પ્રમિલા જયપાલને મળવાનો એસ જયશંકરનો ઈનકાર, કાશ્મીરના હાલાત પર આ સવાલ ઉઠાવ્યા હતા
નવી દિલ્હીઃ અમેરિકાના અખબાર વોશિંગ્ટન પોસ્ટ મુજબ ભારતીય શીર્ષ અધિકારીઓએ અમેરિકી કોંગ્રેસના પ્રતિનિધિ પ્રમિલા જયપાલ સાથેની મુલાકાત રદ કરી દીધી છે. પ્રમિલાએ કાશ્મીર પર ભારત સરકારની નીતિની આલોચના કરી હતી. વૉશિંગ્ટનની પોતાની યાત્રામાં વિદેશ મંત્રી એસ જયશંકર હાઉસ ફોરેસ અફોર્સ કમિટીના સભ્યો સાથે મુલાકાત કરવાના હતા જેમાં પ્રમિલાને પણ સામેલ થવાનું હતું.
ભારતીય અધિકારીઓએ કમિટીની સૂચિત કરી કે જો આ કમિટીમાં જયપાલ સામેલ રહ્યાં તો જયશંકર આ કમિટી સાથે મુલાકાત નહિ કરે. જણાવી દઈએ કે પ્રમિલા કાશ્મીરમાં સંચાર સેવાઓ અને ઈન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. જયપાલે વૉશિંગ્ટન પોસ્ટને જણાવ્યું હતું કે ભારતીય સરકાર કોઈપણ અસહમતિ નથી ઈચ્છતી. માટે વોશિંગ્ટન સ્થિત ભારતીય દૂતાવાસથી પણ કોઈ પ્રતિક્રિયા આવી નથી.
આ સમગ્ર મામલે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે હું નથી વિચારતો કે જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર આ સમજ ઠીક ચે કે ભારત સરકારના કામનું આંકલન ઠીક છે. તેમને મળવામાં મને કોઈ રસ નથી.
વૉશિંગ્ટન પોસ્ટ મુજબ જ્યારે આખા દેશમાં નાગરિકતા સંશોધન કાનૂનને લઈ વ્યાપક પ્રદર્શન થઈ રહ્યાં છે તેવા સમયે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકર અમેરિકાના પ્રવાસે છે. આ કાનૂન અંતર્ગત ભારત પોતાના ત્રણ પાડોસી દેશોના લોકોને નાગરિકતા આપશે જેમાં મુસ્લિમ સમુદાયના લોકોને સામેલ કરવામાં આવ્યા નથી.
સેક્રેટરી ઑફ સ્ટેટ માઈક પોમ્પિયો અને એસ જયશંકરની બુધવારે મુલાકાત બાદ થયેલ પ્રેસ કોન્ફ્રેન્સમાં પણ નાગરિકતા સંશોધન કાનૂનને લઈ સવાલ પૂછવામાં આવ્યા. અમેરિકાએ પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું હતું કે આખા વિશ્વમાં ધાર્મિક રીતે પરેશાન લોકો માટે જે નીતિ છે તેવું જ વલણ ભારત પણ રાખશે. આ મુદ્દે ભારતીય વિદેશ મંત્રીએ કહ્યું હતું કે આ કાનૂન કેટલાક દેશોના ધાર્મિક રીતે પરેશાન લોકો માટે છે.
નાગરિકતા કાનૂન પર પ્રમિલા જયપાલે કહ્યું કે આ કાનૂને ભારતની ધર્મનિરપેક્ષ લોકતંત્રને જટિલ બનાવી દીધું છે જે એક દેશ તરીકે ગર્વની વાત હતી. વૉશિંગ્ટન પોસ્ટ સાથે વાત કરતા જયપાલે કહ્યું કે તેઓ કાશ્મીર મામલે રિસ્યોલૂશનની દિશામાં ભારતીય વિદેશ મંત્રી સાથે વાત કરવા માંગતી હતી પરંતુ હવે તેઓ જાન્યુઆરીમાં આ પ્રસ્તાવને લઈને આવશે.
પ્રમિલા જયપાલે કહ્યું કે મારી ચિંતા માનવાધિકારની પરિસ્થિતિ પર છે. હજારો લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે, સંચાર સેવાઓ ઠપ છે જેમા જનજીવન અસ્ત વ્યસ્ત થયું છે. આ કાશ્મીરી પરિવારો માટે અત્યાચારપૂર્ણ છે. જણાવી દઈએ કે કાશ્મીરમાં પાછલા 130 દિવસથી પણ વધુ સમયથી ઈન્ટરનેટ સેવાઓ બંધ છે. નરેન્દ્ર મોદી સરકારે 5 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો ખતમ કરી દીધો હતો જે બાદ અનુચ્છેદ 370 હટાવી લેવામાં આવ્યો હતો અને રાજ્યને કેન્દ્ર શાસિત પ્રદેશમાં બદલી નાખવામાં આવ્યું હતું.
ડોનાલ્ડ ટ્રંપ પર ચાલશે મહાભિયોગ, અમેરીકી સંસદમાં વોટીંગ બાદ પ્રસ્તાવ પાસ