For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

PM ઈમરાન ખાને જ બોમ્બ-પ્રૂફ ઘરમાં આતંકી મસૂદ અઝહરને આપી છે શરણ!

ઈન્ટેલીજન્સ એજન્સીઓએ એ વાતની પુષ્ટિ કરી છે કે જૈશ-એ-મોહમ્મદનો પ્રમુખ મૌલાના મસૂદ અઝહર પાકિસ્તાનના બહાવલપુર સ્થિત જૈશ-એ-મોહમ્મદના હેડક્વાર્ટર પર છે.

|
Google Oneindia Gujarati News

ઈન્ટેલીજન્સ એજન્સીઓએ એ વાતની પુષ્ટિ કરી છે કે જૈશ-એ-મોહમ્મદનો પ્રમુખ મૌલાના મસૂદ અઝહર પાકિસ્તાનના બહાવલપુર સ્થિત જૈશ-એ-મોહમ્મદના હેડક્વાર્ટર પર છે. ઈન્ટેલીજન્સ એજન્સીઓનુ કહેવુ છે કે અઝહરના ત્રણ સરનામાં છે આમાંથી જે એક એડ્રેસ જણાવવામાં આવી રહ્યુ છે તે પ્રધાનમંત્રી ઈમરાન ખાનનુ સંસદીય ક્ષેત્ર છે. ઈંગ્લિશ ડેઈલી હિંદુસ્તાન ટાઈમ્સ તરફથી આ અંગેની માહિતી આપવામાં આવી છે. તમને જણાવી દઈએ કે અઝહરને ગયા વર્ષે મેમાં યુનાઈટેડ નેશન્સ તરફથી ગ્લોબલ ટેરરિસ્ટ ઘોષિત કરી દેવામાં આવ્યો છે.

Masood Azhar

FATF ની મીટિંગ વચ્ચે આવી મોટી માહિતી

ભારતની કાઉન્ટર-ટેરર એજન્સીઓએ જે માહિતીની પુષ્ટિ કરી છે તે મુજબ જૈશના પ્રમુખ મસૂદ અઝહર બહાવલપુરમાં મરકજ-એ-ઉસ્માન અલી રેલવે લિંક રોડ પાછળ સ્થિત હેટક્વર્ટર પર છે. ભારતના આ મોસ્ટ વૉન્ટેડ આતંકીને બોમ્બ પ્રૂફ ઘરમાં રાખવામાં આવ્યો છે. ઈન્ટેલીજન્સ એજન્સીઓ તરફથી જણાવવામાં આવ્યુ છે કે મસૂદ અઝહરના પાકિસ્તાનમાં ત્રણ સરનાં છે. આમાંથી એક કૌસર કોલોની બહાવલપુર, મદરસા બિલાલ હબ્શી, બાનૂ, ખૈબર પખ્તૂનખંવા અને એક મદરસા મસ્જિદ-એ-લુકમાન, લક્કી મરવાત છે. આ ત્રણે જગ્યાઓ એક જ પ્રાંતમાં છે.

આ વાત વધુ રસપ્રદ છે કે એક એડ્રેસમાં બાનૂના મદરસાનો ઉલ્લેખ છે અને બાનૂ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનનુ સંસદીય ક્ષેત્ર છે. અહીંથી જુલાઈ 2018માં ઈમરાને ચૂંટણી લડી હતી અને તેમને જીત મળી હતી. આ માહિતી એવા સમયમાં આવી છે જ્યાં ફ્રાંસની રાજધાની પેરિસમાં ફાઈનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની એક મહત્વની મીટિંગ ચાલુ છે. આ મીટિંગમાં નિર્ણય લેવામાં આવી શકે છે કે પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં રાખવાનુ છે કે પછી તેને બ્લેક લિસ્ટ કરવાનુ છે.

આ પણ વાંચોઃ ભારત બન્યુ દુનિયાની પાંચમી મોટી અર્થવ્યવસ્થા, બ્રિટન-ફ્રાંસને છોડ્યુ પાછળઃ રિપોર્ટઆ પણ વાંચોઃ ભારત બન્યુ દુનિયાની પાંચમી મોટી અર્થવ્યવસ્થા, બ્રિટન-ફ્રાંસને છોડ્યુ પાછળઃ રિપોર્ટ

English summary
Jaish chief Masood Azhar is at Bahawalpur headquarters in Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X