Coronavirusથી લડવા માટે જૈક માએ એશિયાના બધા દેશ માટે મદદનું એલાન કર્યું
Coronavirusથી લડવા માટે જૈક માએ એશિયાના બધા દેશ માટે મદદનું એલાન કર્યું
નવી દિલ્હીઃ દુનિયાભરમાં ફેલાયેલ જીવલેણ કોરોનાવાઈરસના સંક્રમણની શરૂઆત ચીનમાં થઈ હતી. જો કે હવે ચીન આ વાઈરસના ખતરાથી ધીમે ધીમે બહાર આવી રહ્યું છે, પરંતુ દુનિયાના કેટલા દેશ હજી આ વાઈરસના લપેટામાં આવી ચૂક્યા છે. આ દરમિયાન દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાં સામેલ ચીનના ઉદ્યોગપતિ જૈક માએ આ વાઈરસથી લડવા મોટું એલાન કર્યું છે. જૈકમાએ કોરોનાવાઈરસથી લડવા માટે લાખો માસ્ક, ટેસ્ટ કિટ, વગેરે વહેંચવાનું એલાન કર્યું છે. આ બધી જરૂરી ચીજો એશિયાના કેટલાય દેશોને આપવામાં આવશે.

બધા દેશોને કિટ, માસ્ક મોકલશે
આ બાબતે જૈક માએ ટવીટ કરીને લખ્યું કે ચાલો એશિયા, અમે તમને આપાતકાલીન આપૂર્તિ દાન કરશું. જેમા 1 કરોડ 80 લાખ માસ્ક, 2 લાખ 10 હજાર ટેસ્ટ કિટ, 37 હજાર પ્રોટેક્ટિવ સૂટ, વેંટિલેટર, થર્મોમીટર વગેરે દાન કરવામાં આવશે. મહત્વની વાત એ છે કે જૈક માએ આ બધી ચીજોને એશિયાના પ્રમુખ દેશોના દાન કરવાનું એલાન કર્યું છે. જે દેશોમાં આ ચીજો મોકલાશે તેમાં અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, કંબોડિયા, લાઓસ, માલદીવ, મંગોલિયા, મ્યાનમાર, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા સામેલ છે. જૈક માએ કહ્યું કે આ બધો સામાન જલદી જ પહોંચાડવો આસાન નથી, પરંતુ અમે આ કરી લેશું.

સંક્રમણના મામલા સતત વધી રહ્યા છે
જણાવી દઈએ કે દુનિયાભરમાં વાઈરસના કારણે 11000થી પણ વધુ લોકોના મોત થઈ ચૂક્યાં છે. જ્યારે સંક્રમિત લોકોની સંખ્યા 275944નો આંકડો પાર કરી ચૂકી છે. ભારતની વાત કરીએ તો અહીં પણ સંક્રમિત મામલાની સંખ્યા 271 થઈ ગઈ છે, જ્યારે આ મહામારીથી 4 લોકો મોતના શિકાર પણ થયા છે, હાલ કેન્દ્ર સરકારની સાથોસાથ રાજ્ય સરકારે પણ વાઈરસના ખાત્મા માટે પોતાના તરફથી પૂરી કોશિશો કરી રહી છે. ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 22 માર્ચે જનતા કર્ફ્યૂનું આહ્વાન કર્યું છે.

22 માર્ચે જનતા કર્ફ્યૂ
કોરોનાવાઈરસનું સંક્રમણ ના ફેલાય તે માટે આખા દેશમાં 22 માર્ચે જનતા કર્ફ્યૂનું આહ્વાન કરવામાં આવ્યું છે. જનતા કર્ફ્યૂને તમામ સંગઠન સમર્થન કરી રહ્યા છે. કેટલીય સરકારી અને ખાનગી કંપનીઓએ રવિવારે પોતાની સેવાઓ બંધ રાખવાનું એલાન કર્યું છે. જનતા કર્ફ્યૂ માટે દેશભરમાં પૂરી તૈયારીઓ છે. ટ્રેનથી લઈ મેટ્રો સુધી કેટલીય સેવાઓ રવિવાર માટે બંધ કરી દેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
