નોર્થ કોરિયાના મિસાઇલ લોન્ચ બાદ જાપાને જાહેર કર્યું ઇમરજન્સી એલર્ટ

નોર્થ કોરિયાના મિસાઇલ લોન્ચ કરવામાં આવી હતી, જે બાદ જાપાનમાં નાગરિકો માટે ઇમરજન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

નોર્થ કોરિયાના મિસાઇલ લોન્ચ કરવામાં આવી હતી, જે બાદ જાપાનમાં નાગરિકો માટે ઇમરજન્સી એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જાપાનના વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર નોર્થ કોરિયા દ્વારા લોન્ચ કરવામાં આવેલી શંકાસ્પલ બેલેસ્ટિક મિસાઇલને ધ્યાનમાં રાખીને જાપાન પીએમઓ દ્વારા ઇમરજન્સી એલર્ટ આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, જાપાન દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ઉત્તર કોરિયાએ પ્રશાંત મહાસાગરમાં ફરીથી મિસાઇલ છોડી છે.

Japan

ધ જાપાન ટાઈમ્સ અનુસાર, ઉત્તર કોરિયાએ ગુરુવારની સવારે એક મિસાઈલ છોડી હતી, જે બેલેસ્ટિક મિસાઈલ પણ હોવાની શંકા છે. જાપાનના વડાપ્રધાન ફ્યુમિયો કિશિદાએ પત્રકારોને જણાવ્યું હતું કે, આ વખતે લોન્ચ કરવામાં આવેલી એક મિસાઈલ ઇન્ટર-બેલિસ્ટિક મિસાઈલ હોય શકે છે, તેથી મેં ફરી એકવાર સંરક્ષણ મંત્રાલયને માહિતી એકત્રિત કરવા અને તેનું વિશ્લેષણ કરવા સૂચના આપી છે.

સંરક્ષણ મંત્રીએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, અમે એક લોન્ચ મુદ્દે લોકોનું ધ્યાન દોરી રહ્યા છીએ, જેણે જાપાનની ઉપરથી ઉડવાની ક્ષમતા દર્શાવી છે. તેથી અમે ઇમરજન્સી એલર્ટ જાહેર કર્યું છે, પરંતુ હાલમાં અમે પુષ્ટિ કરી છે કે, તે જાપાનની ઉપરથી જવાની શક્યતા છે.

આ અંગે ક્યોડો ન્યૂઝ એજન્સીએ જાપાન સરકારને ટાંકીને આપેલા અહેવાલ મુજબ કે, ઉત્તર કોરિયાએ ઓછામાં ઓછી ત્રણ બેલેસ્ટિક મિસાઈલ લોન્ચ કરી હતી, જેમાંથી એક જાપાનના સમુદ્રમાંથી પસાર થઈ હતી. જાપાન સરકારે જણાવ્યું કે, મિસાઈલથી અત્યાર સુધી કોઈ નુકસાન થયું નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X