહના ઠેકાણાઓ પર અનેક હુમલાઓ કરવામાં આવ્યા છે, જેમાં મૃત્યુઆંક પહેલા હુમલા કરતા ઘણો વધારે છે.

ઉલ્લેખનીય છે કે, બેરૂતના દક્ષિણી વિસ્તારોમાં અનેક મોટા વિસ્ફોટોના અવાજ સંભળાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ વિસ્તાર સ્થાનિક એરપોર્ટની બહાર છે.

આ વિસ્તાર કદાચ હિઝબુલ્લાહનો ગઢ છે. આ વિસ્ફોટો પહેલા ઈઝરાયલની સેનાએ લોકોને આ વિસ્તારની બે ઈમારતોમાંથી બહાર નીકળવાનું કહ્યું હતું.

હાશિમ સફીદ્દીનને નિશાન બનાવવામાં આવ્યા છે. જોકે, લેબનોનમાં ઇઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) અથવા હિઝબુલ્લા તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

ઈઝરાયલના હુમલા સમયે નસરુલ્લાહનો ઉત્તરાધિકારી હાશિમ સફીદ્દીન અંડરગ્રાઉન્ડ બંકરમાં છુપાયેલો હતો. હિઝબુલ્લાહના અન્ય માણસો પણ તેની સાથે હતા.

આ ઇઝરાયેલનો હુમલો હસન નસરુલ્લાના માર્યા ગયેલા હુમલા કરતા ઘણો મોટો હતો. જાનહાનિનો આંકડો હજુ સુધી જાણી શકાયો નથી.

કોણ છે હાશેમ સફીદ્દીન?

ઉલ્લેખનીય છે કે, 2017 માં યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા આતંકવાદી તરીકે નિયુક્ત, હાશિમ સફિદ્દીને હિઝબુલ્લાહના રાજકીય બાબતોમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

હાશિમ સફિદ્દીન જૂથની જેહાદ કાઉન્સિલનો સભ્ય છે, જે તેની લશ્કરી કામગીરીનું સંચાલન કરે છે. હસન નસરુલ્લાહના પિતરાઈ ભાઈ હાશિમ સફિદ્દીનને સામાન્ય રીતે હિઝબુલ્લાહમાં નંબર ટુ ગણવામાં આવતો હતો, અને ઈરાની શાસન સાથે પણ તેના ગાઢ સંબંધો છે.

નસરાલ્લાહે હાશિમ સફિદ્દીનને હિઝબુલ્લાહની કાઉન્સિલમાં અનેક પ્રભાવશાળી હોદ્દાઓ પર નિયુક્ત કર્યા. હાશિમ સફિદ્દીન અનેક પ્રસંગોએ જૂથના પ્રવક્તા પણ રહી ચૂક્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X